જીવંત કોમ્પ્યુટર: શકુંતલા દેવી

 







આજે આપણે બાળકોના શિક્ષણ માટે અનેક વાતો સાંભળીએ છીએ. બીજી તરફ શિક્ષણમાં આજેય દીકરીઓને ભણાવવા ખાસ પ્રયત્નો કરવા પડે છે. આ સંજોગોમાં આપણે આજે એક એવી મહિલા વિષે વાત કરીશું,જેમના લીધે ભારતને પ્રથમ વખત વિશ્વમાં મહિલા શિક્ષણ માટેનું સન્માન મળ્યું. એમના જીવન ઉપર આધારિત પિક્ચર પણ થોડા દિવસો પહેલાં રિલીજ થયું. આધુનિકતાને નામે બોગસ પટકથા સાથે યુવા ધનને ખોટા રસ્તે દોરી જનાર પિક્ચર કરોડો કમાય છે. જ્યારે આ મહિલા શકુંતલા દેવી ઉપર બનેલ પિક્ચર એટલું બધું ચર્ચામાં રહ્યું નથી.

આ શકુંતલા દેવીનો જન્મ કન્નડ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.જેમેને હ્યુમન કોમ્યુટર તરીકે ઓળખવામાં આવતા હતા. એમના જમાનાના સૌથી ઝડપી કોમ્પ્યુટરને હરાવ્યા હતા. ચોથી નવેમ્બર ૧૯૧૯ માં તેમનો જન્મ થયો હતો.આર્થિક રીતે ગરીબ આ પરિવારમાં જન્મ લીધો હતો. એમના પિતાજી સર્કસ જેવા ખેલ કરી રોડ ઉપર રસ્સી લગાવી ચાલવા જેવા કાર્યક્રમ કરતાં હતા.એમાં એમણે શકુંતલા દેવી મદદ કરતાં. કહી શકાય કે રસી ઉપર ચાલવાનું કામ જ શકુંતલા દેવી કરતાં હતા. એક વખતએવું બન્યું. બીબીસી રેડિયો ધ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અંક ગણિત આધારિત એક કોયડો પૂછવામાં આવ્યો. ત્યારે રેડિયો કાર્યક્રમ કરનાર સહીત સૌના જવાબ ખોટા પડ્યા અને શકુંતલા દેવીનો જવાબ સાચો પડ્યો. આ પછી તેમની પ્રસિદ્ધિ વધી.આમ જ વર્ષો પસાર થતાં ગયા.

ઉંમર થતાં શકુંતલાનું લગ્ન થયું. ૧૯૫૦ માં એમનું લગ્ન બંગાળી પરિવારના યુવાન આઈએએસ પરિતોષ બેનર્જી સાથે થયાં. ૧૯૬૯ માં એમણે છુટા છેડા લીધા. તેમને આ પછી જ્યોતિષ આધારિત સલાહ આપવાનું કામ કર્યું. આ સમયે ૨૭ સપ્ટેબર ૧૯૭૩ માં બીબીસી ધ્વારા એક કાર્યક્રમના ગણિત આધારિત દરેક પ્રશ્નોના સાચા જવાબ આપવા બદલ બીબીસી ધ્વારા તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું. આ સન્માન મેળવી એમને આખી દુનિયામાં એમના ચાહકો ઉભા કર્યા હતા. આ સમયે ભારતમાં જ્યારે દીકરીઓ શિક્ષણ લેવામાં પાછળ હતી ત્યારે શકુંતલા દેવીએ ભારતમાં એક ગણિત શાસ્ત્રી અને મહિલા કોમ્યુટર તરીકે નામના મેળવી લીધી હતી.વર્ષ ૧૯૮૦ માં તેમને ઓગણીસ અંકોની સંખ્યા આધારિત એક સંખ્યા ને નવ અંકની સંખ્યા સાથે ગાણિતિક પ્રક્રિયા કરી.કોમ્યુટર કરતાં ચૌદ સેકંડ પહેલાં જવાબ આપ્યો હતો.૨૨૩ અંક ધરાવતી સંખ્યાનો તેવીસ ગણા અંકનો જવાબ આપ્યો હતો.યુનીવિક નામનું વિશ્વનું એ જમાનાનું સૌથી ઝડપી કોમ્યુટર અને શકુંતલા દેવીની સ્પર્ધાનું આયોજન થયું. આ સ્પર્ધામાં દરેક પ્રક્રિયામાં કોમ્યુટર કરતાં ઝડપી જવાબ આપી એમણે આખા વિશ્વને અચંબિત કર્યા હતાં.

આ કાર્યક્રમ પછી વિશ્વમાંથી એમને નિમંત્રણ મળતાં અને તેઓ આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયાં. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેમના આ કૌશલ્યની નોધ લેવાઈ. ફિલીપાઈન્સ યુનીવર્સીટી ધ્વારા તેમને વિશ્વની અનોખી મહિલાના ખિતાબ સાથે માનદ્દ ડોકટરેડ થી સન્માનિત કર્યા હતાં.તેમને દુનિયામાં ભારતીય માનવ કોમ્યુટર તરીકે ઓળખાતા હતાં.વોસીગટન ડી.સી. ખાતે તેમને  રામાનુજમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં.વર્ષ 1982 માં તેમનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ફરી પ્રસિદ્ધ થયું. મુંબઈમાં ૨૦૧૩મા તેમને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમના નિધન  પછી તેમના ચોર્યાસીમાં જન્મ દિવસે ગૂગલે તેમને વિશેષ ડૂડલ ધ્વારા અનોખી રીતે યાદ કર્યા હતાં.લાઈફ ટાઈમ એચીવ મેંટ એવોર્ડ પછી માત્ર એક મહિનામાં એમનું  માંદગીને કારણે અવસાન થયું હતું.૨૧ એપ્રિલના રોજ તેઓનું બેંગ્લોર ખાતે અવસાન થયું હતું.એમને હાર્ટ અને કિડનીના રોગોની સમસ્યા હતી.

વિદ્યા બાલન ધ્વારા અભિનીત શકુંતલા દેવી પિક્ચર જોઈ ને એમના ગણિતના વિશેષ જ્ઞાન વિષે સમજ મળી શકે છે. પરંતુ તેમણે આ કૌશલ્ય કેવીરીતે પ્રાપ્ત કર્યું, એમના પ્રાથમિક શિક્ષણ વગરના જીવનમાં તેઓ કઈ રીતે આટલા મહાન ગણિત શાસ્ત્રી બની શક્યા અને ગરીબ પરિવાર હોવા છતાં તેમને શું અને કેવી રીતે આટલું ગૌરવ પ્રાપ્ત કર્યું તે બધું ક્યાંક સ્પષ્ટ જોઈ કે સમજી  શકાયું નથી. છતાં વિદ્યા બાલનની એક્ટીગ, કથાનક અને બેક ગ્રાઉન્ડ સંગીત ધ્વારા જોવું ગમે એમ છે. જે બાળકોને ગણિત વિષય ગમતો નથી એમણે ખાસ જોવું. જેમને ગણિત વિષય ગમે છે એ તો જોશેજ એવી આશા છે.


આ શકુંતલા દેવીનો જન્મ કન્નડ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.જેમેને હ્યુમન કોમ્યુટર તરીકે ઓળખવામાં આવતા હતા. એમના જમાનાના સૌથી ઝડપી કોમ્પ્યુટરને હરાવ્યા હતા. ચોથી નવેમ્બર ૧૯૧૯ માં તેમનો જન્મ થયો હતો.આર્થિક રીતે ગરીબ આ પરિવારમાં જન્મ લીધો હતો. એમના પિતાજી સર્કસ જેવા ખેલ કરી રોડ ઉપર રસ્સી લગાવી ચાલવા જેવા કાર્યક્રમ કરતાં હતા.


મુંબઈમાં ૨૦૧૩મા તેમને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો. તેમના નિધન  પછી તેમના ચોર્યાસીમાં જન્મ દિવસે ગૂગલે તેમને વિશેષ ડૂડલ ધ્વારા અનોખી રીતે યાદ કર્યા હતાં.લાઈફ ટાઈમ એચીવ મેંટ એવોર્ડ પછી માત્ર એક મહિનામાં એમનું મુંબઈ ખાતે માંદગીને કારણે અવસાન થયું હતું.૨૧ એપ્રિલના રોજ તેઓનું બેંગ્લોર ખાતે અવસાન થયું હતું.

 


 


 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી