અસરદાર સરદાર
વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ. સૌ તેમને સરદાર તરીકે ઓળખે છે.તેમનો જન્મ ૩૧ મી ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ થયો હતો.આખા દેશને અખંડ બનાવનાર આ શિલ્પીએ ૧૫ મી ડીસેમ્બર ૧૯૫૦ ના રોજ દેહ છોડ્યો.એક સરદારી યુગનો અંત આવ્યો.ગાંધીજી એ તેમને સરદારનું બિરૂદ આપ્યું હતું.આ બિરૂદ તેમને ૧૯૨૮ મા મળ્યું.બારડોલી સત્યાગ્રહની સફળતાએ તેમણે આ બિરુદ અપાવ્યું. માત્ર બિરૂદ મળવાથી કશું થતું નથી.ચોક્કસ વલણ કેળવાયેલું હોય તોજ કામ કરી શકાય.વલ્લભભાઈ પટેલ નાના હતા ત્યારથી જ એક નોખા સ્વભાવના હતા.દરેક બાબતે તેમનું વલણ સ્પષ્ટ હતું.આવી અનેક બાબતો પૈકી કેટલીક વાતો આપણે અહીં જોઈશું. જતો રહું છું... વલ્લભભાઈ ભણતા હતા તે સમયની આ વાત છે.ગણિતના શિક્ષક કોઈ દાખલો કરાવતા હતા.કોઈ રીતે આ દાખલાનો જવાબ બેસતો ન હતો.વલ્લભભાઈ એ ઊભા થઈને સાહેબને પૂછ્યું: ‘તમને આ દાખલો નથી આવડતો?’આ પ્રશ્ન સાંભળી શિક્ષક ચિડાયા.શિક્ષક કહે: ‘તને આવડતો હોય તો તું જ શીખવ ને...તું જ શિક્ષક થઇ જા.’ જરાપણ રાહ જોયા વગર વલ્લભભાઈ એ આ દાખલો બેસાડી દીધો.દાખલો કરી લીધા પછી પોતાની જગ્યાએ આવીને બેસવાને બદલે તે શિક્ષકની ખુરશી પર જઈને બેસી ગયા.શિક્ષક ખીજાયા.તેમણે હેડમાસ્તરને ફરિયાદ કરી.હેડમ