Posts

Showing posts from January, 2016

જર્મન મહિલા બન્યાં: હેમાબહેન

Image
केवल अंग्रेजी सीखने में जितना श्रम करना पडता हैं , उतने श्रम में भारत की सभी भाषाएँ सीखी जा सकती हैं! આપણાં દેશની એક આગવી ઓળખ છે.આજે વિશ્વમાં ભારતીય સંસ્કૃતિને અલગ રીતે જ જોવામાં આવે છે.ઉગતા સૂર્યની ભૂમિ એટલે ભારત.વિશ્વ સંતોની ભૂમિ એટલે ભારત.આ એ સમયની વાત છે જયારે આપણો દેશ ગુલામ હતો.આઝાદીની વિચાર પણ ખૂબ દૂર હતો. એક તરફ આપણા દેશના જ અનેક લોકો સરકારના નોકર હતાં.સરકાર એટલે ગોરાઓ.અંગ્રેજોનું રાજ હતું. આ સમયે એક ઘટના બની. આવી એક ઘટના જેની આજે અહીં નોધ લેવી ગમે.આજે વિદેશી ભૂમી અનેકને ગમે છે.તેનાં સ્વપ્ન જોઈએ છીએ.તે સમયે એક જર્મન મહિલા ભારત આવ્યાં.તેમણે દસ વર્ષ સુધી તપ કર્યું.સખત સાધના અને તપને લીધે તેઓ ભારતીય સંસ્કૃતિની નજીક આવ્યાં.તેમણે જાણ્યું કે ‘વિનોબા’નામનાં એક સંત લોકપ્રિય છે.ધર્મની જાણકારી વધુ મળે તેવાં આશય સાથે લ્યૂસીયેન વિનોબાને મળવા ગયાં. વિનોબા ભાવે.આ સમયે તે મહારાષ્ટ્રમાં હતાં.વિનોબા પંઢરપુરમાં હતા.જર્મન મહિલા અહીં વિનોબાને મળવા પહોંચી ગયાં.વિનોબા જી તો તેમના સાથીઓ સાથે ચર્ચા કરતાં હતા.વિનોબા સાથે સૌ ચર્ચામાં વ્યસ્ત હતાં. સાદું જીવન.બોલવા ચલાવામાં અને વ્યવહારમાં ખ

વાહ રે ટાટા...

Image
સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ ગયો.૧૨મી જાન્યુઆરી. આખા દેશમાં ધામધૂમથી ઉજવણી થઇ.દુનિયાના અનેક દેશોએ ઉજવણી કરી.સ્વામી વિવેકાનંદ માત્ર યુવાનોના જ નહિ.સમગ્ર વિશ્વના પ્રેરક વિવેકાનંદના વિચારો થકી આપણી અનોખી સંસ્કૃતિની ઓળખ છે.સ્વામી વિવેકાનંદના વિચારો અનેક વિધક્ષેત્રમાં આપણે સંભાળ્યા,વાંચ્યા કે અનુભવ્યા હશે.શિક્ષણમાં તેઓના વિચારો ક્રાંતિકારી હતા.સહજ અને સરળ જીવન જીવવાની તેમની કાયમી સલાહ રહેતી.એ જમાનામાં તેઓ ટેકનીકલ શિક્ષણ અને કન્યા કેળવણીના આગ્રહી હતાં.આજે આ પ્રકારનું કાર્ય કર્યું છે તેવું દર્શાવવા કરોડોનો તાયફો થાય છે. આજે પણ આપણા દેશમાં ટેકનીકલ શિક્ષણને મહત્વ આપવામાં આવતું નથી.ક્યાય થોડું કામ થયેલું જોવા મળે છે.એ વખતે વિવેકાનંદ ઉદ્યોગોને મહત્વ આપવાનું કહેતા. તે સમયના ઉદ્યોગ જગતના લોકોમાં પણ વિવેકાનંદની એક અનોખી છાપ હતી.તેમના મિશન જેવા કાર્યમાં અનેક વખત તેઓને ઉદ્યોગપતિઓનો સહકાર મળતો હતો. સ્વામી વિવેકાનંદ ધર્મસભામાં અમેરિકા જવાના હતાં.તે સમયે વહાણ વડે મુસાફરી થતી હતી.આ જ   વાહનમાં જમશેદજી જાપાન જવા મુસાફરી કરવાના હતાં.આ સમયે બંને વચ્ચે મુલાકાત થઇ. જમશેદજી ટાટાને એક વખત વિવેકાનંદજી

શું બધાં જ સાક્ષર ડિજિટલ ઉપકરણ વાપરી શકતાં હશે?

Image
એક સમયની વાત છે.લોકસભાનું સત્ર ચાલતું હતું.સંસદમાં પ્રશ્ન પૂછાયો. ‘દેશને આઝાદી મળી છે. આપણો દેશ આઝાદ થયા પછી વિકાસ કરી શક્યો છે?’સીધો સવાલ એમ કે ‘આઝાદી પછી આપણો દેશ વિકાસ કરી શક્યો કે નહિ?’ત્યારે સંસદમાં લાલબહાદુર શાસ્ત્રીએ જવાબ આપ્યો ‘હા,આપણો દેશ વિકાસ કરી રહ્યો છે’આવો ટૂંકો જવાબ સાંભળી એક નવો પ્રશ્ન આવ્યો. ‘આપણો દેશ વિકાસ કરી રહ્યો છે તેની શું સાબિતી?’આ પ્રશ્નનો જવાબ આજે પણ એટલો જ મહત્વનો છે.પણ તે સમયે સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું કે ‘આપણાં દેશના દરેક ગામડામાં બે સાયકલ છે.સરેરાશ બે સાયકલને આધારે એવો જવાબ માન્ય રહ્યો કે હા,દેશ વિકાસ કરી રહ્યો છે. સમય સમયની આ વાત છે.તે પછી એક નવી વાત આવી.સો ટકા સાક્ષરતા.નાનાં ગામ,નગર કે શહેરોની બહાર બોર્ડ મારવામાં આવતાં.સો ટકા સાક્ષર ગામ,નગર કે શહેરમાં આપનું સ્વાગત છે.આજે પણ સાક્ષરની વ્યાખ્યા વિવિધ રીતે જોવા,સંભાળવા કે સમજાવવામાં આવે છે.માત્ર પોતાનું   નામ લખી કે વાંચી   શકે તે સાક્ષર.આવી લગુતમ લાયકાત ન ધરાવતા અનેક આપણે જોયા છે.આજે પણ આપણી આસપાસ ડાબા કે જમણા હાથનો અંગૂઠો કરતી વ્યક્તિઓ છે.હશે,આજથી   કેટલાંય દાયકા પહેલાં સંપૂર્ણ સાક્ષર ગા

રમતાં રમતાં બીજ ગણિતનું શિક્ષણ

Image
  શિક્ષણ એ રસપ્રદ ઘટના છે.તેને અસરકારક રીતે અમલી બનાવવામાં આવે તો ચોક્કસ પરિણામ મળી શકે છે.શાળામાં આવનાર વિદ્યાર્થીઓની સામાજિક , આર્થિક અને બૌદ્ધિક ભિન્નતા હોય છે.વિવિધતા ધરાવતા આ જૂથને એક સરખી રીતે શીખવી શકાતું નથી.એક સરખા પાઠ્યક્રમમાં શીખવામાં ભિન્નતા ધરાવતા વિદ્યાર્થીઓને કઈ રીતે શીખવવું.આવી અનેક સમસ્યાઓનો શિક્ષક વર્ગખંડમાં સામનો કરે છે.આવા અનેક પડકાર કેટલાય શિક્ષકો સામે જોવા મળે છે.કેટલાંક મિત્રો આવા પડકાર સામે પોતાની કાર્ય પ્રક્રિયામાં ફેરફાર કરે છે.માળખાગત વિગતો કે અમલીકરણમાં બાલભોગ્ય ફેરફાર કરે છે.આવા ફેરફારો ધ્વારા ચોક્કસ પરિણામ મળે છે.આવી અનેક સમસ્યાઓ અને તેના સામે થયેલું કાર્ય અને પરિણામની વિગતોનો ખજાનો એટલે IIM અમદાવાદ. અનેક રમતોનું નિર્માણ કર્યું.અરે! નાનાં મોટા સૌને રમવી ગમે એવી પ્રારંભિક કે દેશી   રમતોને પણ નવી   રીતે રજૂ કરી. છેલ્લા દોઢ દાયકા કરતાં વધારે સમયથી આ કામ ચાલે છે.ગુજરાત અને ભારતના અનેક શિક્ષકો , નવતર કાર્યો કરનાર શિક્ષકોની શોધ કરવાનું કામ ચાલે છે.આ કાર્ય અંતર્ગત અનેક શિક્ષકોની પસંદગી થઇ છે.એક શિક્ષક તરીકે આ

સરકારી શાળા...મારી શાળા...

Image
આધુનિક સમયમાં ખાનગી સંસ્થાઓ માત્ર પ્રચારને કારણે વિદ્યાર્થીઓ મેળવે છે.લોભામણી અને અતિશયોક્તિ ધરાવતી જાહેરાતોથી લોકોને પોતાના તરફ આકર્ષે છે.આમ પ્રચારને કારણે નાનાં શહેરોમાં પણ અસર જોવા મળી હતી.દિયોદર જેવા નાનાં નગરમાં છ ખાનગી પ્રાથમિક શાળાઓ હતી.લોકો પાસે અધધ...ફી પણ લેવામાં આવતી હતી.ખાનગી શાળા સામે સરકારી   શાળાનોઈ ઓળખ આપવાની જરૂરિયાત જણાતી હતી. સરકાર શ્રી ધ્વારા આપવામાં આવતી સુવિધાઓનો યોગ્ય ઉપયોગ કરવાની શરૂઆત કરી.ખાનગી શાળાઓની જાહેરાતો,ચોપાનિયા અને અંકો એકઠા કરી લીધા.દિયોદર પ્રાથમિક શાળા:૩ માટે આવીજ અને જાહેરાતો,ચોપાનિયા,સમાચાર અને અન્ય રીતે લોક સંપર્ક ધ્વારા શાળાની   ઓળખ ઊભી કરવામાં આવી.એક ખાનગી શાળા જેમ પોતાનીઓ સફળતાઓ ફોટા સાથે છાપે ભાસ,એવું   જ અમે કર્યું.જીલ્લા,રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મેળવેલ સિદ્ધિઓ સાથે શાળાનું બ્રોસર બનાવવામાં આવ્યું. શાળાની હાલની સુવિધાઓ અને જરૂરીયાત દર્શાવતા પોસ્ટરો અને બ્રોસર ધ્વારા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.શાળા પરિવાર અને ગ્રામજનોના સહયોગથી શાળાની કેટલીક મહત્વની સુવિધાઓ પૂર્ણ કરવામાં આવી.બીજા વર્ષે શાળાનાં બ્રોસરમાં દાતાઓનું નામ