Posts

Showing posts from June, 2016

બિલ્લા મહારાજની જય.....

Image
  એક બિલાડી.તેને આગળ કોઈ નહિ.બિલાડીની પાછળ પણ કોઈ નહિ.બિલાડી એકલીહતી.બિલાડી જે ઘરમાં રહેતી હતી તે જ ઘરમાં એક ઉંદર પણ રહેતો હતો.એક દિવસની વાત તેઓ જે ઘરમાં રહેતા હતા તે ઘરમાં કથા વંચાવવાનું આયોજન કર્યું હતું.મહેમાનો પણ આવવાના હતા.મહારાજ પણ આવી ગયા અને તેમને કથાની વસ્તુઓ આમતેમ ગોઠવી દીધી. આ બાજુ ઉંદર આ બધું જોતો હતો.ઉંદર જે જોતો હતો એ બધું જ અને સાથોસાથ ઉંદરને આ બિલાડી જોતી હતી.બિલાડીને હતું જ કે આ ઉંદર બહાર આવશે.એ જેવો બહાર આવશે હું તેને પકડી લઇશ.થયું પણ એવું જ...થોડો સમય પસાર થયો.સૌ મહેમાનોની થોડી રાહ જોવામાં વ્યસ્ત હતા.ઉંદરડો એકદમ દોડતો આવ્યો.એ જેવો કુદીને ભગવા ગયો ત્યાં કથામાં ભગવાનના ફોટા વાળા પાટલાના આસન ઉપર જી પડ્યો.આગળ ઉંદર અને પાછળ બિલાડી.બિલાડી પણ થોડી વાર પછી એ જ પાટલીના મુખ્ય આસન કે પાટ ઉપર ચડી ઉંદર પાછળ ભાગતો થઇ ગયો. આ બાજુ કથાનું કામ તો સારું થયું. બધાને ગમ્યું. મહેમાન પણ આવીને  બધા જ ગયા.આ તરફ ઉંદર અને બિલાડી જ્યાં થાળીઓ ધોવાતી હતી તે તરફ ગયા.બંને ભૂખ્યા હતા.બંને થાક્યા હતા.તેઓ સામસામે બેસી ખાતા હતા.હા,કોઈ કોઈની નોધ લેતું ન હતું.થોડુક ખાધા પછી જોર આવતા ઉંદર

આત્મવિશ્વાસ: એક માત્ર સાથી અને સહયોગી.

Image
દરિયા કિનારે એક માણસ બેઠો  હતો.ચમચી જેવા આ પાત્રની મદદથી તે દરિયાનું પાણી ડોલમાં ભરતો હતો.એક ભાઈએ આ જોયું.તે આ માણસની પાસે ગયા.એ માણસ ચમચી જેવા પત્રની મદદથી પાણી ઉલેચતો હતો.આ જોઈ પેલા બીજા માણસે કહ્યું: ‘ભાઈ તમે શું કરો છો?’આ સવાલ સાંભળી તે કહે: ‘હું દરિયો ઠાલવું છું.’આ સાંભળી પેલાને નવાઈ લાગી.તે કહે: ‘ભલા માણસ...એમ કાઈ દરિયો થોડો ઉલેચાય?આ રીતે કઈ દરિયો ખાલી ન થાય.’આ સાંભળી દરિયાને ચમચીથી ઠાલવવા મથતો પેલો માણસ કહે: ‘જુઓ,આ પાણી મેં ચમચી વડે ભેગું કર્યું છે.આટલું પાણીતો દરિયામાંથી ઓછું થયું ને...!બસ,આ જ રીતે દરિયો ખાલી થશે જ થશે.’આ એક ઉદાહરણ છે.પણ આત્મવિશ્વાસ સાથે કરેલું કામ ક્યારેય નિષ્ફળ જતું નથી. ગાંધીજીએ અહિંસક રીતે આપણા દેશને આઝાદી અપાવી.એક અહિંસા એજ એમનું શસ્ત્ર હતું.આવા અનોખા શસ્ત્ર વડે દેશને આઝાદી અપાવવા માટે બીજું બધું ભલે હશે.હા,આત્મવિશ્વાસ વગર તો એ શક્ય નથી જ.પોતાનામાં શ્રદ્ધા હોય તો જ આત્મ વિશ્વાસ ઊભો થઇ શકે.ધીરજ અને પુરુષાર્થ આત્મ વિશ્વાસના બે મહત્વના જોડીદાર છે.કોઈપણ કામ ક્યારેય નાનું નથી.હા,કેટલીક વખત આપણે કામને નાનું કે મોટું બનાવીએ છીએ.જો કોઈ કામને મોટું માની

રાવણ એક વિદ્વાન વૈજ્ઞાનિક

Image
એ વાતમાં તો દિશાંત દોશી રાવણ છે.એટલે કે સંપૂર્ણ જાણકાર. રાજા રાવણ.અભિમાન તો રાજા રાવણનુંય નહોતું રહ્યું.સામે પક્ષે રામ રાજ્ય ચર્ચાનો મુદ્દો છે.રામનું રાજ્ય. આ વાત આવે એટલે રાવણની વાત યાદ આવે.સુખ સમૃદ્ધિ અને વૈભવ એટલે લંકેશ.તપસ્વી બ્રાહ્મણ અને શિવનો ઉપાસક. આજે રાવણ વિશે લખવાનું મન થયું.આ રાવણને આપણે ‘ગમે તેવો’ માનીએ.રાવણ ‘ગમે તેવો’ ન હતો.આધુનિક સમયમાં લોકો જે વિચારે છે.અમલી બનાવવા મથે છે તેવું રાવણ પણ વિચારતો હતો. થોડા દિવસો પહેલાં મારી કોલમમાં રાવણ અંગે લેખ લખ્યો હતો.કેટલાક મિત્રોએ ફોન કે મેઈલ ધ્વારા જાણ કરી.કેટલીક વિગતો વધુ મળી.'કહેવાય છે કે રાવણ લંકામાં સભા ભરતો અને તેના રાજ્યના લોકો સભામાં આવતા.આ સમયે લંકેશ રાજા રાવણ સભામાં આવનારનો ચહેરો જોઈ તેનો સવાલ કે ફરિયાદ સમજી જતો હોવાનું નોધવામાં આવ્યું છે. રાવણ એટલો તો દમદાર ખરો કે એ જમાનામાં તેની પાસે જ વિમાન હતું.રામ ધ્વારા નિર્માણ પામેલ પૂલ આજે પણ હયાત છે.બ્રહ્માંડમાંથી ફોટોગ્રાફ લઇ તેની સાથે આ પૂલને દર્શાવવામાં આવેલ હોય તેવા ડીઝીટલ ફોટોગ્રાફ પણ એક મિત્રે મોકલાયા. ભારતના કેટલાંક રાજ્યોમાં આજેય રાવણનું મંદિર છે.રાવણ પૂજાય

પ્રવેશોત્સવ: મિશન કે ફેશન?

Image
દરેક વ્યક્તિ શિક્ષણમાં પોતાના વિચારો આપે છે.સૌને વિચારો આપવાનું ગમે.કેટલાકના વિચારો આપણે સાંભળવા તૈયાર હોઈએ છીએ.કેટલાકનું વક્તવ્ય સાંભળવું પડે છે.એ વાત ચોક્કસ કે શિક્ષણ એ એક સામૂહિક જવાબદારી છે. આજે ગુજરાતમાં પ્રવેશોત્સવની તાડમાર તૈયારીઓ થઇ રહી છે.આવતી કાલથી ગુજરાતની ચોત્રીસ હજાર કરતાં વધારે શાળાઓમાં આ ઉત્સવની શરૂઆત થશે.મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ કાર્યક્રમમાં જોડાશે.લગભગ તમામ વિભાગના અધિકારીઓ પણ પ્રવેશોત્સવમાં જોડાશે. છેલ્લા એક દાયકાથી વધારે સમય થયો.આપણે પ્રવેશોત્સવ કરીએ છીએ.કેટલાક કારણો સામૂહિક જવાબદારી ધરાવતા આ કામને રાજકીય રૂપ આપે છે.ભારતમાં એક માત્ર ગુજરાત જ એવું રાજ્ય છે જેણે પ્રવેશોત્સવની શરૂઆત કરી.ગુજરાતને જોઇ અન્ય બે ત્રણ રાજ્યોએ પણ આ પ્રકારનો કાર્યક્રમ શરૂ કર્યા. થોડા નામ અને ફેરફાર સાથે પોતાના રાજ્યમાં અમલી પણ બનાવેલ છે.આ કાર્યક્રમની અમલવારીનો સાક્ષી બનવાની મનેય તક મળી છે. ગુજરાતમાં આ કાર્યક્રમ પ્રવેશોત્સવને નામે શરૂ થયો.આજે તેને આપણે ‘કન્યા કેળવણી મહોત્સવ’તરીકે ઓળખીએ અને ઉજવીએ છીએ.શ્રી નરેન્દ્ર મોદીના લાંબા સમયના આયોજન રૂપે કન્યા કેળવણી મહોત્સવ અને કન્યા કેળવ

ભારતમાં જેમને ફાવતું ન હોય તે જ વાંચે ...!

Image
ગુજરાત કરતાં અડધાથીય ઓછી જનસંખ્યા.માત્ર એક લાખ વીસ હજાર પાનસો ચાલીસ ચોરસ કિલોમીટર વિસ્તાર.આ દેશની કુલ વસ્તી અઢી કરોડ રૂપિયા.આ દેશનું નામ ઉત્તર કોરિયા.પાટનગરનું નામ અને સૌથી મોટું શહેર પ્યોંગપ્યોંગ. ૧૨૫ કરોડ કરતાં  વધારે ભારતીયો વચ્ચે સૈનિકોની સંખ્યા બાર લાખ છે. અઢી કરોડના આ દેશમાં પણ બાર લાખ સૈનિકો ધરાવતી સેના છે. અમેરિકાનું યુદ્ધ જહાજ અને સૈનિકોને પકડી રાખી માત્ર સૈનિક પરત કરનાર ઉત્તર કોરિયા.અમેરિકા જેવાં જગત જમાદારને ક્યારેય ન ગાંઠનાર ઉત્તર કોરીયાના આ શાષક એટલે ‘ કિમ જોંગ ઉન.’સામ્યવાદી વિચારક.સામ્યવાદી વિચાર ધારા ધરાવતાં સરમુખત્યાર સંચાલક.એક જ પરિવાર અહીં સરમુખત્યાર અને વહીવટદાર. થોડા સમય પહેલાં આ દેશે વિશ્વને જાણે ગભરાવી મુક્યું. આ નાનકડા દેશે હાઈડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવાનો દાવો કાર્યો.કેટલાકે તેની મશ્કરી કરી.કેટલાકે શક્યતાઓ દર્શાવી.ઉત્તર અને દક્ષિણ કોરિયા બંને બીજા વિશ્વ યુદ્ધ  પછી બે અલગ દેશ બન્યાં. કાયમ માટે પોતાની તાકાતને દર્શાવવા તૈયાર ઉત્તર કોરીયા વિશે કેટલુંક ન માની શકાય તેવું અહીં આપ જોશો.  આખી દુનિયામાં વર્ષ ૨૦૧૬ ચાલે છે.જયારે ઉત્તર કોરિયામાં વર્ષ ૧૦૫

વિશ્વ પર્યાવરણ દિવસનો ઈતિહાસ

Image
આજે આખી દુનિયામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.સૌ સાથે જોડાય છે.અને તેની ઉજવણી કરે છે.કેટલાય મિત્રોને તે અંગેની ચોક્કસ બાબતો અંગેની જાણકારી નહિ હોય.વાત છે વર્ષ ૧૯૭૨ની પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડયું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને "વિશ્વ પર્યાવરણ દિન'' તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું. આ બેઠકનો હેતુ પણ સ્પષ્ટ હતો.આ બેઠકને જનમાનસમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે - લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ તારીખ ૫મી જૂને વિશ્વ ભરમાં વિશ્વ પર્યાવરણ દિન'ની ઊજવણી કરવામાં આવે છે.  લક્ષ્યાંકો નિયત કરવામાંઆવે છે, વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે તે માટે પ્રારંભિક રીતે આયોજન થયું હતું.. વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુના પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં - વન્ય જીવજંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એના સમયમાં બન્યા. જે આજે શ

સત્રની શરૂઆત...૨૦૧૬

Image
શાળાના દરવાજાનું તાળું એક મહિનાની નિંદરમાંથી ઉઠશે, એ જાગતાંની સાથે... શાળાની દિવાલો,બારીઓ,અને તમામ બારણઓ....હળવાશનો શ્વાસ લે છે, ધૂળની ચાદર ઓઢીને ઉંઘી ગયેલો વર્ગ...અને વર્ગમાં રહેલ ચોપડીઓ,ટેબલ,ખૂરશી,પંખાઓના પાંખડાઓ પર ચોટી ગયેલી રફડી! આવી જ રફડી! તીજોરી ઉપર-નીચે,થપ્પો કરીને ગોઠેવેલી ખુરશીઓ વચ્ચેની જગામાં હશે!! કરોળીયાના જાળાં બધા ખૂણાઓને બંધક બનાવીને બેઠા હશે! બસ,દરવાજો ખૂલતાની સાથે, હવે,બધું બદલાશે... દરવાજો ખોલતા શિક્ષકને ગામનું એકાદ બાળક જોઈ જશે! પછી તો, સાહેબ આવ્યાના સમાચાર ગલીએ ગલીએ ફરી વળશે! ઘણા દિવસે 'સાહેબ' 'સાહેબ'ના અવાજો વાતાવરણમાં ભળશે! ફટાફટ!  બધું બદલાશે! વૃક્ષો નિરાંતનો શ્વાસ લેશે, ખાલી પડેલો રુમ તેના ફેફસામાં ઉલ્લાસ અને ઉમંગ ભરશે, શાંત પડેલી લપસણી,મેદાનની  ધૂળ,પાણીનોનળ,કંપાસ,નોટબુક,દફતર,લાદીઓ,નિ શાળના થાંભલા.....આ બધામાં જીવ રેડાશે.ફરી શરુ થશે!,,, પ્રવેશોત્સવ ની તાડમાર તૈયારીઓ સાથે.. બાળકો ના ભવીષ્ય નું ઘડતર કરવા... શરૂ થશે આપ ની પ્રિય શાળાઓ... સૌ સારસ્વત મિત્રો ને શરુ થતા શિક્ષણિક સત્ર ૨૦૧૬ના નવીન શૈક્ષણિક સત્રની શુભેચ્છા

બસ! આટલું જ યાદ રાખજો.

Image
આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થાય છે.આજથી કેટલાંક બાળકો બોર્ડની એક્ઝામ આપવાના ધોરણમાં હશે.કેટલાંક બાળકોએ બોર્ડની પરીક્ષા આપી દીધી હશે.ક્યાંક ઉત્સાહ હશે તો ક્યાંક ચિંતા હશે.આ બધા વચ્ચે આજે એક અનોખી વાત યાદ આવી.કશુક જોયું.કશુક વાંચ્યું.એક ભાઈ,તેમના બાળકને લઇ મને મળવા આવ્યા.મને કહે 'મારો છોકરો દસમાં ધોરણમાં નાપાસ થયો છે.હવે શું કરું?'મેં કહ્યું મને કેમ મળવા આવ્યા છો?મારી વાત સાંભળી તે કહે: 'આપ પુસ્તક લાખો છો,લેખક છો એટલે થયું આપણે મળું.મેં તેમને કહ્યું 'હુય આજથી ચોવીસ વર્ષ પહેલાં દસમાં ધોરણમાં નાપાસ થયો હતો.મારી વાત સાંભળી તે કહે તો સાહેબ હવે હું કોને મળવા જાઉં?મેં કહ્યું 'જે દસમામાં કે ક્યારેય કોઈ ધોરણમાં નાપાસ ન થયો હોય તેવી વ્યક્તિને માળો.' પછીતો મેં તેમને વાત કરી.સમજણ આપી.તેમને સંતોષ થાય તે રીતે વ્યવહાર કરી તેમને વિદાય આપી.તેમના ગયા પછી આ લખવા બેઠો. પરીક્ષાઓનો સમયગાળો વીતી ગયો છે અને હવે તમે તમારા બાળકોના પરિણામને લઈને ચિંતાતુર હશો. દિવસો આંગળીના વેઠે ગણાવા માંડ્યા હશે.ભવિષ્યના અનેક વિચારોમાં આપ સૌ ગરકાવ થઈ ગયા હશો. પણ કૃપા કરીને એટલું યાદ રાખો ક

વિશ્વ પર્યાવરણ દિવસ :૨૦૧૬

Image
આજે વિશ્વ પર્યાવરણ દિવસ.આ દિવસને આખા વિશ્વમાં ઉજવવામાં આવ્યો હશે.આજે જ નહિ કાયમ માટે આ દિવસની ઉજવણી ખાસ રીતે કરવામાં આવે છે.સૌએ આજે ઉજવણી કરી જ હશે.આવી ઉજવણીમાં ફોટોગ્રાફ અને પ્રેસનોટ ને વધારે મહત્વ આપવામાં આવે છે.મારા એક મિત્ર છે.ગુજરાતમાં ધારાસભ્ય છે.નામ નહિ આપું.આજે તેમની સાથે ફોન ઉપર વાત થઇ. વાત કરતાં કરતાં તે મને કહે: 'કોઈ પણ નેતા કે અધિકારી ધ્વારા રોપવામાં આવેલ છોડ મોટેભાગે ઉગતો નથી.'તેમની વાત પૂરી કરી તે કહે: 'મોટેભાગે એટલે અરે!!નથી જ ઉગતો.'મેં કહ્યું:'આજે તમે પણ વૃક્ષા રોપણ કર્યું હશે ને?'મારી વાત સાંભળી મને કહે: 'કર્યું તો ખરું,પણ...' હવે બીજી વાત... બનાસકાંઠા જીલ્લામાં થોડા વર્ષો પહેલાં 'અગિયાર લાખ,અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષો'એક સાથે રોપવામાં આવ્યા હતા.ડીસામાં તે વખતે એક જ સ્થળે અગિયાર હજાર વૃક્ષો રોપવા માટે દબાણ થયેલી જમીન ખાલી કરાવવામાં આવી  હતી.આજે તે જમીન ઉપર દબાણ નથી પણ વૃક્ષ પણ નથી. આમતો આપણે આજના દિવસની શુભેચ્છા.પણ માત્ર વાતો કર્યા કરવાને બદલે એકાદ વૃક્ષ ઉછેરવા પ્રયત્ન કરશો.આજે ચુકી ગયું હોય તો આવતી કાલે પણ કરી શ