વાહ રે ટાટા...
સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ ગયો.૧૨મી જાન્યુઆરી. આખા દેશમાં ધામધૂમથી ઉજવણી થઇ.દુનિયાના અનેક દેશોએ ઉજવણી કરી.સ્વામી વિવેકાનંદ માત્ર યુવાનોના જ નહિ.સમગ્ર વિશ્વના પ્રેરક વિવેકાનંદના વિચારો થકી આપણી અનોખી સંસ્કૃતિની ઓળખ છે.સ્વામી વિવેકાનંદના વિચારો અનેક વિધક્ષેત્રમાં આપણે સંભાળ્યા,વાંચ્યા કે અનુભવ્યા હશે.શિક્ષણમાં તેઓના વિચારો ક્રાંતિકારી હતા.સહજ અને સરળ જીવન જીવવાની તેમની કાયમી સલાહ રહેતી.એ જમાનામાં તેઓ ટેકનીકલ શિક્ષણ અને કન્યા કેળવણીના આગ્રહી હતાં.આજે આ પ્રકારનું કાર્ય કર્યું છે તેવું દર્શાવવા કરોડોનો તાયફો થાય છે. આજે પણ આપણા દેશમાં ટેકનીકલ શિક્ષણને મહત્વ આપવામાં આવતું નથી.ક્યાય થોડું કામ થયેલું જોવા મળે છે.એ વખતે વિવેકાનંદ ઉદ્યોગોને મહત્વ આપવાનું કહેતા. તે સમયના ઉદ્યોગ જગતના લોકોમાં પણ વિવેકાનંદની એક અનોખી છાપ હતી.તેમના મિશન જેવા કાર્યમાં અનેક વખત તેઓને ઉદ્યોગપતિઓનો સહકાર મળતો હતો.
સ્વામી વિવેકાનંદ ધર્મસભામાં અમેરિકા જવાના હતાં.તે સમયે વહાણ વડે મુસાફરી થતી હતી.આ જ  વાહનમાં જમશેદજી જાપાન જવા મુસાફરી કરવાના હતાં.આ સમયે બંને વચ્ચે મુલાકાત થઇ. જમશેદજી ટાટાને એક વખત વિવેકાનંદજી એ કહ્યું : ‘આપણે જાપાનની જેમ અનુશાશન અને વિજ્ઞાનપ્રિય બનાવું પડશે.આવું  થશે તો જ આપણો દેશ વિકાસ કરશે.’જમશેદજી અને સ્વામી વિવેકાનંદે જાપાનથી શિકાગો સુધી સાથે મુસાફરી કરી હતી.ત્યાં બંને પરિચયમાં આવ્યાં હતાં.ધર્મસભા પછી જમશેદજીએ સ્વામીજીને એક પત્ર લખ્યો.તેમાં જમશેદજીએ વિનમ્રતાથી લખ્યું કે સહયાત્રી તરીકે હું આપને યાદ હોઈશ.આપના વિચારો મને પડઘાય છે.લગભગ એક પાનના આ પત્રમાં જમશેદજીએ વિવેકાનંદજીની ધર્મસભાની સફળતા અંગે આશા વ્યક્ત કરી  હતી.સાથે તેમણે એક પુસ્તક પ્રકાશિત કરવા વિનંતી કરવામાં આવી હતી. જો સ્વામી વિવેકાનંદ તેમનાં વિચારોનું પુસ્તક લખેતો બધો જ પ્રકાશન ખર્ચ ભોગવવા જમશેદજી એ તૈયારી દર્શાવી હતી.અનેક એવા કાર્યોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યોમાં જમશેદજી સહયોગી થયા હતાં.
આવો  જ એક અનોખો પ્રસંગ છે.આ પ્રસંગ આધુનિક જમાનામાં જીવતાં સૌને લાગુ પડે છે.ફિલ્મો સાથે અને ફિલ્મી વાર્તાઓમાં જ જીવતાં અને જીવન શૈલી અપનાવતા સૌ માટે આ પ્રસંગ ઉપયોગી છે.આ એ સમયની વાત છે જયારે દિલીપકુમાર ભારતીય ફિલ્મ જગતમાં એક માત્ર યુવરાજ હતાં.આજે તો આ યુવરાજ બોલી પણ શકાતા નથી.ભારત સરકારે હમણાં થોડા દિવસો પહેલાં પદ્મ વિભૂષણ સન્માન આપી દિલીપકુમારને બિરદાવ્યા. દિલીપકુમાર માત્ર ખુરશીમાં બેઠાં હતાં.તે બોલી,સાંભળી કે સમજી શકતા નથી.અરે!તે એવોર્ડ આપનાર કે એવોર્ડને પણ ઓળખાતા ન હતાં.ભારતના ગૃહમંત્રી દિલીપકુમારને ઘરે જઈ ‘પદ્મવિભૂષણ’પુરસ્કાર આપી આવ્યાં.તે દિલીપકુમાર જયારે બોલી શકાતા હતાં.ત્યારે એક ઈન્ટરવ્યુંમાં તેમણે એક પ્રસંગ કહ્યો જે આપણે માટે અહીં રજુ કરું છું.વાત જાણે એમ બની કે દિલીપકુમાર હૈદરાબાદથી મુંબઈ વિમાનમાં મુસાફરી કરવાના હતાં.તે સમયે તેમની એવી જાહોજલાલી કે દિલીપકુમારને સૌ ઓળખે.દિલીપકુમાર વિમાનમાં આવ્યા.વિમાનના સૌ મુસાફરો તેમની તરફ આદરથી જોતાં હતા.વિમાનમાં આવી દિલીપકુમાર તેમની સીટમાં બેસી ગયાં.આસપાસના સૌ મુસાફરો દિલીપકુમાર ને જોવા ઊંચાનીચા થતાં હતાં. ફિલ્મસ્ટાર માટે આવું નવું નથી.દિલીપકુમાર પોતાની સીટમાં બેઠાં.તેમની બાજુમાં બેઠેલ વ્યક્તિ તરફ તેમનું ધ્યાન ગયું.માધ્યમ વર્ગીય પરિવારના વડીલ વ્યક્તિ જેવો પહેરવેશ.સાદા છતાં ચોખ્ખાં કપડાં. આ વ્યક્તિ છાપું વાંચવામાં વ્યસ્ત હતી.દિલીપકુમારના આવવાથી પ્લેનમાં થયેલ હલચલનો કોઈ ફેર આ વ્યક્તિ ઉપર વર્તાતો ન હતો.
થોડી વાર પછી દિલીપકુમારે નોધ્યું કે આ વ્યક્તિએ તેમની કોઈ નોધ લીધી ન હતી.હું દિલીપકુમાર તેની બાજુમાં બેઠો છું.આ વ્યક્તિ કશું જ બોલતી નથી.થોડી વાર પછી દિલીપકુમારે તે વ્યક્તિને કહ્યું ‘શું તમે ફિલ્મ જુઓ છો?’પેલી વ્યક્તિએ ટૂકમાં કહ્યું ક્યારેક જ.’દિલીપકુમારે કહ્યું: ‘હું ફિલ્મમાં કામ કરું છું.’સામેની વ્યક્તિએ કહ્યું: ‘એમ?તમે ફિલ્મમાં શું કામ કરો છો?’બસ,દિલીપકુમારે તે ઈન્ટરવ્યુંમાં કહ્યું કે મેં તે વ્યક્તિનો પ્રશ્ન સાંભળી તેમની સાથે બીજી કોઈ વાત જ ન કરી.તે વ્યક્તિ પણ છાપું વાંચવામાં મશગુલ થઇ ગયાં. સમય પસાર થયો.મુંબઈ આવી ગયું.ફ્લાઈટમાંથી ઉતરતા દિલીપકુમારે તે સાથી મુસાફર સામે હાથ ફેલાવી પોતાનો પરિચય આપતાં કહ્યું: ‘હું ફિલ્મસ્ટાર દિલીપકુમાર.’એક સહજ થી સામેની વ્યક્તિએ કહ્યું: ‘થેન્ક્સ,હું જેઆરડી ટાટા.એક સાદા અને સરળ વ્યક્તિત્વ.સામેની વ્યક્તિનું નામ ‘જેઆરડી ટાટા’ સાંભળી દિલીપકુમાર જાણે વિમાનમાં જ આવક બની ગયાં.
આપણા દેશમાં અનેક શાશકો આવ્યાં.દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો.હા,આજ સુધી એક માત્ર  ટાટા પરિવાર એક અનોખી છતાં સાથે દેશપ્રેમી પરિવારોમાં આગળ દેખાય છે.ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટા હતા ત્યારની આ વાત છે.કહેવાય છે કે તે સમયે પાકિસ્તાની લશ્કરને ટ્રક  ખરીદવાના હતાં.હજારો ટ્રકનો ઓર્ડર મળવાનો હતો.સર રતન ટાટા વિદેશમાં હતાં.પાકિસ્તાન સાથેના પ્રતિનિધિ મંડળને મળવા માટે સમય ફાળવવામાં આવ્યો હતો.ખૂબ જ મોટો ઓર્ડર મળવાનો હોઈ તૈયારીઓ પણ કરવામાં આવી  હતી.રતન ટાટા એવું જ જાણતા હતાં કે કોઈ પ્રતિનિધિ મંડળ તેમને મળવા આવવાનું છે.રતન ટાટા સીધા નિયત સ્થળે પહોંચી ગયા.અહીં આવીએ તેમણે જાણ થઇ કે પાકિસ્તાની લશ્કરને આ ટ્રક જોઈએ છે.રતન ટાટાએ ત્યાં જ પાકિસ્તાની  સેનાને ટ્રક ન આપવાની વાત જણાવી  દીધી હતી.દુશ્મન દેશને ટ્રક આપી કરોડો કમાવાને બદલે ટ્રક ન વેચી તેમણે દેશ ભક્તિનું અનેરું ઉદાહરણ આપ્યું હતું.
આજે ધર્મ ગુરૂ છે.હા, તે  પૈકી  કોઈ સ્વામી વિવેકાનંદ નથી.આજે ઉદ્યોગપતિઓ છે પણ ટાટા નથી.આજે ફિલ્મ અભિનેતા છે પણ દિલીપકુમાર જેવાં કોઈ નથી.આજના ધર્મ ગુરૂઓ સરેરાશ અપકૃત્યો માટે ટી.વી.કે ન્યૂઝ ચેનલોમાં આંતરે દિવસે દેખાય છે.ફિલ્મસ્ટાર પોતાની ફિલ્મના પ્રચાર માટે એલફેલ બફાટ કરે છે.કોઈએ મને ન ઓળખ્યો અને છતાં ન ઓળખાનારથી હું પ્રભાવિત થયો તેવું જાહેરમાં કહેનાર ફિલ્મસ્ટાર કેટલાં? શું કોઈ ઉદ્યોગપતિ નવા વિચારોના ફેલાવા માટે પુસ્તક પ્રકાશન કાર્યનું તમને યાદ છે?અને છતાં આપણે કહીએ કે ‘જમાનો પહેલાં જેવો નથી.’પણ અહીં એક પ્રશ્ન છે કે શું આપણે પહેલાં હતું એવું સરળ કરવા પોતાનામાં ફેરફાર લાવવા તૈયાર છીએ?એક સવાલ ...ફિર મિલેંગે.

Comments

Unknown said…
Nice thought..... Dr.+ Tr
Unknown said…
Nice thought..... Dr.+ Tr

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી