Posts

Showing posts from September, 2012

ઉણોદરી એટલે....?!?

Image
ગાંધીનગર અડાલજમાં ત્રિ મંદિર આવેલું છે. અહીં રહેવા જમવાની સગવડ પણ અફલાતુન.મંદિરની પાછળ ભોજનશાળા છે.અહીં લખ્યું છે ઉણોદરી જેવું કોઈ તપ નથી.ઉણોદરી શબ્દ જાણે માત્ર જૈન ધર્મ,જૈન સંપ્રદાય કે જૈન વિચારધારા સાથે જોડાયેલો લાગે છે. જૈનશાસનમાં તપનો ખૂબ જ પ્રભાવ છે.ભગવાન મહાવીરે તેમના ઉપદેશમાં બાહ્ય અને આંતરિક એમ બે પ્રકારના તપની વાત કરી  છે.અનશન,વૃત્તિ,સંક્ષેપ,રસ પરિત્યાગ,કાયકલેશ,સંલીનતા  અને છેલ્લું આંતરિક વ્રત એટલે ઉણોદરી. શબ્દકોશમાં આ શબ્દનો અર્થ છે પેટ ખાલી હોય તેવું ખાવું.એણે સીધી રીતે કહીએ તો પેટ ફદીનાખે તેવું ન ખાવું.આ શબ્દ પણ સ્પષ્ટ છે.એક સરસ સંસ્કૃત પંક્તિ છે. ” અનાત્મવત: પશુવત ભુંજતે યે અપ્રમાનત:રોગનીક્શ્યતે તે મૂંલં અજીર્ણ પ્રાપનુંવંતી હી. ” પાચનની પ્રક્રિયાને ન જાણનાર માત્ર રસ.સ્વાદ અને ગંધને આધારે જ ટેસડા સાથે ખાય છે.માપ વગરનું ખાય છે.ઉણોદરી વ્રત  થી શરીર સાફ,નીરોગી અને સ્વચ્છ રહે છે.માણસ કાયમ સ્ફ્રુરતીમાં રહે છે.આળસ તેને ક્યાંય નડતી  નથી.અને સતત સક્રિય રહેનાર જ  પોતાનો વિકાસ કરે છે.સફળ થાય છે. કોટક મહિન્દ્રાના ચેરમેન અને વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ માધુ કોટક મારા મહ

વિકલાંગ બાલિકાને માટે આશાનું કિરણ...

Image
વિજ્ઞાન- ગણિત પ્રદર્શન:૨૦૧૨ અહીં આપેલું ચિત્ર.THE GIRL WITH THREE LEGS નવલિકાનું મૂખ પૃષ્ઠ છે.ખાસ પ્રકારની  આ નવલિકા ખૂબ વંચાઈ છે.આ નવલિકા વિકલાંગ બાળકોને ધ્યાનમાં રાખીને લખાઇ છે.આવા પ્રકારની તે પ્રથમ નાવાલીકાનું ગૌરવ પણ ધરાવે છે.   ડીસાનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન:૨૦૧૨ રાણપુર ઉગમણાવાસ ખાતે યોજવામાં આવ્યું  હતું.ભૌગોલિક  રીતે ડીસાથી પૂર્વ દિશા તરફ આવેલું ગામ.રાણપુરમાં ત્રણ ભાગ.ઉગમણોવાસ,વચલોવાસ અને આથમણોવાસ.આ ત્રણેય ભેગા થાય  એટલે રાણપુર બને.તાલુકા કક્ષાનું  વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન અહીં હતું. કુલ બસો કરતાં વધારે કૃતિઓ આ પ્રદર્શનમાં હતી.તાલુકાના આ પ્રદર્શનમાં ઉદઘાટન પ્રસંગે આ વિસ્તારના દાતાઓનું સન્માન થયું.સૌએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું.હા,સૌથી ધ્યાન ખેંચે તેવી બાબતો પણ જોવા મ ળી. ઉદઘાટનની સાથે સાથે... ·           *      મહેમાનને બદલે વિદ્યાર્થીની ધ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. ·            *      આ વિદ્યાર્થીની રાણપુર ઉ.વાસ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. ·           *      આ દીકરીનું નામ કિંજલ ઠાકોર છે.તે અહીં પાંચમાં ધોરણમાં ભણે છે. ·            *      તેનું શરીર દિવ

અમૂલ અને વર્ગીઝ કુરિયન

Image
કેરલ રાજ્યના કોઝિકોડ ખાતે ૨૬ મી નવેમ્બર ૧૯૨૧ના રોજ એક છોકરાનો જન્મ થયો.આ છોકરાનું નામ વર્ગીઝ રાખવામાં આવ્યું.તેમના કુટુંબમાં કુરિયન અટક ચાલતી હતી.બસ આ છોકરાનું નામ થયું વર્ગીઝ કુરિયન.વર્ગીઝ એટલે સાથોસાથ વધનાર.અને હા આ છોકરો વધ્યો પણ ખરો.તેઓ ગુજરાત આવ્યા.અહીં આવી તેમણે પશુપાલકોને એકઠા કરી એક નાની દૂધ મંડળી બનાવી.આ મંડળીના સભાસદોને આર્થિક સદ્ધર કરી શકાય તેવા સતત પ્રયત્નો કર્યા. કામ નાનુંકે મોટું નથી.આવું કાયમ માનનાર અને સ્વામી વિવેકાનંદ અને ગાંધીજીને પોતાના આદર્શ માનનાર કુરિયન.ધીરેધીરે આ માળખામાં ધીરે ધીરે લોકો  અને દૂધ મંડળીઓ જોડાઈ.સચોટ વહીવટ અને ઈમાનદારી સાથે જીવનાર આ માણસે AMUL નામના એક માળખાને યોગ્ય રીતે  વિકસાવવા પ્રયત્ન કર્યો. સખત પરિશ્રમ અને નેક્દીલથી કરેલ કામનો કોઈ વિકલ્પ નથી.ધીરે ધીરે અમૂલ બ્રાન્ડ તરીકે વિશ્વમાં પ્રસિધ્ધી પામી.મારા અત્યાર સુધીમાં આ લેખના આટલા શબ્દોથી તેમને ઓળખાવવા શક્ય નથી.હા.હું તેમને એક બે વખત મળ્યો છું. ૨૬મી  નવેમ્બર ૧૯૨૧ ના રોજ જન્મનાર શ્વેત ક્રાંતિના પ્રણેતા વરગીસ કુરિયનનું ગઈ કાલે નિધન થયું.નડિયાદ ખાતે તેમણે સારવાર આપવા માટે ઇ જવામાં આવ્યા.અહ

પપ્પા હવે કદાચ ક્યારેય ચંપલ નહિ પહેરી શકો..

Image
એક છોકરો.તેનું નામ નરેશ.ભણવામાં હોશિયાર.ગમેતેમ કરીને સાયન્સ સાથે બારમું ધોરણ પાસ થયો.એમ.બી.બી.એસ.પુરૂં કર્યું.છોકરો સર્જનનું ભણતો હતો.કોઈક કારણથી તેની કોલેજની ફી ડબલ થઇ ગઈ.નરેશના પિતાજી સુરેન્દ્રનગરમા મજૂરી કરે.તેમણે એવું  નક્કી કર્યું હતું કે નરેશ સર્જન ન થાય ત્યાં સુધી પગમાં ચંપલ ન પહેરવા.આવું છેલ્લા કેટલાય વર્ષથી ચાલ્યું. ફી વધારો અને ગરીબી બન્નેની વચ્ચે આ નરેશને કશું જ ન સુજ્યું.તેણે તેના પપ્પાને જણાવ્યું કે હવે તમે ક્યારેય ચંપલ નહિ પહેરી શકો. ત્રણ વર્ષની ફી હતી તેમાં વધારો કરીને બાર લાખ કરનાર  સત્તાવાળાઓએ કદાચ નરેશનો ભોગ લીધો. નરેશે ગઈ કાલે ધાબા પરથી છલાંગ લગાવી.નરેશે તેનું જીવન ટુંકાવ્યું.ચંપલનો આજીવન ખર્ચ બચાવી તેના પિતાને મર્યા પછી પણ ઘર ખર્ચમાં મદદનું લાંબુ આયોજન વિચાર્યું.