ગબુ કરે ગોટાળા...

ગબુ કરે ગોટાળા:-

જોડાક્ષર વગરની વારતા લખી.બધા કહે:હવે જોડાક્ષર વગરનું લખશો કે બધીજ રીતનું?મેં વિચારી લીધું.આ વખતે પણ જોડાક્ષાર વગરનું લખવું છે.વારતા પણ લખવી છે. મેં નામ વિચારી લીધું મારી આ વાર્તાઓ માટે.આજથી આપણે ગબુ કરે ગોટાળાના નામથી મળીશું...અહી આપણે નાની ગબુ નામની છોકરી.નાની પણ તોફાની. ખૂબ તોફાની.teના તોફાન બધાને પરેશાન કરે...છતાં આ તોફાન બધાને ગમે.હવે આપણે  ગબુની  વાત કરીશું.આ વારતા પણ જોડાક્ષર વગરની હશે.મારી બધી  વાર્તાઓ જોડાક્ષર વગરની જ છે.ગબુ કરે ગોટાળા ૮૭૫ નંબર મારી સળંગ વારતાનો છે.આપહેલા મારી ૮૭૪ વાર્તાઓ limca  book  off  national  record :2009 સુધી લખી 


 ગબુ એટલે ગબુ...



એક શહેર.શહેરનું નામ ડીસા.આ શહેર આખી દુનિયામાં બટાકાની ખેતી માટે જાણીતું હતું.આ શહેરમાં એક નાની છોકરી રહે.આ છોકરીનું નામ ગબુ.તે નાની પણ ચબરાક હતી.દરેક વાતને ગબુ પોતાનીરીતે જોતી.પોતાની રીતે સમજતી હતી.નાની અને પાછી લાગે પણ પરી જેવી.આવી  છોકરી બધાને ગમેજ. ગબુ ના તોફાન પણ બધાને ખૂબ જ ગમતા. હા કેટલીક વખત આ તોફાન બધાના jiv પડીકે બાંધી દેતા.અરે પડીકે બાંધવું એટલે દુકાનદાર પડીકું આપે તેમ નહિ...ગબુના લીધે jiવ પડીકે બાંધી દેવો એટલે ફિકર થવી.આવીતો અનેક વાતો  છે જેના લીધે ગબુના લીધે ઘરના અને ગબુથી પરિચિત બધાને તેની ફિકર થતી.કોઈ ગબુના દાદાજી કહેતા ગબુ મોટી થશે એટલે તેને તોફાન ઓછા થશે.પણ તેમ ન હતું.ગબુ જેમ -જેમ મોટી થતી હતી તેમ તેના  તોફાન પણ વધતા હતા.તેના આવા અનેક તોફાનો અને ગોટાળા સાથે આપણે મળીશું.

(ગબુના ગોટાળા નવલકથા લખાઈ ગઈ છે.ટૂક સમયમાં પ્રકાશન થશે.લખ્યા તારીખ:૩૦ માર્ચ ૧૩ )

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી