Posts

Showing posts from June, 2011

મારા મિત્રો

Image
મારા કરતા હોશિયાર.અમે સાથે ભણતા.ધોરણ  ૧થી 10 સાથેજ.કેમ પણ તેને ગણિત અને english  વધારે ફાવે.મને આ સિવાયના બધા વિષયો ફાવે.લગભગ ૧૩ વર્ષ પછી તેનો ફોન આવ્યો.વાત કરી.આજે તેનો ફોટોજ mail  માં મળી ગયો.તુરંત બ્લોગ લખવા બેઠો. આજે તે ઇજનેર છે.બાલાસિનોરમાં રહે છે.કોન્ટ્રકટર  છે.તેનો પણ નાનો પરિવાર છે.હું મારી સાથેના બધા જ મિત્રો ને યાદ કરું છું. .મારી સાથેના મિત્રો માં વિરલ...જે ખૂબ જ હોશિયાર.ગફ્ફાર કરતા પણ વધારે. પાવક શાહ.તે વિરલ જેવોજ હોશિયાર અને વિપુલ પ્રજાપતિ.ડોકટર છે.કદાચ અમદાવાદ માં.દિશાંત,રેહાના ભાયલા,શિલ્પા પંચાલ અને નેહા દોશી આજે અમેરિકામાં છે.હું ડીસા માં.આમાંથી માત્ર બે જ મિત્રોના નંબર છે.મારી સાથેના બધાં મારા માટે ખૂબ મહત્વના છે.હું ભણતો ત્યારે મારા આ તમામ મિત્રો મને શીખવામાં મદદ કરતા. વિરલ ઇજનેર છે.તે હૈદરાબાદ છે.તે અંગ્રેજી શીખવતી. ગફ્ફાર ગણિત અને બીજા મિત્રો બાકીના વિષયો.આજે હું નોકરી કરું છું.શિક્ષક છું.મારા પાઠ્યપુસ્તકો લખેલા ગુજરાત માં છોકરા ભણે છે.મને એક મુદ્દાને વિવિધ રીતે શીખવનાર મારા આ મિત્રોએ મને જે શીખવ્યું તે બધું મને યાદ છે.હું અમદાવ

પ્રવેશોત્સવમાં પોલીસ...

Image
ગુજરાતના અનોખા અભિગમ જેવા પ્રવેશોત્સવમાં ગુજરાતના તમામ વિભાગના અધિકારીની સાથે ગુજરાત પોલીસના અધિકારી પણ જોડાયા હતા.૨3 થી ૨૫ જૂન 2011  દરમિયાન શહેરની શાળાઓનો પ્રવેશોત્સવ સંપન થયો. ડીસા નગરપાલિકામાં છેલ્લા દિવસે એસ.પી. શ્રી હરિકૃષ્ણ પટેલ હતા.કાયમ પોલીસ ખાતાથી દૂર રહેનાર સમાજ આવા  દિવસે સારા ઓફિસરને મળી શકે તેવું આ આયોજન લાગ્યું.શ્રી પટેલ ડંડા વિભાગના અધિકારી હોવા છતાં ચોક અને પુસ્તક વાળા  સાહેબ લગતા હતા.તેમની વાતમાં સાચપ લાગી.તેઓ પોલીસ સાથે સારા શિક્ષક લગતા હતા. તેમને સરસ વાત કરી...બાળકને જન્મ આપવાનો તેના  માવતરને હક્ક છે.તેને ભણાવવાની તેના માવતરની બંધારણીય ફરજ છે.તેમન  કરનારને  સજા થવી જોઇએ.હું નોધન કરી શકયો  પણ આ માટે તેમને એંક કાયદાની કલમ પણ બતાવી હતી.આ કાયદા મુજબ પોતાના બાળકને શાળામાંન  મોકલનાર વાલીનું રેશન  કાર્ડ રદ થઇ જાય તેમ  હતું.  એક લોકલ નેતાજી પણ આવેલા.તેમને જાહેરમાં શિક્ષકોને આખોદિવસ અપમાનિત કર્યા.જે સી.એમ. તેમના શિક્ષકોને જાહેરમાં વંદન કરતા હોય તેમના   લોકલ નેતા લોકો તેમની વાતમાં રસન પડતા (લોકશાહીમાં લોકોનો મત લઇ ક્યારેય ચુંટણી જીતેલા જ નથી તેવા અને એંક ક

ગાય તેનું ગીત...

Image
પોપટલાલ... ટીની...ટીની..ટી,ટી,ટીની ટીની ટીની ટી,ટી,ટી... (૨) હું ને પોપટલાલ ચાલતા-ચાલતા વન વગડામાં ગ્યા'તા...(૨) કેરી પણ ખાધી આંબલી ખાધી...(૨) કેરી પણ ખાધી આંબલી ખાધી ખાધા મેં બોર નાના... ટીની...ટીની..ટી,ટી,ટીની ટીની ટીની ટી,ટી,ટી... (૨) હું ને પોપટલાલ ચાલતા-ચાલતા વન વગડામાં ગ્યા'તા...(૨) નદી પણ જોઈ નળા પણ જોયા...(૨) નદી પણ જોઈ નળા પણ જોયા,જોયા ખાબોચીયા નાના. હું ને પોપટલાલ ચાલતા-ચાલતા વન વગડામાં ગ્યા'તા...(૨) ઝાડ પણ જોયા, તાડ પણ જોયા...(૨) ઝાડ પણ જોયા, તાડ પણ જોયા.જોયા મેં છોડવા નાના. હું ને પોપટલાલ ચાલતા-ચાલતા વન વગડામાં ગ્યા'તા...(૨) મારા મિત્ર    કો.ઓં.સી.આર.સી. અને ધોરણ ૧થી ૫ પર્યાવરણ પાઠ્યપુસ્તકના  લેખક ketan vyas (દાંતીવાડા) ના આગ્રહથી ...

ગબુ કરે ગોટાળા...

Image
ગબુ કરે ગોટાળા :- જોડાક્ષર વગરની વારતા લખી.બધા કહે:હવે જોડાક્ષર વગરનું લખશો કે બધીજ રીતનું?મેં વિચારી લીધું.આ વખતે પણ જોડાક્ષાર વગરનું લખવું છે.વારતા પણ લખવી છે. મેં નામ વિચારી લીધું મારી આ વાર્તાઓ માટે.આજથી આપણે ગબુ કરે ગોટાળા ના નામથી મળીશું...અહી આપણે નાની ગબુ નામની છોકરી.નાની પણ તોફાની. ખૂબ તોફાની.teના તોફાન બધાને પરેશાન કરે...છતાં આ તોફાન બધાને ગમે.હવે આપણે  ગબુની  વાત કરીશું.આ વારતા પણ જોડાક્ષર વગરની હશે. મારી બધી  વાર્તાઓ જોડાક્ષર વગરની જ છે.ગબુ કરે ગોટાળા ૮૭૫ નંબર મારી સળંગ વારતાનો છે.આપહેલા મારી ૮૭૪ વાર્તાઓ  limca  book  off  national  record : 2009  સુધી લખી    ગબુ એટલે ગબુ... એક શહેર.શહેરનું નામ ડીસા.આ શહેર આખી દુનિયામાં બટાકાની ખેતી માટે જાણીતું હતું.આ શહેરમાં એક નાની છોકરી રહે.આ છોકરીનું નામ ગબુ.તે નાની પણ ચબરાક હતી.દરેક વાતને ગબુ પોતાનીરીતે જોતી.પોતાની રીતે સમજતી હતી.નાની અને પાછી લાગે પણ પરી જેવી.આવી  છોકરી બધાને ગમેજ. ગબુ ના તોફાન પણ બધાને ખૂબ જ ગમતા. હા કેટલીક વખત આ તોફાન બધાના jiv પડીકે બાંધી દેતા.અરે પડીકે બાંધવું એટલે દુકાનદાર પડી

પ્રવેશોત્સવ...

Image
 પ્રવેશોત્સવ:૨૦૧૧અને ગુજરાત તારીખ:૧૬ થી ૧૮ જૂન ૨૦૧૧ સુધી ગુજરાતની શાળાઓમાં પ્રવેશોત્સવ સંપન થયો.ગુજરાત સરકારના આ કદમથી નોધારી રીતે પ્રવેશની સંખ્યા વધી છે.શાળાની  સંખ્યા હવે જળવાય છે.લાખો રૂપિયા  હવે  બાળકો માં વાપરતા વરતાય છે. અનેક લાભ માં મારે એંક વાત કરાવી છે.હવે ગુજરાતની શાળાઓ ભૌતિક રીતે સજ્જ છે.હવે તેને innovation કરનારની જરૂર છે.આવાinnovatorsછે.IIM(AMADAVAD)ના એંક પ્રોજેક્ટ વખતે ભારતમાંથી ૨૦૦ કરતા વધારે અભિનવ શિક્ષકોની પસંદગી થયી હતી.આ પસંદગી કરનાર પ્રો. વિજય શેરીચંદ અને તેમની aa ટીમ માં હું પસંદગી સમિતિમાં હતો.ગુજરાના ચાલીસ કરતા વધારે ગુરુજીઓ આ પ્રોજેક્ટમાં પસંદ થયા હતા.ગુજરાતની કન્યાઓના શિક્ષન માટે ભીખ  માંગનાર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના શિક્ષણમાં  અનેક નવા પરિવર્તન કરી ગુજરાતને દુનિયાની હરોળમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતમાં  Teachers  univarcity . children univarcity . std :૧થી ૫ અને ૬થી ૮ ની શરૂઆત std :૮ માટે ખાસ ભરતી પ્રાથમિક શાળામાં હેડમાસ્તર ની ભરતી:   આ બધા માં ગુજરાતને આગળ વધતા કોઈ રોકીના શકે.અહી  જરૂ

હેપ્પી ફાધર્સ ડે...

Image
INTARNATIONAL  MONTESSARI ... રાધનપુરનું વિધ્યાધામ... આજે મારે રાધનપુર જવાનું થયું.સ્વ.શ્રી હિંમતલાલ મુલાની  સાહેબ(પૂર્વ અધ્યક્ષ શ્રી,ગુજરાત વિધાનસભા) ના સ્વપ્ના સમાન આ સંકુલનો ખૂબ વિકાસ થયો છે.શ્રી મહેશભાઈ મુલાની પણ આ વિચારને ફેલાવે છે. આ સંચાલકોએ આ વિસ્તારમાં પહેલી વહેલી કોલેજ શરુ કરી.આજે આ ધામ અનોખી ઓળખ ધરાવે છે.વાતો કરવા માટે પણ આ વિસ્તાર એટલે જાણે દુકાડીયો વિસ્તાર.આ વિસ્તારમાં આજે પણ અનેક અઘવડો અને ભૌગોલિક પ્રતિકુળતા છતાં પણ આ વિસ્તારના લોકો અને તેમનું ખમીર અને સ્વ.મુલાની  સાહેબના આશિર્વાદથી સારો વિકાસ થયો છે. હા,આજે મહેશભાઈ મુલાનીએ આખા આ વિસ્તારમાં બધાને ફાધર્સ ડેની ભેટ આપી.આજે આ શાળામાં પ્રમુખ  શ્રી મુલાની સાહેબે INTAR  NATIONAL  MONTESARY  ની એંક ભેટ આ વિસ્તારના વાલીઓને આપી.જે વિસ્તારમાં થોડા સમય પહેલા ભણતર ના હતું તે ગામ માં INTARNATIONAL  MONTESARY  નો વિચાર કરનાર આવા મંડળો ને આ એંક  કેળવવાની વાત છે.માત્ર પૈસા  પાછળ ભાગનાર કરતા આવા જમાના સાથે ચાલનાર ને સલામ..

ચંદ્રકાંત બક્ષી અને વાર્તા ...

Image
દરેક સફળ  કથાકાર આરંભ  ટૂકી વાર્તાથી કરે છે.ટૂંકી વાર્તા રિયાઝ છે,ક્લબ ક્રિકેટ છે,ત્રણ પૈડાંની સાયકલ છે.વધારે દક્ષતા પ્રાપ્ત કરવા માટેની એપ્રેન્ટીસ છે. શીખવા માટેનું સ્પાર્કીંગ છે.ટૂંકી વાર્તા ધ્વારા કથાકાર પોતાની કલાને તરાશી શકે  છે.સૌથી મહત્વની વસ્તુ છે અનુભવ-માણસોનો,દુનિયાનો,વસ્તુઅઓનો,સ્થળોનો.જયારે અનુભવનો જીવન સ્તોત્ર અટકી જાય છે.વાસી બની જાય છે.વાર્તાનું ઉદગમસ્થાન છાતી છે.મગજ નહિ.ફીલિંગ છે.બુદ્ધિ નહિ. ચંદ્રકાંત બક્ષી 

આઈ.આઈ.એમ.માં વાર્તા ...

Image
આજે મારે તમારી સાથે વાત કરવી છે.આજ સુધી મેં એક હજાર એકસો  ચુમ્મોતેર કરતા વધુ વાર્તા.  લખી મેં નેશનલ રેકોર્ડ નોધાવેલ. મારાં મિત્રો મને  કહેતા હતા કે મારે મારી વારતા બ્લોગમાં મુકવી જોઈએ.બ્લોગ પર લખવા માટે ફોન્ટ ના પણ અનેક સવાલો હોય.આ સવાલનો જવાબ મને માંલીગયો મારા મિત્રો પૈકી લતાજી હીરાની નો બ્લોગ મેં જોયો.સરસ સાદો અને સિમ્પલ બ્લોગ જોઈ મને પણ આવો બ્લોગ શણગારવાનું મન થયું. લતાજી હીરાની ના બ્લોગ પર મેં એંક વારતા જોઈ.લગ્નની જાહેરાત અને સમાચાર પત્ર ના તંત્રી એ આપેલ જવાબ કે ઓફર...કેટલી સરળ વાર્તા?બસ મને પણ મારી બધી વાર્તાઓ મારા બ્લોગ પર મુકવાનો ઉમળકો થઇ આવ્યો.  મારી વાર્તાઓ ની મદદથી અને મારા વાચકોના આશીર્વાદ થી આ વારતા આ વખતે હું  castme     માં મોકલવા ધારુ છું.આઈ.આઈ.એમ.અમદાવાદ ની મદદ વડે હું મારા આ પ્રયત્નને castme   માં અને  world  record  માં આપ પણ મારી વાર્તા  વાંચીને તમારું સજેસન આપજો.આજના આ તબક્કે તો હું લતાજી નો આભારી છું. થોડા દિવસોમાં આ વાર્તા મારા બ્લોગ પર મળશે.