ભારત દુનિયાની મહાસત્તા...


આપાણા દેશની આઝાદિને પાંસઠ વર્ષ થયાં.આજે  જે સુવિધા અને સુખ ભોગવીએ છીએ તે માટે અનેક લોકોના બલિદાનો છે.આજે આપનો દેશ અનેક વિધરીતે પોતાની ઓળખ બનાવીને ગૌરવ સાથે દુનિયામાં ઊભા છીએ.સૌ માટે આપના દેશનો  વિકાસ એ પ્રાથમિક જરૂરિયાત છે.આજે ભારતમાં વિદેશથી લોકો સારવાર માટે કે ભણવા માટે આવે છે.પણ આવું ગૌરવ લઇ શકે તેવી સંસ્થા કે  દવાખાના કેટલા?અનેહા,દવાખાના કે સંકુલો એટલા માટે પોતાની ઓળખ જાળવી શક્ય છે કે તેના પર સરકારનો સીધો અંકુશ નથી.સરકારી દવાખાના ભૌતિક રીતે એશિયાની કે દુનિયાની મોટી..મોટી..હોસ્પિટલો છે.પણ તેમાં સ્ટાફ નથી.

એક સર્વેમાં જોવામળ્યું કે આપણા  દેશમાં દસ લાખ લોકોની વચ્ચે માત્ર પચીસ ન્યાયાધીશ કામ કરે છે.દુનિયામાં વસ્તી પણ આપણી જ વધારે છે.વિકસિત અને વિકાશશીલ દેશમાં આ જ તફાવત છે.અમેરિકા,ફ્રાંસ,જાપાન કે ચીન જેવા દેશોમાં પ્રતિ દસ લાખ વ્યક્તિએ આ રેશિયો ઓછામાં ઓછો સો કરતાં વધારે છે.અરે!શ્રીલંકા જેવા નાના દેશમાં પણ આ પ્રતિ દસ લાખ વ્યક્તિ ન્યાયાધીશની સંખ્યા આપણા કરતાં વધારે છે.

ન્યાયની દેવી આસ્ટિન.જેની મૂર્તિ જ એક પ્રતીક છે.જે કોઈની શેહ સરમ ભરતી નથી.આ કારણે જ આંખને પટ્ટી મારેલી છે.હાથમાં તલવાર ગુહ્નેગાર ને ચોક્કસ સજા આપવાનું  સૂચવે છે.હાથમાંનું  ત્રાજવું ધીરેથી છતાં  યોગ્ય રીતે ન્યાય તોલવાનું કામ કરે છે.હા પણ ક્યારેક તેનો ખરાબ રીતે ઉપયોગ થતો જોવા મળે છે.આજે દેશને પાંસઠ વર્ષ પુરા થયા.ચાલો,સૌ ભેગા મળીએ અને દેશના વિકાસમાં સહભાગી થઈએ.

હા,અન્ના કે બાબા રામદેવ જેવા લોકો પોતાની વાત કરી લોકોને ખભે બંદુક ફોડતા થયા છે.સૌ સાથે મળે અને દેશનો વિકાસ કરે.એક રાજનીતિક વિશેષજ્ઞ કહેતા હતા કે જો ભા.જ.પ.અને કોંગ્રેસ ભેગા થઇ જાય તો દુનિયાની મહાસત્તા બને.શું આજે સાંજે કે થોડા દિવસોમાં આવા સમાચાર દેશહિતમાં સંભાળવા મળશે ખારા??? 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી