Posts

Showing posts from May, 2013

શિવાજી(જોડાક્ષર વગરની વાર્તા)

Image
શિવાજી આપણું ગૌરવ.આપણું અનોખું ગૌરવ.એક વિચારક અને એક અનોખા આગેવાન.આપણું ઘડતર કરનાર શિવાજીનું ઘડતર તેમની માતાને અભારી હતું.ઇતિહાસમાં શિવાજીનું હાલરડું આજે પણ આપણે ગૌરવ સાથે ગાઈએ છીએ.આ શિવાજી ખૂબ સારા અવલોકન કરનાર હતા.તેમની આસપાસનું જોઈ ખૂબ જ ઝડપથી તેનાં વિશે સમજી જતા.આવો જ એક બનાવ ઇતિહાસમાં નોધાયો છે.ઇતિહાસમાં નોધાયું છે કે , શિવાજી અને સુલતાન આદીરશાહ એક બીજા સામે લડતા હતા.જે વિજેતા થાય તેના હાથમાં રાજ આવે.એક બીજાને હરાવવા તેઓ બધું જ કરતાં હતા.આ સુલતાને નુંરખાનને તૈયાર કરી દીધો.આ નુંર્ખાનની મોટી જવાબદારી હતી.નુંરખાનની જવાબદારી શિવાજીને મારવાની હતી. શિવાજી પણ કઈ નાના લડવૈયા ન હતા.તે પણ પોતાનું બધું જ જોર લગાવીને લડતા હતા.સુલતાનને ખબર હતી .શિવજીને મારવા કોઈ કાચોપોચો માણસ ના ચાલે.નુરખાન પસંદ થયો.સુલતાને શરત કરી.જો તુ તારા ભાઈને મારે તો જ હું તને આ કામ આપું.પોતાના બાદશાહને રાજી રાખવા નુંરખાને એવું કરી દીધું. તેના ભાઈને મારી પોતાની વફાદારીની સાબિતી આપી.હવે આ નુરખાન ગયો શિવાજીના ગઢમાં. અહીં તે મરાઠાનો વેશ લઈને ફરતો હતો.મરાઠા બ

બધાને એ ગ્રેડ...

Image
ગુજરાત સરકાર ધ્વારા ગુણોત્સવનું આ ચોથું આયોજન છે.આ પહેલાં ત્રણ ગુણોત્સવ સંપન્ન થયા છે. ગુણોત્સવને સમજવા માટે ગુણોત્સવ કાર્યક્રમના વિકાસ અને આ કાર્યક્રમના વિશેષ ઉદ્દેશ્યને સમજીએ. ગુણોત્સવના માધ્યમથી બાળકો અને શાળાઓને બિરદાવવાનું આયોજન હતું. બાળકો , શાળાઓ અને શિક્ષકોના ગુણોને બિરદાવવા આવી શાળાઓ અને તેની શોધ કરી. શિક્ષણના વિકાસથી સમાજનો વિકાસ સાધવાનું પ્રેરક આયોજન અમલી બન્યું. પ્રથમ ગુણોત્સવમાં વાચન , ગણન અને લેખનની ચકાસણી થઇ. બીજી વખતના ગુણોત્સવમાં અર્થપૂર્ણ વાચન અને લેખનની ચકાસણી થઇ. ત્રીજી વખતના ગુણોત્સવમાં   અર્થગ્રહણ અને અભિવ્યક્તિની ચકાસણી થઇ.   આ વખતના ગુણોત્સવમાં.... સમાજ અને શાળાને સાથે જોડાવાનો ઉદ્દેશ્ય છે. સમજ પૂર્વકનું વાચન અને   વાચનનું અર્થઘટન ચકાસવાનો ઉદ્દેશ્ય છે. અભિવ્યક્તિ ધરાવતા સ્વતંત્ર લેખન અને તેના જ્ઞાનને ચકાસવાનો ઉદ્દેશ્ય આ વખતના      ગુણોત્સવમા રહેલો છે. लाओ   तुम्हारे   बच्चे....इंसान बना देंगे...!लोग पूजेंगे ऐसे महान बनादेंगे...! ગુણોત્સવની સાથે... ગુજરાતના તમામ શિક્ષકોનું મૂલ્યાંકન થયું છે. ગુજરાતની તમામ શાળાઓનું મૂલ્યાંકન

બસ્તી કે બચ્ચોકો નેશનલ એવોર્ડ...

Image
લાઓ તુમ્હારે બચ્ચે ઇન્સાન બનાદેગે , લોગ પૂજેંગે એસે  મહાન બનાદેંગે.        એક   છોકરી.ભણવામાં હોશિયાર.તેનું નામ ફેથ ગોન્ઝાલ્વિસ .તેવીશ વર્ષની ઉંમર.મધ્યમ વર્ગીય પરિવારની આ દીકરી.પરિવાર સાથે તે દિલ્હીમાં રહે.એ કૉલેજ જાય અને આસપાસ જોતી જાય.ફૂટપાથ પર ગરીબ બાળકો.ભીખ માંગતા આ બાળકો તેણે રોજ જોવા મળે.તેમને મદદ કરનાર પણ ક્યારેક જોવા મળે.આવા અનાથ બાળકોને તે જુએ.આવા જરૂરિયાત મંદોને મદદ કરતાં લોકો ને પણ તે જુએ.દાન આપનાર આવા બાળકોને   મદદ કરે.આ સામ્રગીમાં દાતા મીઠાઇ   , દવાઓ અને કપડાં આપે.ભણતાં છોકરાં ને ભણવા માટે ઉપયોગી સામગ્રી દાન આપનાર દાતા પણ હોય.કોઈ દાન આપતી વખતે ફોટા પડાવે.કેટલાક સમાચાર બનવાનો પર્યંત કરે.હા.બાળકોને તેમની મદદથી સહકાર મળે તે સાચું.ફેથ ગોન્ઝાલ્વિસને થતું.આ મદદ કરનાર ખરા.પણ કાયમ આ બાળકોને લોકોને મદદ મળે તે માટે બેસવાનું   ? પોતાની જરૂરિયાત માટે રાહ જોવાની ? કોઈની મદદને આધારે જ રહેવાનું ?   રોજ કૉલેજથી આવતા જતા ગોન્ઝાલવીસ આ જોતી અને મનમાં વિચાર કરતી. આમ કરતાં તેની કૉલેજનું ભણવાનું પત્યું.તે  ગૌરવપ્રદ  અને ઓળખ ધરાવતી દિ

જે.કૃષ્ણમૂર્તિનો જન્મ દિવસ અને MOTHERS DAY....

Image
माँ... तुम्हे हम क्या समजते हैं,क्या पता तुम्हे.!खुदाका दर न होता खुदा कहते तुम्हें...! આજે માતૃત્વ દિવસ.આજે માતાઓનો દિવસ.જેણે સૌને દુનિયા નિહાળવાની તક આપી.આ અદભૂત શક્તિનો દિવસ.આવા અનેક દિવસો ભારતીય સંસ્કૃતિમાં છે.કેટલાંક પશ્ચિમી સંસ્કૃતિમાં જોવા મળે છે.ત્યાંથી અહીં આવ્યાં છે. આ પૈકીના કેટલાંક દિવસોની ઉજવણી માટે આપણે સહમત કે અસહમત હોઈએ છીએ.હશે તે વ્યક્તિગત વાત છે. માતૃત્વ સાથે જોડાયેલ આ દિવસ મહત્વનો છે.આ દિવસે સૌ પોતાની માતાને શુભેચ્છા આપે છે.આપવી જ પડે. જુઓ, મોરારીબાપુ એક વખત બોલ્યા હતા કે એક મા ચાર દીકરાને રાખી શકે.પણ ચાર દીકરા એક માતાને સાચવવા વાર કાઢે.   હશે. દૈનિકપત્રો અને ઇલેક્ટ્રિક મીડીયાએ માતાના દિવસને અનેક રીતે દર્શકોને યાદ અપાવી.સીરીયલમાં મા અને   દીકરીનો અભિનય કરનાર કલાકારોએ ઇન્ટરવ્યું આપ્યા.કદાચ પૈસા લીધા કે પછી નવી ફિલ્મ કે સિરિયલનું પ્રમોશન કર્યું.માતાનો દિવસ ઉજવાયો ખરો. હું મારી માતાને શુભેચ્છા પાઠવીને આ લખું છું.મારા પરિચયમાં જે મહિલાઓ છે તેમને શુભેચ્છા પાઠવી ને લખવા બેઠો છું.મારે આજે એક વાર્તા લખીને મોકલવાની હતી.લખવા બેઠો અને એક મેસેજ આવ્યો.મેસેજ વ

આયોજન પંચ...

Image
જો જો આ વાતને એક વિસામો આપજો,વાંચીને આખી વાત , સાચી લાગણી માપજો. આયોજન પંચ દેશનું આયોજન તૈયાર કરે છે.આ લખનાર અને વાંચનાર પૈકી કેટલાયના ઘરની કિંમત ન હોય તેટલું મોઘું આયોજન પંચની ઓફિસનું શૌચાલય છે. ગરીબ દેશનો વિકાસ કરવાના આયોજન માટે કામ કરતા આયોજન પંચની કચેરીનું ૩૫.૦૦,૦૦૦ રૂપિયાનું શૌચાલય . આપણો દેશ લોકશાહી ધરાવે છે.દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો આ દેશ.જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ખૂબ પ્રશ્નો  હતા.આજે પણ તે જ પ્રશ્નો છે.કદાચ તેનું સ્વરૂપ બદલાયું છે.ગોરાઓની ગુલામીમાંથી આપણે સૌ છૂટ્યા.તે વખતે કહેવાતું  કે ભરત દેશ આજાદ થયો.આઝાદ દેશનું મહત્વ તે સમયે એટલા માટે હતું કે દુનિયાની તે સમયની કુલ વસ્તીનો છઠો ભાગ સંયુક્ત ભારતમાં હતો.સંયુક્ત ભારત વિષે આખો ગ્રંથ લખાયા છે.અહીં વાત કરવી છે.લોકશાહીના રાજાઓની. આયોજન પંચ.ભારતના વિકાસ માટેનું આ કેન્દ્ર.સરકારની નાની મોટી તમામ વ્યવસ્થા અને યોજનાઓ પાછળ આયોજન પંચ હોય છે.આ પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. અધ્યક્ષ તરીકે વડાપ્રધાન મનમોહનસિંહ છે.ઉપાધ્યક્ષ તરીકે મોન્ટેકસિંહ આહલુવાલિયા છે. બંધા

jivantshiksan....@

Image
ગરીબ હોવા છતાં અમીર છું.કારણ હું શિક્ષક છું. ગુરૂજી અને તેમાંય આધુનિક.બસ થયું.આધુનિકતાને આપણે કદાચ અન્ય રીતે જોઈએ છીએ.જોઈ પણ  શકીએ છીએ.અહીં મારો અર્થ છે.આધુનિક શિક્ષક એટલે બાળકો માટે સદાય તત્પર રહેનાર.આવાજ એક શિક્ષકની મહેનત એટલે જીવંત શિક્ષક.આ શિક્ષક એટલે કપિલ.અનિયતકાલીન મુખપત્ર પ્રકાશિત કરનાર.ભારતના બાળકોને તેમના અધિકાર સુધી પહોંચાડવા ખિસકોલી કર્મ કરનાર. મને ફેઈસ બુકમાં તેમણે લીંક મોકલી.મને કહે :બ્લોગ ઉપર આ લીંક આપો.' મને ગમ્યું. મે વાંચ્યું.થયું લાવ મિત્રોમાં શેર કરું.બસ લેપટોપ લીધું અને આપને અર્પણ કર્યું. આમ લખવા માટે તો  ખૂબ છે.પણ આપ જાતે જુઓ એ માટે એક લીંક આપું છું.બી ધ ચેન્જ ના વાચકોને આ ગમશે તેવી આશા.   http://www.jivantshiksan.blogspot.in/

અનોખી શાળા...

Image
આ શાળામાં છોકરાં ભણે... જીવતરનું સાચું ભાથું ભરે.... અંધ છોકરું હાજરી ભરે... વિકાલોંગ છોકરું દોડમાં જીતે... બહેરું છોકરું તબલાં વગાડે  ઓછું દેખતું ફોટા પડે.... અરે!આ શાળામાં અનોખા બાળકો ભણે છે.આ શાળામાં  CWSN ભણે છે. CWSN ને CHILD WITH SPEICAL NEED કહેવાય. આ માટે કહી શકાય કે ખાસ જરૂરિયાત વાળા બાળકો અહીં ભણે છે.આજ બાળકોની સાથે નોર્મલ બાળકો અભ્યાસ કરે છે.આવું   છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે.નવાઈની   વાત તો એ છે કે બન્ને પ્રકારના બાળકોને અહીં એક જ સાથે ભણાવવામાં આવે છે. “ કોન કહતા હૈ આસમાં મેં સુરાગ નહિ હોતા,એક પથ્થર તો તબીયત સે ઉછાલો યારો.” પૂના એક અનોખું શહેર.પૂના શિક્ષણનું હબ.હા ભાઈ મોટું કેન્દ્ર.અહીં શિક્ષણમાં ખૂબ કામ થાય છે.તેના ઉપર સંશોધન અને અમલીકરણ માટે અહીં વિશાળ તક છે.કહેવાય છે કે શિક્ષણમાં સારું વિચારનાર અહીં સારું કમાય છે.ખૂબ જ સારા લોકો અહીં be the change… ના સૂત્રને સાકાર કરે છે.તે માટે મથામણ કરે છે.કોઈ સારા નાણાં કમાય.કોઈ સારો વિચાર કમાય કે કોઈ સારા કર્મ કરે.જે સારું એ મારું.માનવ સ્વભાવને આ જ ગમે છે.આ જ માફક આવે છે.અહીં,પૂનામાં મારે જવાનું થયું.

ગમતાનો ગુલાલ...

Image
મે કશુક વાંચ્યું.તુરંત સામેથી જવાબ મળ્યો.આ લીંક સરસ છે.ઉપયોગી છે.આપણે ગમશે.મને ખૂબ ગમ્યું. વેકેશનમાં કશું ન થાય તો આ લીંક ખૂબ જાણકારી...મજા અને એવું ગણું બધું આપી જશે.વેકેશન હોય એટલે છોકરાં કશુક નવું માંગે.અહીં બધું નવું જ છે.એકદમ નવું.મોટાં અને નાનાં સૌને ગમે તેવું અહીં જોવા મળે છે. શ્રી સુરેશ જાની ખૂબ જ જહેમતથી કામ કરે છે.તેમણે બિરદાવવા કરતાં આપને લીંક મોકલવામાં મજા છે.આપ પણ જોઈને બીજાને આ બલાનંદ સુધી પહોંચાડશો.આપણે પણ મારા જેવો જ સંતોષ થશે.અહીં એક વાત એ પણ કરું કે આ કામ પાછળ શ્રી સુરેશ જાનીની ચીવટ અને ખંત આપણે ચોક્કસ વાંચવા મળશે. (૬ મે ૨૦૧૩) http://sureshbjani.wordpress. com   http ://hobbygurjari.wordpress.com/2013/05/06/games/

જવાબદારી ઓછી કરીએ....

Image
इन बच्चो के हाथो को चांद सितारे छूने दो.! दो चार किताबे पढके वो भी हम जैसे हो जाएंगे...! એવું કઈ રીતે બને કે શાળાનાં તમામ છોકરાંને એક જ સમયે પેશાબ લાગે ? શાળામાં એક જ સમયે પેશાબ પાણીની છૂટ આપવી તે કેટલે અંશે યોગ્ય છે? હા. એક વ્યવસ્થા માટે ઠીક છે.પણ તેમાં આપણી જો હુકમી ન  ચાલે. આમાં અક્કડ વલણ ના ચાલે.બાળકોનું જીવન અને તેની  સાથે જોડાયેલ કેટલાય મુદ્દા છે.તે દરેક મુદ્દા મહત્વના છે. આવા મુદ્દામાં યોગ્ય વ્યવસ્થા જરૂરી છે. હવે વેકેશન.છોકરાંને મજા.માવતરને કદાચ સજા.વેકેશનમાં બાળકો રમશે.આધુનિક જમાનામાં બાળરમતો પણ પોર્ટેબલ થઇ ગઈ છે.ફ્લેટમાં કે નાની સુધરાઈની શેરીમાં કે ગામના ઉબડ ખાબડ મેદાનમાં સ્કેટિંગ કરતુ છોકરું.સ્કેટિંગના નાના પૈડા ઉપર વેકેશનનો સમય કાપે છે. બાળરમતો બાળકના વિકાસનું અનોખું માધ્યમ છે.શારીરિક અને માનસિક સમતુલા માટે આ રમતો ખૂબ જરૂરી છે.બાળકોમાં સમૂહ ભાવના કેળવાય તેવી જો કોઈ જગ્યા હોય તો તે રમતનું મેદાન.એવી અનેક રમતો છે.આ રમતો આજે આપણને યાદ પણ નથી કે