Italiyan opera music
એક અનોખો સંગીત પ્રકાર... ઓપેરા એટલે સંગીત.આ સંગીતની સાથે જ ચોક્કસ નિયમો સાથેનો અભિનય પણ હોય.આમ ખાસ સંગીત અને અભિનયનો સંગમ એટલે ઓપેરા.ઈટાલી એટલે અનોખી સંસ્કૃતિનો પ્રદેશ.ઇટાલિયન ઓપેરા ઇન મ્યુઝિકના નામ પરથી આ કલાનો વિકાસ થયો હોઈ તેણે ઓપેરા સંગીત કહેયાય છે.આ કળા પણ સંગીતની ભાષામાં લખાયું છે.તેનો અભ્યાસ કરવો એટલે જ ખૂબ કપરો છે.તેણે સમજવામાં ખૂબ મુશ્કેલી વરતાય છે. ગ્રીક નાટકોને જીવતા કરવા અને તેના બચાવ માટે આ પ્રકારની શોધ થઇ.૧૫૮૨માં ગ્રીક નાત્યને પુનર્જીવિત કરવા અનેક લોકો જોડાયા હતા.આ પ્રકારમાં શબ્દો અને સંગીત બધું જ હતું.સૌથી પહેલું ઓપેરા હતું ડોફની.૧૬૦૭માં રજુ થયેલું ઓરફીયો હજુ આજે પણ એવુંજ ભજવાય છે.૧૬૩૭માં દુનિયાનું પહેલું ઓપેરા હાઉસ બન્યું હતું.આજે પણ તેનું ગૌરવ અકબંધ છે.ઇતલીમાથી ઓપેરા ફ્રાંસ અને જર્મનીમાં ફેલાયું.રોસીની,વરદી,પુસીની,મોઝાર્ટ,વેગનર ઉપરાંત ગ્લીકા અને ચેકોસકી પણ એક નામ અને ઓળખ ધરાવે છે.બોરોદીન અને રીજ્સકી કોરસ્કાકોવ આ બધામાં વિશેષ સ્થાન શોભાવે છે.