આત્મવિશ્વાસ: એક માત્ર સાથી અને સહયોગી.
દરિયા કિનારે એક
માણસ બેઠો હતો.ચમચી જેવા આ પાત્રની મદદથી
તે દરિયાનું પાણી ડોલમાં ભરતો હતો.એક ભાઈએ આ જોયું.તે આ માણસની પાસે ગયા.એ માણસ
ચમચી જેવા પત્રની મદદથી પાણી ઉલેચતો હતો.આ જોઈ પેલા બીજા માણસે કહ્યું: ‘ભાઈ તમે
શું કરો છો?’આ સવાલ સાંભળી તે કહે: ‘હું દરિયો ઠાલવું છું.’આ સાંભળી પેલાને નવાઈ
લાગી.તે કહે: ‘ભલા માણસ...એમ કાઈ દરિયો થોડો ઉલેચાય?આ રીતે કઈ દરિયો ખાલી ન થાય.’આ
સાંભળી દરિયાને ચમચીથી ઠાલવવા મથતો પેલો માણસ કહે: ‘જુઓ,આ પાણી મેં ચમચી વડે ભેગું
કર્યું છે.આટલું પાણીતો દરિયામાંથી ઓછું થયું ને...!બસ,આ જ રીતે દરિયો ખાલી થશે જ
થશે.’આ એક ઉદાહરણ છે.પણ આત્મવિશ્વાસ સાથે કરેલું કામ ક્યારેય નિષ્ફળ જતું નથી.
ગાંધીજીએ અહિંસક
રીતે આપણા દેશને આઝાદી અપાવી.એક અહિંસા એજ એમનું શસ્ત્ર હતું.આવા અનોખા શસ્ત્ર વડે
દેશને આઝાદી અપાવવા માટે બીજું બધું ભલે હશે.હા,આત્મવિશ્વાસ વગર તો એ શક્ય નથી
જ.પોતાનામાં શ્રદ્ધા હોય તો જ આત્મ વિશ્વાસ ઊભો થઇ શકે.ધીરજ અને પુરુષાર્થ આત્મ
વિશ્વાસના બે મહત્વના જોડીદાર છે.કોઈપણ કામ ક્યારેય નાનું નથી.હા,કેટલીક વખત આપણે
કામને નાનું કે મોટું બનાવીએ છીએ.જો કોઈ કામને મોટું માનીને તેનાથી ડરી જઈએ તો?આવું
થાય તો કામમાં સફળતા મળતી નથી.ક્યારેક મળે
તોય મજા પણ આવતી હોતી નથી.
ગુજરાતની
વિશ્વપ્રસિદ્ધ નવલકથા એટલે ‘સરસ્વતીચંદ્ર’.આ નવલકથાને પૂર્ણ થતા ગોવર્ધનરામ
ત્રિપાઠીને વીસ વર્ષનો સમય થયો હતો.કેટલી
ધીરજથી તેમને આ કામ કર્યું હશે?કોઈ પણ કાર્ય વ્યક્તિની ધીરજની કસોટી માટે હોય છે.કામ
માટે ચમત્કારની શક્યતા કે ભરોસો રાખવાથી કઈ ન થાય.ચમત્કાર તો જ થાય જો આપડે આકરી
મહેનત કરતા હોઈએ.જન્મથી બહેરો ગ્રેહામ બેલ ટેલીફોનની શોધ કરી શક્યો.આપડે આજે આપણા
મોબાઈલમાં ગમતી રીંગ સેટ કરી શકતા
નથી.આત્મવિશ્વાસ જ વ્યક્તિને આગળ લઇ જાય છે.હા,ધીરજ અને સખ્ત પરિશ્રમ વગર આત્મ
વિશ્વાસ પ્રાપ્ત થતો નથી.પરીક્ષા વખતે સખત મહેનત કરનાર વિદ્યાર્થી જ આત્મ વિશ્વાસ
સાથે પરીક્ષામાં ધારેલું પરિણામ લાવી શકે છે.પરિશ્રમ વગર આત્મવિશ્વાસ સફળતા ન જ
અપાવે.
મજા ન પડે તો મિજાજ બદલું છું.આંખ ન
બદલું ભલે અવાઝ બદલું છું.
મારી કાસથી ન ગભરાય કોઈ તોફાન થી,હું
દિશા નહિ જહાજ બદલું છું.
Comments