નવી શિક્ષણ નીતિ
આધુનિક સમયમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. શિક્ષણ એક વ્યવસ્થા ન બની રહેતાં આજે શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે. અંગ્રેજોએ શરૂ કરેલી શૈક્ષણિક વ્યવસ્થા ને આપણે અત્યાર સુધી વળગી રહ્યાં છીએ. નવી શિક્ષણ નીતિ અમલી બની એ વાત ને આજે 30 કરતાં વધારે વર્ષો થયા છે. જેમ આયોજન પંચ પાંચ વર્ષનું આયોજન કરે છે એમ જ શિક્ષણમાં થયેલ ફેરફારો સેટલ થતાં 5 વર્ષ જેટલો સમય લાગે જ છે. ત્યારપછી એનું પરિણામ મળવું શરૂ થાય છે. આજે આપણે આ બાબતે આગળ વધ્યા છીએ. ભૂતકાળમાં શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા એ ધોરણ 10 અને 12 માં ઓપન બુક ટેસ્ટ માટે વાત કરી હતી. જો સરકાર એવું કરવા માંગતી હોય તો ચોક્કસથી આ એક તક છે. આ તકને આધારે ઓપન બુક ટેસ્ટ કરી શકાય એવું માળખું બનાવી શકવું શક્ય છે. આ માટે સરકારની ઈચ્છા અને મનોબળ જોઈએ. અત્યારે તો શિક્ષણ મંત્રી સહિત સૌ નિર્ણય કરતા એવા નિયમો કરે છે જ્યાં કોર્ટ પણ ન્યાય આપીને વિચારે છે કે આવી બાબતો માટે કોર્ટનો સમય બગાડવો. શિક્ષણ માટે કહેવાય છે કે હું બાળકોને ભણાવવાનું કામ કરૂં છું,કારણ હું બાળકો ને પ્રેમ કરું છું. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતનો ફ