જીવંત કોમ્પ્યુટર: શકુંતલા દેવી
આજે આપણે બાળકોના શિક્ષણ માટે અનેક વાતો સાંભળીએ છીએ. બીજી તરફ શિક્ષણમાં આજેય દીકરીઓને ભણાવવા ખાસ પ્રયત્નો કરવા પડે છે. આ સંજોગોમાં આપણે આજે એક એવી મહિલા વિષે વાત કરીશું,જેમના લીધે ભારતને પ્રથમ વખત વિશ્વમાં મહિલા શિક્ષણ માટેનું સન્માન મળ્યું. એમના જીવન ઉપર આધારિત પિક્ચર પણ થોડા દિવસો પહેલાં રિલીજ થયું. આધુનિકતાને નામે બોગસ પટકથા સાથે યુવા ધનને ખોટા રસ્તે દોરી જનાર પિક્ચર કરોડો કમાય છે. જ્યારે આ મહિલા શકુંતલા દેવી ઉપર બનેલ પિક્ચર એટલું બધું ચર્ચામાં રહ્યું નથી. આ શકુંતલા દેવીનો જન્મ કન્નડ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.જેમેને હ્યુમન કોમ્યુટર તરીકે ઓળખવામાં આવતા હતા. એમના જમાનાના સૌથી ઝડપી કોમ્પ્યુટરને હરાવ્યા હતા. ચોથી નવેમ્બર ૧૯૧૯ માં તેમનો જન્મ થયો હતો.આર્થિક રીતે ગરીબ આ પરિવારમાં જન્મ લીધો હતો. એમના પિતાજી સર્કસ જેવા ખેલ કરી રોડ ઉપર રસ્સી લગાવી ચાલવા જેવા કાર્યક્રમ કરતાં હતા.એમાં એમણે શકુંતલા દેવી મદદ કરતાં. કહી શકાય કે રસી ઉપર ચાલવાનું કામ જ શકુંતલા દેવી કરતાં હતા. એક વખતએવું બન્યું. બીબીસી રેડિયો ધ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અંક ગણિત આધારિત એક કોયડો પૂછવામાં આવ્યો. ત્યારે રેડિયો કાર