Posts

Showing posts from January, 2013

બાદબાકી(જોડાક્ષર વગરની વાર્તા)

Image
  રાહુલ.ચોથા ધોરણમાં ભણે.તેને બીજા વિષયમાં મજા પડે.ગણિતમાં તેને ખૂબ જ કંટાળો આવે.રાહુલને ગણિત ભણવાની મજા ન આવે.તેને ગણિત ભણવાનું ન ગમે. સોમવાર અને બુધવારે શાળામાં ગણિતનો પહેલો તાસ હોય સોમવાર અને બુધવારે રાહુલ શાળામાં મોડો  આવે.રાહુલને ગણિત ભણવું ન ગમે. આજે બુધવાર હતો. રાહુલ આજે મોડો જ આવવાનો હતો..રાહુલ મોડો મોડો શાળામાં ગયો.રાહુલ શાળામાં પહોચી ગયો. ગણિતનો તાસ પતીગયો. બેન ગણિતનું કામઆપતાં હતાં.છોકરાં તેની નોંધ કરતા હતાં.પાટિયામાં દાખલાની રકમો હતી.બધાં છોકરાં આ દાખલા લખતા હતાં.ખૂબ જ ખૂશ થઇ લખતાં હતાં.રાહુલને આ વાતની નવાઈ લાગી. તેણે પાટિયામાં જોયું.અહીં ચાર દાખલા હતા.તેણે પણ આ દાખલાની રકમ જોઈ.તે પણ આ દાખલા જોઈ વિચારતો થઇ ગયો.  ૯   ૧      -   ૧  ૯      ૮ ૪ -    ૪ ૮   ૯ ૫ -   ૫ ૯     ૭ ૬ -    ૬ ૭                 તેણે જોયુંતો આ દાખલા બાદબાકીના હતા.અને દાખલામાં બાદબાકી કરવા માટે રકમ ઉલટાવી હતી.છોકરાં આ દાખલા લખીને બેઠાં હતાં.રાહુલ પણ લખવા બેસી ગયો.તેણે આજે આ બધા જ દાખલા નોટમાં લખી લીધા.રાહુલ બેઠો.તેણ