બસ્તી કે બચ્ચોકો નેશનલ એવોર્ડ...

લાઓ તુમ્હારે બચ્ચે ઇન્સાન બનાદેગે,લોગ પૂજેંગે એસે મહાન બનાદેંગે.
      
એક છોકરી.ભણવામાં હોશિયાર.તેનું નામ ફેથ ગોન્ઝાલ્વિસ .તેવીશ વર્ષની ઉંમર.મધ્યમ વર્ગીય પરિવારની આ દીકરી.પરિવાર સાથે તે દિલ્હીમાં રહે.એ કૉલેજ જાય અને આસપાસ જોતી જાય.ફૂટપાથ પર ગરીબ બાળકો.ભીખ માંગતા આ બાળકો તેણે રોજ જોવા મળે.તેમને મદદ કરનાર પણ ક્યારેક જોવા મળે.આવા અનાથ બાળકોને તે જુએ.આવા જરૂરિયાત મંદોને મદદ કરતાં લોકો ને પણ તે જુએ.દાન આપનાર આવા બાળકોને  મદદ કરે.આ સામ્રગીમાં દાતા મીઠાઇ ,દવાઓ અને કપડાં આપે.ભણતાં છોકરાં ને ભણવા માટે ઉપયોગી સામગ્રી દાન આપનાર દાતા પણ હોય.કોઈ દાન આપતી વખતે ફોટા પડાવે.કેટલાક સમાચાર બનવાનો પર્યંત કરે.હા.બાળકોને તેમની મદદથી સહકાર મળે તે સાચું.ફેથ ગોન્ઝાલ્વિસને થતું.આ મદદ કરનાર ખરા.પણ કાયમ આ બાળકોને લોકોને મદદ મળે તે માટે બેસવાનું ?પોતાની જરૂરિયાત માટે રાહ જોવાની ?કોઈની મદદને આધારે જ રહેવાનું? રોજ કૉલેજથી આવતા જતા ગોન્ઝાલવીસ આ જોતી અને મનમાં વિચાર કરતી.
આમ કરતાં તેની કૉલેજનું ભણવાનું પત્યું.તે  ગૌરવપ્રદ  અને ઓળખ ધરાવતી દિલ્હીની કોલેજમાં થી તે ખૂબ સારા પરિણામ સાથે પાસ થઇ.ઘરમાં સૌને હતું કે હવે ફેથ ગોન્ઝાલ્વિસ સારી નોકરી કરશે.તેના મિત્રો તેની લાયકાત અને મેરિટને આધારે ખૂબ સારા પગારની નોકરી મળશે, ફેથ ગોન્ઝાલ્વિસ નોકરીમાં જોડાશે તેવી વાત કરતાં અને વિચારતાં  હતાં.
ફેથ ગોન્ઝાલ્વિસ હવે ભણવાનું ન હતું. કોલેજનું ભણવાનું પત્યું.તે ઘરથી બહાર જાય એટલે તે ગરીબ,અનાથ અને ઝૂંપડી  પટ્ટીમાં રહેતા બાળકોને શોધે.તેમની સાથે વાત કરે.વાર્તા કહે.તેમના નાખ કાપે.માથું ધોવા શેમ્પુ આપે.તેલની બોટલ આપે અને તેમને ચોખ્ખા કરે. તે હવે આવા બાળકોને શોધતી અને તેની મિત્રતા કરતી.થોડા જ દિવસોમાં ફેથ ગોન્ઝાલ્વિસ જોયું તો તેના શહેરમાં આવા ખૂબ બાળકો હતા.તેણે મનોમન આવા વિસ્તારના બાળકો માટે કશુક કરવાનું વિચાર્યું.અરે! વિચાર્યું નહિ પાકું કરી લીધું.તેણે જોયુંતો આવા બાળકો જીવન જીવવા અને તેની સાથે કદમ મિલાવવા મુસીબતોનો સામનો કરતાં હતાં. ફેથ ગોન્ઝાલ્વિસને થયું.આવા નાનાં બાળકો ભણતર અને અન્ય સુવિધા વગર જીવનનો સામનો કરે તો હું કેમ નહિ?
ફેથ ગોન્ઝાલ્વિસને ભણાવવાનો કે કેળવણીને લાગતો કોઈ અનુભવ ન હતો. ફેથ ગોન્ઝાલ્વિસ માનતી કે મને જે આવડતું હોય તે  જ હું બીજાને શીખવી શકું.ખૂબ બધા વિચારો પછી તેણે આવા બાળકોમાં સંગીતની મદદથી કશુક કરવાનું વિચાર્યું.ભારતના પ્રસિદ્ધ ભજનીક શ્રી અનુપ જલોટા.ભજન સંધ્યા કાર્યક્રમ વિશ્વ પ્રસિદ્ધિ પામ્યો.આપણા દેશના રાષ્ટ્રપતિ  ભવનમાં પણ ભજન સંધ્યાનું ભૂતકાળમાં આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની શરૂઆતમાં કહેવાયું કે संगीत है शक्ति इश्वर की...આ ઉપરાંત સંગીત વિષે ખૂબ જ કહેવાયું છે.અનુપ ઝલોટાના કાર્યક્રમમાં આ કાયમ કહેવાય છે. ફેથ ગોન્ઝાલ્વિસને संगीत है शक्ति इश्वर की...યાદ રહી ગયું.
ફેથ ગોન્ઝાલ્વિસનેઆ માટે પ્રયત્નો શરું કર્યા. તેણે આ બાળકોને લઇ એક સંગીત ગ્રુપ બનાવ્યું,આવા ભિખારી અને અનાથ બાળકોના સંગીત જૂથનું નામ આપ્યું મ્યુઝીક બસ્તી’.તેમને ફેથ ગોન્ઝાલ્વિસ સંગીત શીખવે છે.આ સંગીત એટલે રાગ...તેનું બંધારણ અને એવું બધું નહિ.બસ,બાળકને મજા પડે અને તે અભિવ્યક્ત થાય તેવી રીતે સંગીત શીખવ્યું.કોઈ બાળક ગાય...કોઈ ડોલ વગાડે...કોઈ ડબલાં લઈને બેસે...કોઈ એક ગીત ગાય અને બીજાં અભિનય કરે.નાચે કે ખૂશ થઇ પોતાની મસ્તીમાં મસ્ત રહે. ફેથ ગોન્ઝાલ્વિસને જોયું તો આ બાળકો આખા દિવસનો થાક ભૂલી જતાં .કેટલાક બાળકો આ કામની પૂર્વ તૈયારી પણ કરી રાખતાં.કચરો વીણતા ખાસ આવાજ આવે તેવી વસ્તુ તે સાચવી રાખતા. ફેથ ગોન્ઝાલ્વિસને આ બધું સાચવી સંગીતના સાધનો બનાવ્યા.થોડા સમય પછી આ બાળકો સરસ ધૂનો અને ગીતો બનાવી ગાવા લાગ્યા.તેમને ગીતો પણ લખ્યા.

આ બાળકોની મદદથી ફેથ ગોન્ઝાલ્વિસને દિલ્હી શહેરમાં મ્યુઝીક બસ્તીના બે કેન્દ્રો ઊભાં કર્યા.આજે
 મ્યુઝીક બસ્તીમાં એક, બે કે દસ નહિ ત્રણસો કરતાં વધારે બાળકો આવે છે.અનોખા સાધનો અને અનોખી રીતે સંગીત શીખે છે.આ સંગીતની વિશેષતા એ છે કે આ બાળકોના સંગીત કાર્યક્રમોનું આયોજન થાય છે.આ બાળકો ભારતના અનેક રાજ્યોમાં પોતાના શો કરે છે.
આ શો સફળ થયા.દેશ અને વિદેશમાં તેની નોંધ લેવાઈ.સોસીયલ નેટવર્ક જયારે આજે કૂદકે અને ભૂસકે વધે છે.એટલા જ સવાલો અને સમસ્યાઓ સોસીયલ નેટવર્કિંગને નામે વધ્યા છે.3G ના આ જમાનામાં.થર્ડ જનરેશન એટલે ઇનોવેટર્સ ,નવું કરનાર નવું વિચારનાર.આ 3G ના જમાનામાં  2G લોકો. 2G એટલે જેવું છે તેને જ જીવનાર,નીભાવીલેનાર.તે  કદાચ થોડું દાન કરી મદદ કરનાર. જયારે 1G  એટલે ના મદદ કરવી. ન કોઈને મદદ કરવા દેવી.આવા લોકો સોસીયલ નેટવર્કિંગ નો ઉપયોગ અયોગ્ય કે માત્ર ગંદા મનોરંજન માટે કરનાર 1G  છે.પોતાના બાળકને નેટ વાપરવાની ઉંમર માતા પિતા નક્કી કરે છે.ત્યારે આ તેવીશ વર્ષની ફેથ ગોન્ઝાલ્વિસ પોતાના કામ અને બાળકોના કૌશલ્યને આ સોસીયલ નેટવર્ક વડે દુનિયા સામે મુકે છે.

ફેથ ગોન્ઝાલ્વિસને મનમાં આ બાળકોનો એક મ્યુઝીકલ આલબંબ બનાવવાનું વિચાર્યું.આ અનોખા આલાબમ્બનો ખર્ચ અને બધું જ જાણે સોસિયલ નેટવર્કની મદદથી ગોઠવાઈ ગયું.આ બાળકોનો પહેલો મ્યુઝીકલ આલબંબ તૈયાર થયો.મક્કી ઓફ ધ રૂફ નામે આ પ્રથમ આલબંબ તૈયાર થયો. તેનો અર્થ થાય છે.એક બસ્તીનું કબૂતરઆ કબૂતરોના આલ્બમ્બને નેશનલ એવોર્ડ મળ્યો. આ બસ્તિના કબૂતરના આલાબમ્બની રચના અને તેના પ્રચાર પ્રસારથી પ્રભાવિત થઇ ઇન્ડિયન ડિજિટલ મીડિયા એવોર્ડ મળ્યો.
(૭ મે ૨૦૧૩)


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર