શાકાહારી.....માંસાહારી....તૃણાહારી....અને ઈંડાહારી....આધુનિક સમયમાં સૌથી મોટી સમસ્યા કઈ?આ સવાલના અનેક જવાબ હોઈ શકે.પરંતુ સૌથી મોટો સવાલ એકે આપણે ધર્મ,જાતી પ્રદેશમાં વહેંચાયેલા છીએ.અરે!ગણપતિ મંડળ કે નવરાત્રી ઉપરાંત તાજીયા કમિટીના આયોજનમાં પણ ભાગ પડી જાય છે.ખોરાકની ટેવો કે વ્યવહારથી પણ વ્યક્તિ અલગ પડે છે.આજે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો એ છે ખોરાક.કોણ શું ખાય છે તે કરતાં કોને કોને ખાવા મળતું નથી તે વિકટ પ્રશ્ન છે.
વિજ્ઞાન શિક્ષણમાં એવું શીખવાતું હતું કે શાકાહારી,માંસાહારી અને તૃણાહારી પ્રકારના જીવ હોય છે.આ બધા જ જીવ અંગે આપણે થોડું જાણીએ છીએ.થોડાક દિવસ પહેલાં એક અહેવાલ હતો.તેમાં નવા પ્રકારના માંસાહાર અંગે વિગતે લખ્યું હતું.વૈજ્ઞાનિક ઢબે કોઈપણ પ્રકારની જીવ હિંસા વગર માતાન તૈયાર થશે.શું તેને માંસાહાર કહી શકાય?જો બધા જ શાકાહારી થઇ જાય તો ખોરાકની અછત ઊભી થાય.મરેલા પશુ કે જીવનું માંસ વાગે ન કરીએતો રોગચાળો ફાટી નીકળે.જો આખી દુનિયા શાકાહારી થઇ જાય એવુય ન બને.
આજકાલ શાકાહારી,માંસાહારી સાથે એક નવો શબ્દ ઉપયોગમાં આવ્યો છે.આ શબ્દનું નામ ઈંડાહારી.ઇન્દુ શાકભાજીમાં આવતું નથી.એને ખાનાર કહે છે કે ઇન્દુ માંસાહાર પણ નથી.ઈન્જેકશન વડે રોજ ઈંડું લેવાય છે.આ અંગ્રેજી પ્રકારના ઈંડાને આખી જીંદગી કૂકડો અને કૂકડી સેવે તોય બચ્ચું ન આવે.હા,ઇન્જેક્શન વડે ઈંડું લાવવા માટે કૂકડી ચોક્કસ જોઈએ.એમ તો દૂધ માટે પણ ગાય,ભેંસ કે બકરીની જરૂર પડે જ છે.અરે!બટાકા ને તો કાપીને ટૂકડા કરો,વગારો ત્યાં સુધીય જીવતું હોય છે.
અહી લખવાનો ઈરાદો કોઈ ખાસ પ્રકારના આહારના પ્રચારનો નથી.હા,એક શિક્ષિત વ્યક્તિ તરીકે એ જાણવું જરૂરી છે કે આહાર ને ધર્મ સાથે ન જોડતાં તેની ઉપલબ્ધતા સાથે જોડવું જોઈએ.દક્ષિણ ભારતમાં ફરાર તરીકે માછલીની ચિપ્સ ખવાય છે.દરેક જાતિના લોકો જે ઉપવાસ કરે તે માછલીનો ઉપયોગ આપણા બટાકાની જેમ કરે છે.સવાલ છે જેવાન જીવવા માટેનો.શું આપણે એવું નથી સાંભળ્યું કે ભૂખને લેધે માં તેના બાળકને ખાઈ ગઈ હોય.માનવીની ભવાઈ કાઈ કાલ્પનિક કથા ન હતી.પણ ફરીથી કોણ શું ખાય છે તે કરતાં મહત્વનું છે કોને કશું જ ખાવા મળતું નથી.


'કોણે શું ખાધું એમ નહિ...કોને ખાવાનું નથી મળ્યું તે સવાલ છે.'

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી