જીવાતું જીવન
જીવન માં કેટલાક ગુણ આપો આપ ઉતરી આવતા હોય છે. અવગુણ અગણિત હોવાના લીધે આપણે ફક્ત ગુણ ની જ વાત કરી રહ્યા છીએ.કેટલાક ગુણ એવા હોય છે જે આપના વિચાર અને વર્તન માં હોય છે.આવા કારણે વ્યક્તિ મહાન બની જાય છે.આપણા અવગુણ સદગુણના વિશાળ પડછાયા માં ઢંકાઈ જાય છે. રાત્રે સુવાની તૈયારીમાં હતો અને થયું ચાલો લાસ્ટ મેસેજ જોઈને લંબાવું.પણ છેલ્લો મેસેજ એવો હતો કે એના વિચાર સતત આવતા રહ્યા.આ વિચાર એક લેખના સ્વરૂપમાં પ્રકટ કરવાના હતા.મુદ્દો माफ करना सीखिए,क्योकि हमभी भगवान से यही उम्मीद रखते हैं।વાત માફ કરવાની હતી,માફ કોને કરવા, ક્યારે કરવા, કેમ કરવા,કેટલી હદ સુધી માફ કરી શકાય,કેવી રીતે માફ કરવા ,કોને કોને માફ કરી શકાય, કેવી પરિસ્થિતિમાં માફ કરી શકાય,ઈતિહાસમાં માફ કરવાનાં ઉદાહરણ પણ નજર સામે આવવા લાગ્યા. આવા અનેક વિચાર આવ્યા પછી આ લેખ માટે બેઠો.બે-ચાર વખત વિચાર આવ્યો કે ચલો લખવાનાર સાથે વાત કરીને પછી લખું.પણ મેસેજ માં સ્પષ્ટ સૂચના આપેલી હતી કે આપ આપના વિચારો પ્રકટ કરી શકો છો.મતલબ કોઈના અભિપ્રાય કે સહકાર વગર લખવાનું હતું.પછી આંગળીઓ ના ટેરવાં અને કમ્પ્યુટર.'ટેરવાં શબ્દને લીધે એક ઐતિહાસિક વાર્