શિવાજીની સમજ...
શિવાજી આપણું ગૌરવ.આપણું અનોખું ગૌરવ.એક વિચારક અને એક અનોખા આગેવાન.આપણું ઘડતર કરનાર શિવાજીનું ઘડતર તેમની માતાને અભારી હતું.ઇતિહાસમાં શિવાજીનું હાલરડું આજે પણ આપણે ગૌરવ સાથે ગાઈએ છીએ.આ શિવાજી ખૂબ સારા અવલોકન કરનાર હતા.તેમની આસપાસનું જોઈ ખૂબ જ ઝડપથી તેનાં વિશે સમજી જતા.આવો જ એક બનાવ ઇતિહાસમાં નોધાયો છે.ઇતિહાસમાં નોધાયું છે કે,શિવાજી અને સુલતાન આદીરશાહ એક બીજા સામે લડતા હતા.જે વિજેતા થાય તેના હાથમાં રાજ આવે.એક બીજાને હરાવવા તેઓ બધું જ કરતાં હતા.આ સુલતાને નુંરખાનને તૈયાર કરી દીધો.આ નુંર્ખાનની મોટી જવાબદારી હતી.નુંરખાનની જવાબદારી શિવાજીને મારવાની હતી.
શિવાજી પણ કઈ નાના લડવૈયા ન હતા.તે પણ પોતાનું બધું જ જોર લગાવીને લડતા હતા.સુલતાનને ખબર હતી .શિવજીને મારવા કોઈ કાચોપોચો માણસ ના ચાલે.નુરખાન પસંદ થયો.સુલતાને શરત કરી.જો તુ તારા ભાઈને મારે તો જ હું તને આ કામ આપું.પોતાના બાદશાહને રાજી રાખવા નુંરખાને એવું કરી દીધું. તેના ભાઈને મારી પોતાની વફાદારીની સાબિતી આપી.હવે આ નુરખાન ગયો શિવાજીના ગઢમાં.
અહીં તે મરાઠાનો વેશ લઈને ફરતો હતો.મરાઠા બની તે શિવજીની સેનામાં પણ જોડાઈ ગયો.આ અગાઉ પણ શિવાજી ઉપર હુમલા થયા હતા.તેમના સૈનિકો આ બાબતે ખૂબ જ તૈયાર રહેતા.શિવાજીને કોઈ પણ માણસ સીધો મળી શકતો ન હતો.નુરખાન થોડા સમયમાં શિવજીની નજીકમાં રહેતો થઇ ગયો હતો.
એક દિવસની વાત છે.શિવાજી તેમના રહેઠાણમાં આરામ કરતાં હતા.રાત અડધી થઇ હતી.શિવાજી હતા તેની આસપાસ ભારે ચોકી પહેરો હતો.કોઈ જઈ શકતું ન હતું.અહીં નુંરખાનની ચોકી હતી.આજે શીવાજીની ચોકી કરવાની તેની જવાબદારી હતી.આજે તે શિવજીને મારવાનો હતો.આજે તે ધારે તેમ કરી શકે તેવું હતું.રાત વધતી હતી.નુરખાન પણ જાણતો હતો.જો તે શિવજીને મારી ના શકે તો.....તે ખૂબ ડરતો હતો.નુંરખાનનો ડર સાચો હતો.જોતે શિવજીને ના મારે તો...સુલતાન આદીરશાહ તેને મારી જ નાખવાનો હતો.
નુરખાન ધીરે ધીરે શિવાજી હતા તે તરફ વધતો હતો.તેના હાથમાં ખંજર હતું.તે એકદમ ઝડપથી આગળ વધતો હતો.તેણે એકદમ ખંજરથી હુમલો કરી દીધો.એક વાર....બે વાર....ચાર વાર....ખંજર વાગતું ગયું.નુરખાન પૂરી તાકાતથી ખંજર મારતો હતો.એટલામાં પાચળથી શિવાજી આવી ગયા.શિવાજીએ તેને રોકી દીધો.
હવે???
શિવાજીએ તેને કહી દીધું:મને ખબર હતી કે તુ મને મારવા ફરે છે.મારા સૈનિકોમાં મુસલમાન નથી છતાં ભાઈ તુ મુસલમાન છે.નિયમિત નમાઝ અદા કરે છે.તુ મને મારવા નથી માગતો...તારી પાસે કોઈ મને મરાવવા માંગે છે.શિવાજી બોલતા હતા.નુરખાન એકદમ રડમસ થઇ ઊભો હતો.તેણે તો શિવાજી મારે કે સુલતાન.તેનું મરવાનું હવે પાકું દેખાતું હતું.શિવાજી જોરથી બોલતા હતા:તુ મુસલમાન છે તેવું તો હું જાણતો જ હતો.'આ વાત ચાલતી હતી.નુરખાન કહે:તમને કઈ રીતે ખબર પડી કે હું નમાજી છું?'શિવાજી કહે:નિયમિત નમાજ અદા કરનારને કપાળમાં ચાંમડી ગસાઈ જવાથી ડાગ દેખાય છે.આવા ડાગ મેં જોયા હતા.મરાઠાઓને નમાજ અદા કરવાની ના હોય.નુરખાન ગભરાતો હતો.તેણે પરસેવો થતો હતો.
નુરખાન કહે:'મારી પર હુમલા વખતે તમે મને કેમ બચાવી લીધો?તમે મને કેમ આ રીતે બે ચાર વખત બચાવી લીધો?શિવાજી કહે:'તુ મને મારવા ફરતો હોય પણ મારાથી તને મરવા ના દેવાય.'આમ વાત ચાલતી હતી.શિવાજી નુંરખાનને કહેતા હતા:તુ ખરાબ નથી...તને છેતરનાર ખરાબ છે.તુ નમાજી માણસ છે.મને હજુ તારી તાકાતમાં ભરોસો છે.'અનેક મરાઠા લડવૈયા હોવા છતાં નુરખાન શિવજીનો અતિ નજીકનો સાથી બનીને ઇતિહાસમાં અમર થયો.
(જાગૃતિ પંડ્યા એ આપેલ મુદ્દા પરથી જોડાક્ષર વગરની વાર્તા.૨ ફેબ્રુઆરી ૨૦૧૨)
Comments