Posts

Showing posts from August, 2016

દર્દી તરીકે બાળક હોય તો બધું જ મફત.

Image
આજથી અગિયાર વર્ષ પહેલાની વાત છે.વાત એમ બની કે એક છોકરીને હૃદયમાં કાણું હોવાનું નિદાન થયું.તેના બાપુજી ખેતરમાં મજુરી કરે.ગરીબ ઘરમાં આમ પણ જ્યાં બચતને નામે રોજની આવક કે મજુરી હોય ત્યાં આવી બીમારી આવે,બસ! પછીતો પત્યું.આ દીકરીને સરકારમાંથી સહાય મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી.એ વખતે આ દીકરી ભણતી ન હતી.શાળામાં ભણનાર વિદ્યાર્થીઓ માટેની સરકારશ્રી ની સુવિધાનો લાભ લેવા આ દીકરીને શાળામાં દાખલ કરવામાં આવી. કેશોદ તાલુકામાં એક સરકારી શાળામાં અભ્યાસ કરે.દીકરીની સરકારી તબીબ ધ્વારા ચકાસણી થઇ.આ દીકરીને દાખલ કરવા,તેની સારવાર અપાવવા અને અન્ય વ્યવસ્થામાં ખૂબ જ સમય પસાર થઇ ગયો.રાધા નામની આ દીકરીને બચાવી ન શકાઈ. *** આજથી બે ચાર વર્ષ પહેલાંની જો કોઈ આવી ઘટના હોય તો એમાં સરકારશ્રીની યોજનાને આધારે ખર્ચ કરવાનો થતો નથી.હા,બાળક શાળામાં ભણાતું હોય તે જરૂરી છે.અહીં બાળક માટે બધું જ મફત. ગામડાનો માણસ મજુરી કરીને કમાતો હોય તે દવાખાનામાં મજુરીય શું કરે અને કમાય પણ શું?એ કારણે ઓપરેશન ન થાય.બાળક સાથે આવનાર એકની તો વ્યવસ્થા થાય તે ખૂબ જ સારું કહેવાશે.પહેલાં રાહત દરે સારવાર.હવે મફત સારવાર થાય છે.ભવિષ્યમાં સાથે આ

શાકાહારી.....માંસાહારી....તૃણાહારી....અને ઈંડાહારી....

Image
આધુનિક સમયમાં સૌથી મોટી સમસ્યા કઈ?આ સવાલના અનેક જવાબ હોઈ શકે.પરંતુ સૌથી મોટો સવાલ એકે આપણે ધર્મ,જાતી પ્રદેશમાં વહેંચાયેલા છીએ.અરે!ગણપતિ મંડળ કે નવરાત્રી ઉપરાંત તાજીયા કમિટીના આયોજનમાં પણ ભાગ પડી જાય છે.ખોરાકની ટેવો કે વ્યવહારથી પણ વ્યક્તિ અલગ પડે છે.આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો એ છે ખોરાક.કોણ શું ખાય છે તે કરતાં કોને કોને ખાવા મળતું નથી તે વિકટ પ્રશ્ન છે. વિજ્ઞાન શિક્ષણમાં એવું શીખવાતું હતું કે શાકાહારી,માંસાહારી અને તૃણાહારી પ્રકારના જીવ હોય છે.આ બધા જ જીવ અંગે આપણે થોડું જાણીએ છીએ.થોડાક દિવસ પહેલાં એક અહેવાલ હતો.તેમાં નવા પ્રકારના માંસાહાર અંગે વિગતે લખ્યું હતું.વૈજ્ઞાનિક ઢબે કોઈપણ પ્રકારની જીવ હિંસા વગર માતાન તૈયાર થશે.શું તેને માંસાહાર કહી શકાય?જો બધા જ શાકાહારી થઇ જાય તો ખોરાકની અછત ઊભી થાય.મરેલા પશુ કે જીવનું માંસ વાગે ન કરીએતો રોગચાળો ફાટી નીકળે.જો આખી દુનિયા શાકાહારી થઇ જાય એવુય ન બને. આજકાલ શાકાહારી,માંસાહારી સાથે એક નવો શબ્દ ઉપયોગમાં આવ્યો છે.આ શબ્દનું નામ ઈંડાહારી.ઇન્દુ શાકભાજીમાં આવતું નથી.એને ખાનાર કહે છે કે ઇન્દુ માંસાહાર પણ નથી.ઈન્જેકશન વડ

હા,હું ગુજરાતની શિક્ષિકા

Image
એજ્યુકેશનલ ઇનોવેશન્સ બેંક અંતર્ગત ‘રવિ જે મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન’ આઈ.આઈ.એમ અમદાવાદ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ ભવન, ગાંધીનગર સાથે થયેલ એમ.ઓ.યુ. થયેલ છે. આ અંતર્ગત ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં નવતર પ્રવૃત્તિ કરનાર શિક્ષકોની કામગીરીને નોંધવાનું અને બીજા શિક્ષકો સુધી પહોચાડવા માટે પ્લેટફોર્મ પૂરું પડવાનું કામ હાથ ધરેલ છે. આ માટે નવતર પ્રવૃત્તિ માટે કાર્યરત મહિલા શિક્ષિકાઓની કાર્યશાળાનું આયોજન થાય છે. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ મહિલા શિક્ષિકાઓને શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલ નવતર પ્રવૃત્તિઓ સાથે જોડવા,તે અંગેની જાગૃત કરવા અને તેમણે આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી હોય તો તેને પસંદગી માટેની પ્રક્રિયામાં જોડવા માટે અને શાળા કક્ષાએ નવતર પ્રવૃત્તિ કરે. એજ્યુકેશનલ ઇનોવેશન્સ બેંક અંતર્ગત ‘રવિ જે મથાઈ સેન્ટર ફોર એજ્યુકેશનલ ઇનોવેશન’ આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે પોતે કરેલ કાર્યની વિગતોની નોધણી કરાવે અને ઇનોવેટીવ શિક્ષકોના નેટવર્કમાં જોડાય એવો ઉદેશ્ય રહેલો છે.પોરબંદર અને ભાવનગર જીલ્લામાં સફળતા પૂર્વક આ વર્ગો સંપન થયા છે. આ વર્કશોપમાં માટે આપની દ્રષ્ટીએ શિક્ષણમાં અને શાળામાં થોડું પણ સારું ક

ધ્વજ ફરકાવતાં પહેલાં ...

Image
દેશ આઝાદ થયો.આપણે આજે એના સૌથી મહત્વના અંગ વિષે વાત કરીશું.આવતા સોમવારે આપણે ધ્વજ ફરકાવીશું.ધ્વજ ફરકાવવા માટે ચોક્કસ નિયમો બનાવ્યા છે. ધ્વજ ફરકાવવા માટે ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્ઝ ઇન્સ્ટિટયૂશન’ દ્વારા રાષ્ટ્રધ્વજ માટે ઠરાવેલા ધોરણસરના ચિહ્નોવાળા રાષ્ટ્રધ્વજનો માટે માર્ગદર્શિકા આપવામાં આવી છે.ધ્વજ માટે 4:3નું પ્રમાણિત કદ નક્કી થયું છે. આ માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. ભારતીય ધ્વજ સંહિતા ૨૦૦૨ મુજબ ગણતંત્ર દિવસ અને સ્વાતંત્ર્યતા દિવસે ખાદીનો જ રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય છે. રાષ્ટ્રધ્વજની ઉપર કે તેની જમણી બાજુએ બીજા કોઈ પણ ધ્વજ કે સંજ્ઞા મૂકીન શકાય.બીજા ધ્વજ રાષ્ટ્રધ્વજની ડાબી બાજુએ જ મૂકી શકાય છે. એકથી વધુ  કરતાં વધારે પ્રકારના ધ્વજ હોય તો ધ્વજ ફરકાવવામાં પ્રથમ રાષ્ટ્રધ્વજને ઊંચો લેવાનો હોય છે.રાષ્ટ્રધ્વજને  સૌથી છેલ્લો નીચે ઉતારવામાં આવે છે.રાષ્ટ્રધ્વજને સીધો કે આડો ન ઉંચકાય.સરઘસમાં તેને લઈ જવાતો હોય ત્યારે જમણા ખભા પર ઊંચો રાખવો જોઈએ.રાષ્ટ્રધ્વજ કાઠી પર બારીએ કે કઠેળામાં મકાન પર મૂકવાનો હોય ત્યારે કેસરી રંગ ઉપર જ આવવો જોઈએ. રાત્રીના સમય પહેલાં રાષ્ટ્રધ્વજ ઉતારી લેવો જોઈએ . જ્યારે ર

બંસીલાલ વર્મા: ‘ચકોર’ ‘ચિત્રકાર અને લેખક ’ ઉત્તર ગુજરાતનું વૈશ્વિક ગૌરવ.

Image
કાર્ટૂન ની એક મજા છે.કશુક કહેવા માટે કશુક કહેવું એક રસપ્રદ શૈલી છે.મને કાર્ટૂન ગમે છે.મને કાર્ટૂન બનાવવા ગમે છે.લાંબો સમય સુધી ગુજરાતના મોટા કદના કે સ્થાનિક દૈનિક પત્રો સાથે કામ કર્યું.કશુક કહેવા માટે સરસ ચિત્રનો ઉપયોગ.ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર એટલે બંસીલાલ વર્મા.’ચકોર’ તરીકે આગવી ઓળખ ધરાવે.સમગ્ર ગુજરાત જ નહિ આખા દેશ અને દુનિયામાં તેમની અને તેમના કાર્ટૂનની કાયમ ચર્ચા ચાલતી. નરેન્દ્ર મોદીના વતન એવાં વડનગરમાં મેટ્રીકની પરીક્ષા પાસ કરી.૧૯૧૭ની ૨૩મી નવેમ્બરે જન્મેલ બંસીલાલ વર્મા ઉત્તર ગુજરાતનું રત્ન હતા.ચોટિયા ખાતે તેમનો જન્મ થયો હતો.અમદાવાદ વધુ સારું ચિત્ર શીખવા તેઓ આવ્યા હતા.લખનૌના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશન વખતે મુખ્ય ધ્વાર શણગારવાની જવાબદારી બંસીલાલે નિભાવી હતી.અનેક પુસ્તકોના ચિત્રો બનાવનાર અને જન્મજાત ચિત્રકાર કે જેમના ચિત્રો આજેય વિશ્વ પ્રસિદ્ધ મૈસુરની આર્ટ ગેલેરીમાં જોવા મળે છે.વર્ષ ૧૯૪૧માં આંતર રાષ્ટ્રીય મોન્ટ્રીયલ એવોર્ડ ચકોરને પ્રાપ્ત થયો હતો. ગુજરાતી બાળ સાહિત્યમાં નવીજ તરાહનું પ્રથમ પુસ્તક એટલે જાને પકડા પકડી.બાળકોને ગમી જ જાય એવો જાને ચિત્રનો લહેકો.ચિત્રની રચના.અરે