સમાન સિવિલ કોડ



રાજ્યના તમામ નાગરિકો માટે વિવિધ વિસંગતતા દૂર કરવા સાથે એક કાંકરે અનેક પક્ષી મારવાનો આ ઉત્તમ દાવ ભાજપ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.

એક તરફ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત કરવાના જાણે કલાકો બાકી રહ્યા છે. બધા જ રાજકીય પક્ષો મતદારોને લોભવવા માટે અનેક વિધ તરકીબો સામે લાવી રહ્યા છે. રાજકારણ સાથે જોડાયેલને વેકેશન હોતું નથી. આમ છતાં દિવાળીની રાજાઓ સમયે કેજરીવાલે હિન્દૂ મતદારોને રાજી રાખવા માટે ખાસ જાહેરાત કરી. ભારતની ચલણી નોટો ઉપર ગાંધીજી ઉપરાંત ગણેશ અને લક્ષ્મીજીનો ફોટો મુકવાનો તગલખી વિચાર અમલી કરવા કેન્દ્ર સરકારને ભલામણ કરતો પત્ર લખ્યો.

ગુજરાતના મતદારો છેલ્લા અનેક વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ને વિજય માળા પહેરાવતા રહ્યા છે. ચૂંટણીની આચાર સંહિતા જાજેર થાય પછી આવી કોઈ જાહેરાત થઈ શકતી નથી.કદાચ ભુપેન્દ્ર પટેલની  છેલ્લી કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે સમિતિ બનાવવાની જાહેરાત કરી. આ જાહેરાત થકી ભાજપે કેજરીવાલ ને સીધાદોર કરી દીધા છે. લક્ષ્મીજી અને ગણેશના ફોટા કરતાં સમાન સિવિલ કોડ થકી ભાજપે એના કાયમી મતદારો અને એન્ટી ઇન્કમબન્સીથી થોડે દૂર જનાર ને પણ સાથે લાવી દીધા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયું છે કે, હાઇકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં આ સમિતિનું નિર્માણ થશે. આ સમિતિમાં ચારથી પાંચ સભ્યોને નિમણૂક આપવામાં આવશે. આ સભ્યો નક્કી ભજપાની ફેવર વાળા જ હશે એ નક્કી છતાં સમાન સિવિલ કોડના અમલની વાતથી જ ગુજરાતના રાજકારણમાં નવો રંગ નજીકના દિવસમાં જોવા મળશે.

આ વાતને સરળતાથી સમજવા માટે કહી શકાય કે ભારતના નાગરિકો માટે ક્રિમિનલ કાયદા સમાન છે પરંતુઆ જ નાગરિકો ધર્મ કે જાતિને આધારે સિવિલના કાયદામાં વિવિધતા જોવા મળે છે.કેજરીવાલના હિન્દૂ કાર્ડ સામે આ હુકમનો એક્કો સાબિત થશે એમ કહેવું ખોટું નથી.

રાજકીય પક્ષો ભલે આ અંગે વિવિધ નિવેદન કરતા હોય. આ બાબતને ગેર બંધારણીય કહેતા હોય પણ, કાયદાના જાણકાર લોકો કહે છે કે બંધારણમાં શિડયુલ ચાર ને આધારે કલમ ચુંમાલિસની જોગવાઈઓ સામે રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોઈ ગમેતે કહે પણ આવનારી સરકાર ભાજપની હશે અને સરકાર બને એટલે તુરંત જ આ અંગે કમિટી સક્રિય થઈ ઝડપી આ કામ પૂર્ણ કરશે એવું અંદખાનેથી જાણવા મળે છે.

મતદાન થાય એ પહેલાં ગોઠવણ મુજબ ભાજપના નેતાઓ એક સાથે એ પણ બોલતા થયા છે કે આને કારણે આદિવાસીઓના બંધારણીય અધિકારોને અસર થાય એમ નથી.આદિવાસીઓને બંધારણમાં વિશેષાધિકાર આપવામાં આવ્યા છે. આ અધિકારો જળવાઈ રહે તે રીતે સમાન સિવિલ કોડને આગળ વધારવામાં આવશે એવું આજે ભાજપના નેતાઓ જાહેરમાં કહેતા અને સવાલ ન કરાયો હોય તોય કોઈ ઓન જવાબ આપતાં આપતાં આ અંગે સ્પષ્ટતા કરી રહ્યા છે.

અહીં જોવા જઈએ તો ગોવા જેવા નાના રાજ્યમાં આ કાયદો અમકી છે.ઉપરાંત હિમાચલ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં હાઈ પ્રોફાઈલ સમિતિની રચના કરી દેવામાં આવી છે. હા, એ નક્કી કે આ બંને રાજ્યોની સમિતિ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં નીમવામાં આવેલ છે. આ અંગે કેટલાક રાજકીય પક્ષો ધીરે અવાજે કહેતા થયા છે કે હાઇકોર્ટના સંભવિત ભાજપાઈ વિચારધારા ધરાવનારને આ સમિતિમાં અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે. શું થશે? કોણ અધ્યક્ષ બનશે અને ક્યારે શું થશે એ પછી ખબર પડશે પણ હાલ તો ભાજપના ચૂંટણી લડાવતા આગેવાનોએ આ મુદ્દે પહેલ કરી સૌને ચોંકાવી દીધા છે.

વર્ષ:2014 પછી એક ભારત શ્રેષ્ઠ ભારતની સાથે સૌનો સાથ અને સૌનો વિકાસ સૂત્ર જાણે સાર્થક કરવાના હેતુ સાથે ભાજપે આ જાહેરાત કરી છે. તીન તલાક અને ત્રણસો સિત્તેરની કલમ દૂર કર્યા પછી ભાજપની પ્રયોગશાળા સમાન ગુજરાતમાં ચૂંટણી સમયે થયેલ જાહેરાત ભાજપને સારું પરિણામ અપાવશે કે અન્ય પક્ષો દ્વારા આની સામે કોઈ નવો અખતરો કરશે એ જોવું રહ્યું. છતાં એ નક્કી કે આ વખતની ચૂંટણી માત્ર ગુજરાત જ નહીં સમગ્ર દેશ માટે કેન્દ્રસ્થાને રહેશે એ હવે નક્કી થતું જાય છે.

Comments

nishita said…
I agree with you sir. may be bjp was also testing in gujarat whether they get majority after UCC announcement. and now it’s clear.. lets wait when it applies.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી