ઍક જીંદગી...જીવતી વારતા...
કેટલાય વર્ષો ગયા. 1999માં શિક્ષક તરીકે જોડાયો. ત્યારે શાળામાં બાળકોને વાંચવામાં તકલીફ પડે.ખાસકરીને જોડાક્ષર વાંચવામાં તકલીફ પડે. એનો રસ્તો કર્યો. જોડાક્ષર વગરની વાર્તાઓ લખી. લખાતી ગઇ.પાઠ્યક્રમ આધારે વાર્તાઓ લખી.વર્ષ 2006માં મારી શાળાની પ્રવૃત્તિઓની નોંધ લેવાઈ.આઇઆઇએમ દ્વારા મારી પસંદગી સર રતન ટાટા એવોર્ડ માટે થઈ. પ્રોફેસર વિજય શેરીચંદ દ્રારા આ કામને પ્રોત્સાહન આપવામાં આવ્યુ.એ પછી તો શિક્ષણ સાથે જોડાયેલ વિવિધ કામ કરવાની તક મળી. વર્ષ 2008માં લીમ્કા બુક ઓફ રેકોર્ડ થી શરું થઈ 2014માં વર્લ્ડ રેકોર્ડ સુધીની સફર પૂરી થઈ. શ્રી અનિલ ગુપ્તા સર જોડે કામ કરતાં કરતાં સૃષ્ટિ સન્માન મળ્યું.વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સીટી દ્રારા માનદ ડોક્ટરેડની પદવી એનાયત થઈ. આ બધાં પાછળ ઍક માત્ર કારણ વાર્તા. બાળકોને ગમે એવી વાર્તા. છેલ્લાં કેટલાંક સમયથી આ વાર્તાઓ 90.4fm ઉપર રેકોર્ડ કરી. શ્રી અભિજીત જી અને શ્રી અનિકેત ઠાકર દ્વારા આ વાર્તાઓને માટે ખાસ લાગણી દર્શાવવામાં આવી.લગભગ 40 કરતાં વધારે વાર્તાઓ રેકોર્ડ કરી. આજથી આ વાર્તાઓ રેડિયો ઉપર નિયમિત પ્રસારિત થશે. 90.4 fm નાં ટેક્નિકલ સહયોગી શ્રી નરેશભાઈ ઠાકોર અને મારી