Posts

Showing posts from August, 2012

સગુણા ફાઉંડેશન અને આપનો સાથ...

Image
મધુ . ભણવામાં હોશિયાર . ખૂબ જ કામગરી અને કામણગારી . કોઈ મધુને જુએ . બસ ! તેને જોતા જ રહેવાનું મન થાય . મધુ ને જોઈ સૌ ખૂશ થાય . હા તેને જોઈ કોણ ખૂશ થાય છે તે મધુ ન જોઈ શકે . મધુ   જન્મી ત્યારથી   જ અંધ હતી . કુદરત જ દુશ્મન હોય પછી પૂછવું જ શું ? મધુના ઘરમાં કુલ પાંચ જીવ . મધુથી નાનાં ભાઈ અને બહેન . બધાં જ અંધ . તેના પપ્પા અને મમ્મી શાકભાજીની લારી ચલાવે . આ છોકરીને કોણ ભણાવે ? આ છોકરીને ભણાવવાની જવાબદારી એક બેને લીધી . છોકરી ભણી . તેને સંગીત વિશારદ કરાવ્યું . એક દિવસની વાત છે . હું એક કાર્યશાળામાં હતો . હું બોલતો હતો . મધુ મારો   અવાજ સાંભળીને મને મળવા આવી . મેં તેને જોઈ . મારું કામ પત્યું . હું મધુને મળવા ગયો . અમે બે વર્ષ પછી મળ્યા . મને કહે :’ હું અત્યારે નોકરી કરું છું . હવે મારા બાપુજી શાકની   લારી લઈને ફરતાં નથી . તેનાં ભાઈ - બહેન આજે   સંગીત વિશારાદનું   ભણે છે . આજે સખેદ નોધા લઈશ કે તેને ભણાવવા અમે બે ચાર મિત્રોએ મદદ કરી . મધુ કહે : સાહેબ આવાં બીજો છો

ભારત દુનિયાની મહાસત્તા...

Image
આપાણા દેશની આઝાદિને પાંસઠ વર્ષ થયાં.આજે  જે સુવિધા અને સુખ ભોગવીએ છીએ તે માટે અનેક લોકોના બલિદાનો છે.આજે આપનો દેશ અનેક વિધરીતે પોતાની ઓળખ બનાવીને ગૌરવ સાથે દુનિયામાં ઊભા છીએ.સૌ માટે આપના દેશનો  વિકાસ એ પ્રાથમિક જરૂરિયાત છે.આજે ભારતમાં વિદેશથી લોકો સારવાર માટે કે ભણવા માટે આવે છે.પણ આવું ગૌરવ લઇ શકે તેવી સંસ્થા કે  દવાખાના કેટલા?અનેહા,દવાખાના કે સંકુલો એટલા માટે પોતાની ઓળખ જાળવી શક્ય છે કે તેના પર સરકારનો સીધો અંકુશ નથી.સરકારી દવાખાના ભૌતિક રીતે એશિયાની કે દુનિયાની મોટી..મોટી..હોસ્પિટલો છે.પણ તેમાં સ્ટાફ નથી. એક સર્વેમાં જોવામળ્યું કે આપણા  દેશમાં દસ લાખ લોકોની વચ્ચે માત્ર પચીસ ન્યાયાધીશ કામ કરે છે.દુનિયામાં વસ્તી પણ આપણી જ વધારે છે.વિકસિત અને વિકાશશીલ દેશમાં આ જ તફાવત છે.અમેરિકા,ફ્રાંસ,જાપાન કે ચીન જેવા દેશોમાં પ્રતિ દસ લાખ વ્યક્તિએ આ રેશિયો ઓછામાં ઓછો સો કરતાં વધારે છે.અરે!શ્રીલંકા જેવા નાના દેશમાં પણ આ પ્રતિ દસ લાખ વ્યક્તિ ન્યાયાધીશની સંખ્યા આપણા કરતાં વધારે છે. ન્યાયની દેવી આસ્ટિન.જેની મૂર્તિ જ એક પ્રતીક છે.જે કોઈની શેહ સરમ ભરતી નથી.આ કારણે જ આંખને પટ્ટી મારેલી છે.હાથમાં

રાજાનો શોખ (જોડાક્ષર વગરની વારતા)

Image
એક હતો રાજા.તેને વાજા વગાડવાનું ખૂબ ગમે.તેને વગાડવાનું ફાવે નહિ.રાજાને ચેન ના પડે.રાજાને તો હવે કશું જ ના ગમે.રાજા ના ખાય કે ના આરામ કરે.બસ , વાજા વગાડનાર ને શોધવામાં જ પોતાનો સમય પસાર કરે.આ રાજાને વાજા વગાડવાના જ વિચાર આવે.નગરના લોકો પણ વિચારે.રાજાને આ વાજા વગાડનું શીખવાની જરૂર કેમ પડી હશે ? રાજાને વળી વાજા વગાડવાનું શીખીને શું કામ છે ? પણ આતો રાજા , વાજા અને વાંદરા.તેમને તો કોણ સતાવે ? આ તરફ બે મહિનાની મહેનત પછી એક વાજા વગાડનાર મા ણ સ મળી ગયો.આ માણસ સંગીતના બધા જ સાધન વગાડતા આવડે.આ કલાકાર તો ઢોલકા વગાડે,તબલા વાગડે,વાજુ પણ વાગડે અને સંતુર પણ વગાડી જાણે.રાજા આ માણસને મળીને ખુશ થયો. આ કલાકાર રાજ સભામાં રાજાની બાજુમાં જ બેસે.રાજાએ આ કલાકાર પાસેથી જુદા જુદા વાજા વગાડવાનું શીખવાનું ચાલુ કરી દીધુ હતું.રાજા એ વાજા વગાડવાની શરૂઆત કરી.રાજા બધું કામ છોડી આ કલાકારની પાસે બેસી જાય. રાજા રાગડા તાણીને ગાય.થાપોટ મારી સાજ પણ ખખડાવે.ફૂંક મારી વાંસળી અને પીપૂડી પણ વગાડે.આડો , અવળો અવાજ આવે..આવાજ આવે અને રાજા હરખાય.રાજાને પણ મજા આવતી હતી. એક દિવસની વાત છે.રાજા અને કલાકાર બગીચામાં બેઠા  હ

મારા મિત્રો...મારી તાકાત...

Image
મારા મિત્રો.ભણવામાં મારા   કર તાં   હોશિયાર . વિરલ પંડ્યા,અબ્દુલ ગફ્ફારખાન, પાવક   શાહ , દિશાંત દોશી, રેહાના ભાયલા , શિલ્પા પંચાલ અને નેહા દોશી ધોરણ    ૧થી ૧૦ અમે   સાથેજ . વિરલ,ગફ્ફાર,પાવક અને વિપુલને અંગ્રેજી વધારે ફાવે.આ બધાને ગણિત પણ ફાવે. મને ગણિત અને અંગ્રેજી સિવાયના બધા વિષયો ફાવે . થોડા સમય પહેલાં ગફ્ફારનો ફોન આવ્યો. લગભગ ૧૩ વર્ષ પછી તેનો ફોન આવ્યો . અમે વાત કરી . આજે ગફ્ફાર ઇજનેર છે . તે બાલાસિનોરમાં રહે છે . તે કોન્ટ્રાકટર છે . તેનો પણ નાનો પરિવાર છે . હું મારી સાથેના બધા જ મિત્રો ને યાદ કરું છું. વિરલ ... જે   ખૂબ જ હોશિયાર . કદાચ ગફ્ફાર ,પાવક કે વિપુલ કરતાં પણ હોશિયાર. વિરલ હૈદરાબાદ છે. વિપુલ પ્રજાપતિ ડોકટર છે . તે કદાચ અમદાવાદ છે. દિશાંત , રેહાના ભાયલા , શિલ્પા પંચાલ ક્યાં છે તેની ખબર નથી. નેહા દોશી આજે અમેરિકામાં છે . અને હું ડીસા માં . મા રા બધાં જ મિત્રો મારા માટે ખૂબ મહત્વના છે . હું ભણતો ત્યારે મારા આ તમામ મિત્રો મને શીખવામાં મદદ કરતા . વિરલ અંગ્રેજી શીખવતી.મને દસમું ધોરણ પાસ કરાવવામાં  પણ

હેપ્પી બર્થડે...ગાંધીનગર...

Image
આજે રક્ષાબંધન.હિંદુ ધર્મમાં અનોખું મહત્વ ધરાવતો તહેવાર.આજનો દિવસ બીજી રીતે પણ યાદ રહેશે.અન્ના હજારે અને તેમના લોકોએ નવો પક્ષ બનાવવાનું વિચાર્યું છે.હવે કેટલાક ઈમાનદાર કહેવડાવવાના શોખીનો ચુંટણી લડશે.હશે પડશે તેવા દેવાશે. આજે એક રીતે દિન વિશેષ છે.ગુજરાતના પાટનગરનો આજે જન્મ દિવસ.હા,ગુજરાતની છેલ્લી બનેલી મહાનગરપાલિકા.ગુજરાતની આઠમી મહાનગરપાલિકા એટલે ગાંધીનગર.કર્મચારીઓનું નગર.ગી.આર અને સી.આર. વચ્ચે નભતું ગાંધીનગર.બાપુને અમર કરવા આ નગરને ‘ગાંધી’ નામ અપાયું. ૧૯૬૫ ના રોજ ખાતમુર્હુત થયું.ગાંધીનગરનું પહેલું બનાવેલું ભવન એટલે આજનું વીજળી ભવન.પહેલાં બનેલી આ ભવ્ય ઈમારત આજે પણ ગાંધીનગરમાં હયાત છે.આ ગાંધીનગરને બનાવવા ૨૩૮૨ ખેડૂતોની ૧૦,૫૦૦ એકર જમીન છે.અરે!૫૦૦૦ એકર ખરાબાની જમીન પણ અહીં કેળવી છે.આસપાસના બાર  ગામ એક કર્યા.એકતા અને સમર્પણથી  આ નગર નિર્માણ પામ્યું છે.હજુ જમીન આપનાર ખેડૂતો ધક્કા ખાય છે.૧ મેં ૧૯૭૦ સુધી સચિવાલય અમદાવાદ હતું.અહીંથી સચિવાલય  ગાંધીનગર સ્થિર થયું.ગાંધીનગર આજે ગીફ્ટસીટી,ગ્રીનસીટી,ગાંધીમંદિરથી પોતાની ઓળખ આપે છે. એક થી સાત નંબરના માર્ગ અને ક થી જ વચ્ચેની સફર ગાંધીનગરને અનોખું