નવી શિક્ષણ નીતિ


 

આધુનિક સમયમાં શિક્ષણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. શિક્ષણ એક વ્યવસ્થા ન બની રહેતાં આજે શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે. અંગ્રેજોએ શરૂ કરેલી શૈક્ષણિક વ્યવસ્થા ને આપણે અત્યાર સુધી વળગી રહ્યાં છીએ. નવી શિક્ષણ નીતિ અમલી બની એ વાત ને આજે 30 કરતાં વધારે વર્ષો થયા છે. જેમ આયોજન પંચ પાંચ વર્ષનું આયોજન કરે છે એમ જ શિક્ષણમાં થયેલ ફેરફારો સેટલ થતાં 5 વર્ષ જેટલો સમય લાગે જ છે. ત્યારપછી એનું પરિણામ મળવું શરૂ થાય છે. 

આજે આપણે આ બાબતે આગળ વધ્યા છીએ. ભૂતકાળમાં શિક્ષણ મંત્રીશ્રી રમણલાલ વોરા એ ધોરણ 10 અને 12 માં ઓપન બુક ટેસ્ટ માટે વાત કરી હતી. જો સરકાર એવું કરવા માંગતી હોય તો ચોક્કસથી આ એક તક છે. આ તકને આધારે ઓપન બુક ટેસ્ટ કરી શકાય એવું માળખું બનાવી શકવું શક્ય છે. આ માટે સરકારની ઈચ્છા અને મનોબળ જોઈએ. અત્યારે તો શિક્ષણ મંત્રી સહિત સૌ નિર્ણય કરતા એવા નિયમો કરે છે જ્યાં કોર્ટ પણ ન્યાય આપીને વિચારે છે કે આવી બાબતો માટે કોર્ટનો સમય બગાડવો. શિક્ષણ માટે કહેવાય છે કે હું બાળકોને ભણાવવાનું કામ કરૂં છું,કારણ હું બાળકો ને પ્રેમ કરું છું.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યું કે  ગુજરાતનો ફોકસ માત્ર વિદ્યાર્થીઓ અને શિક્ષણ ઉપર જ રહેશે.કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર થઇ રહેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2019માં રાજ્યોના સૂઝાવ-સૂચનો માટેની જૂથ ચર્ચામાં ગુજરાતના શિક્ષણ વિદોનું મનોમંથન થયું હતું. આ એવા શિક્ષણ વિદો હતા જે આધુનિક શિક્ષણ ટેકનોલોજીથી અવગત નથી. કદાચ એક મેલ કે ટેક્સ મેસેજ પણ આ શિક્ષણ વિદો ન કરી શકેન્જે આધુનિક શિક્ષણના માળખાને બનાવવા માટે માર્ગદર્શન આપી ચુક્યા છે. નવા ભારતના નિર્માણના PM નરેન્દ્ર મોદીના સંકલ્પન પાયારૂપ ગણાવી દેશના વિકાસમાં આ નવી નીતિને આવકારી હતી. અહીં મુખ્યમંત્રી આવકાર આપે જ કારણ ઉપર દિલ્હીમાં પણ તેમની જ સરકાર છે. કેન્દ્રની BJP સરકાર જાહેર કરે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ કહ્યું કે, 1986 પછી પહેલીવાર કેન્દ્રની નવી સરકારે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને તે પણ સર્વગ્રાહી પહેલુઓને બારીકાઇથી આવરી લઇને ઘડવાની પહેલ કરી છે. રાષ્ટ્રીય શિક્ષણનીતિના કામની શરૂઆત 2019 માં રાજ્યોના મંગાવેલા સૂઝાવ માટે યોજાયેલી શિક્ષણ વિભાગની જૂથ ચર્ચામાં વિજયભાઈ રૂપાણી સંબોધન કરી રહ્યા હતા ત્યારે એમણે આ વાત કરી હતી. આ નીતિના FOCUS માં શિક્ષણ અને વિદ્યાર્થી રહે તેમજ સમયાનુકૂલ બદલાવ અને આઝાદીના 70-75 વર્ષના શૈક્ષણિક અનુભવોની વ્યાપક ચર્ચા-મંથન આ જૂથમાં રહે તેના આધાર ઉપર ગુજરાત પોતાના સૂચનો આ નવી નીતિ માટે મોકલીને દિશા દર્શન કરે તેવી અપેક્ષા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી. અહીં સવાલ કેન્દ્ર સરકારનો કે રાજ્ય સરકારનો નથી. અહીં સવાલ છે નવી શિક્ષણ નીતિના અમલનો. સર્વગ્રાહી-સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના પાસાઓ ધ્યાને રાખવા પણ જરૂરી છે જે અંગે વિસ્તૃત વાતો થઈ ન હોવાનું જણાય છે. શિક્ષણનીતિમાં બાલમંદિર થી યુનિવર્સીટી સુધી વિચારવાની વાત હોય એમાં મોટેભાગે નિવૃત્ત અને માત્ર પોતાના ફિલ્ડ અંગે જ જાણનાર કઈ રીતે બધાને બધી બાબતે સમજાવે?

હશે...આવા આયોજનમાં ખર્ચા કરી માત્ર મંજુર કરવા સહીઓ જ થાય છે. શું કોલેજનો પીજીકસનો અધ્યાપક કે HOD ધોરણ એકને ભાષા ભણાવવા શિક્ષવી શકે,માર્ગદર્શન આપી શકે?ખાલી હા ને હા કહેવું કેટલું યોગ્ય ગણાય. આ નવી નીતિ દેશને નવા આયામ પર લઈ જશે ત્યારે તેના સુજાવ કે માર્ગદર્શન માટે બોલાવેલ લોકો કેવા કેળવણીના નિષ્ણાત છે તે અંગે સરકારે જાહેર કરવું જોઈએ જેથી આ નવી નીતિમાં જરાય ઉપયોગી ન હોય તેવા સજેશન કરનાર વિશે જાણી શકાય.

પાછી મજાની વાત એ છે કે છેલ્લા ચાર વર્ષમાં 80 કરતાં વધારે મુદ્દાઓ માટે કર્મચારીઓ સરકાર સામે કોર્ટમાં ગયા છે. ત્યારે આપણા શિક્ષણ મંત્રી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2019ના આખરી ઓપ આપવાના ભારત સરકારના પ્રયાસો અને હાથ ધરાયેલી પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરિસંવાદના પ્રારંભમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણનીતિ એ ભાજપા સરકારની નહીં પણ ભારત સરકારની બની રહે તે દિશામાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રવ્યાપી પ્રયાસો આરંભ્યા છે. અહીં એ લખવું જરૂરી છે કે મોદીજી તો કરે જ છે. ગુજરાતમા કેમ કોઈના હાથમાં કશું નક્કી નથી. ઉપર કેન્દ્રની સરકાર નવી શિક્ષણનીતિ કોંગ્રેસ દ્વારા લવાઈ હોત તો આવા સરળ શીરા જેવા નિવેદન ન આવત.

સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી આવતી ફરિયાદોનો ઉકેલ શિક્ષણમાં જ છે.પણ શિક્ષણની ફરિયાદોનો નિકાલ સમાજ પાસે નથી એવું બોલવુ કડાચ શિક્ષણ મંત્રી ભૂલી ગયા હશે શિક્ષણમંત્રીએ ઉમેર્યું કે, સંસ્કાર સંપન્ન, અભ્યાસુ અને વૈશ્વિક, રાષ્ટ્રીય પડકારોને સમજી સર્વાંગી વિકાસ સાથેના બાળકનું ઘડતર શિક્ષણ જ કરી શકે અને નવી શિક્ષણનીતિમાં આ પ્રકારના સર્વાંગી શિક્ષણ પર ખાસ ભાર મૂકાશે. ચુડાસમાએ જણાવ્યું કે, સામાજિક દાયિત્વની જવાબદારી પણ શિક્ષણની જ છે, અહીં યાદ કરાવું કે શિક્ષકના પ્રશ્નો અંગેનું દાયિત્વ સરકારનું છે.ખાનગી શાળાઓની અંદરખાને તરફદારી કરતા આપણાં નેતાઓ એ ભૂલે છે કે છેલ્લા કેટલાક વર્ષોથી RTE અંતર્ગત સરકારી શાળાના બાળકોને શાળાના ધોરણ એકમાંની સંખ્યાને આધારે 25% બાળકો ને પ્રવેશ આપવામાં આવે છે.આ કારણે સરકારી શાળાઓને શિક્ષકોની ઘટ થાય છે. અનેક સ્વૈચ્છીક લે છે તો કેટલાક ન છૂટકે પ્રતિકૂળ સ્થળે ફરજ બજાવવા મજબુર બને છે. ખાલી વાતો કરી મોડલ સ્કૂલ બનાવી.તેનો સ્ટાફ આજેય મોટાભાગની મોડલ સ્કૂલમાં કામગીરી ફેરથી જવાબદારી નિભાવે છે.નવી શિક્ષણ નીતિ સારી જ હશે. પણ જૂની એટલી તો ખરાબ ન હતી કે ન્યાય માટે કોર્ટ જ એક રસ્તો બને. શું અમલ કરી લેવાથી સફળતા મળી જાય તો આજે ગુજરાતના દરેક તાલુકામાં તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી પરીક્ષા પાસ થયા છતાં નિમણૂક ને બદલે ઇન્ચાર્જમાં કામ કરે છે.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2019ના ડ્રાફ્ટ અંગેના માત્ર એક દિવસીય પરિસંવાદમાં ગુજરાત રજ્યના જાણીતા શિક્ષણવિદો, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષક સંઘોના હોદ્દેદારો, શાળા સંચાલક મંડળોના પ્રતિનિધિઓ, વાલી પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ એવા મહાનુભાવો છે જે પૈકીન કેટલાય ને એમના કામની ખબર નથી.છતાં આવા સૌ પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા.  સમુદાયોની 10 ટીમ બનાવીને પ્રત્યેક ટીમ-ગ્રુપે અલગ-અલગ બેઠક યોજી ડૉ. કે. કસ્તૂરી રંગનના વડપણ હેઠળની સમિતિએ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2019ના તૈયાર કરાયેલા મુસદ્દાના મહત્વના મુદ્દાઓ પર ગહન અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બાદ જે તે ગ્રુપના સભ્યોએ તે મુદ્દા ઉપરાંત પોતાના વિચારો પણ રજૂ કરી સૂચનો કર્યા હતા. એમના સૂચન બહાર નહીં આવે કારણ એમણે એ ડ્રાફ્ટ ઉપર માત્ર સહી કરી જે ભથ્થું લીધું હશે.


આમતો ભારત સરકાર સમક્ષ રજૂ થયેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દામાં શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ એમ બે ભાગ પડાયા છે. શાળા શિક્ષણમાં ૩ વર્ષના બાળકો પર વિશેષ ધ્યાન, 2025 સુધીમાં 3 થી 6 વર્ષના તમામ બાળકો માટે શૈક્ષણિક સંભાળનું ધ્યેય, વર્ષ 3 થી 18 સુધી શિક્ષણના અધિકારનો અમલ અને વ્યાપ, એન.સી.ઇ.આર.ટી.ને પ્રારંભિક બાળ શિક્ષણનો અભ્યાસક્રમ તૈયાર કરવાની જવાબદારી આપવી. અહીં એક વાત જણાવું કે આજ દિન સુધી પૂર્વ પ્રાથમિક કે પ્રારંભિક સ્તરે બાળકને પણ ભાષાઓથી પરિચિત કરવામાં આવે. આવું નક્કો થયું પણ આઝાદી પછી પૂર્વપ્રાથમીક શિક્ષણના પાઠ્ય કર્મનું કશું નક્કી નથી. અહીં એક વાત એ જાણીએ કે ધોરણ:1 થી 5 માટે રાજ્ય સરકાર સ્વાયત્ત છે

 ભૂતકાળમાં NCF વખતે પણ કેટલાય રાજ્યોએ પ્રાથમિક શિક્ષણને અલગ કરી રાજ્યની જેમ,રાજ્યને અનુકૂળ 1 થી 5 નું પાઠ્યક્રમનું માળખું બનાવેલ હતું.પણ,બાલમંદિર આખા દેશ માટે પૂર્વ પ્રથમીકનું કન્ટેન કે કાર્યવ્યવસ્થા કરે તે અયોગ્ય છે. કેન્દ્રમાં BJP સરકાર હોઈ ગુજરાતના કોઈ એ બાબતે સવાલ નહીં જ કરે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ મળે એ જરૂરી છે.પ્રો.યશપાલ સમિતિએ ભારવગરના ભણતર વખતે આ જ સૂચન કર્યું હતું. માધ્યમિક કક્ષાએ બાળકો એક વિદેશી ભાષા શીખે, સામાજિક વગેરે મુદ્દાઓનો સમાવેશ કરાય. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને ત્રણ પ્રકારમાં વહેંચવાનો મુદ્દો છે. તેમાં રિસર્ચ યુનિવર્સિટી, શિક્ષણ યુનિવર્સિટી અને કોલેજ-ઉચ્ચ ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્તિ માટેની સ્વાયત્ત સંસ્થાઓનો સમાવેશ થાય છે. નવી શિક્ષણ નીતિમાં આ એક આગવો અને ભારણ ઓછું કરતો મુદ્દો છે. એને યોગ્ય રીતે અમલી બનાવાય તે જરૂરી છે.

આ ઉપરાંત પણ શાળા શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ સંબંધી અનેક મહત્વના મુદ્દાઓનો આ નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિના મુસદ્દામાં વિગતવાર સમાવેશ કરાયો છે.  આ અંગે કેન્દ્રીય કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી. કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયલ નિશંકે આ અંગે માહિતી આપી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવે શિક્ષણ મંત્રાલય કરવામાં આવે. મોદી પ્રધાનમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ સાથે નવી શિક્ષણ નીતિને પણ મંજૂરી આપવામાં આવી. હવે સમગ્ર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ નિયમનકારી સંસ્થા હશે જેથી શિક્ષણ ક્ષેત્રેની અરાજકતા દૂર થઈ શકે. અહીં આ સંસ્થામાં જેમને જવાબદારી અપાય તે અરાજકતા સાથે જ જીવતા હોય એવું ન બને તે અપેક્ષિત છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાનો પ્રકાશ જાવડેકર અને રમેશ પોખીરિયાલે  સંયુક્ત રૂપે તેની જાહેરાત કરી હતી.  આ ઘોષણા દરમિયાન કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા આયોજિત બ્રીફિંગ કાર્યક્રમમાં મંત્રીઓ ઉપરાંત સચિવ અને માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અન્ય અધિકારીઓ પણ હાજર હતા. ઉચ્ચ શિક્ષણમાં સુધારા ઉચ્ચ શિક્ષણમાં હવે બહુવિધ પ્રવેશ અને બહાર નીકળવાના વિકલ્પો આપવામાં આવશે. પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ કરનારાઓએ એમફિલ કરવાનું રહેશે નહીં.

કોલેજોને એક્રિડેશનને  સ્વાયતત્તા આપવામાં આવશે. ઉચ્ચ શિક્ષણ માટે એક જ રેગ્યુલેટર હશે. હાલમાં યુજીસી, એઆઈસીટીઇ સામેલ છે. જો કે આમાં કાનૂની અને તબીબી શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે નહીં.     સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ માટે શિક્ષણ ધોરણ સમાન રહેશે. રાષ્ટ્રીય સંશોધન ફાઉન્ડેશન (એનઆરએફ) ની સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે.   આ ઉપરાંત ટેકનોલોજી દ્વારા પીડબ્લ્યુડીમાં શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવશે. ઇ-અભ્યાસક્રમો આઠ મુખ્ય પ્રાદેશિક ભાષાઓમાં વિકસિત કરવામાં આવશે. રાષ્ટ્રીય શૈક્ષણિક ટેકનોલોજી મંચ (NETF) ની સ્થાપના કરવામાં આવશે. અગાઉ એચઆરડી મંત્રાલયે કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં ઘડવામાં આવી હતી અને 1992માં તેમાં સંશોધન કરવામાં આવ્યું હતું.  શિક્ષણ નીતિ ઘડયા બાદ  આજે ત્રણ દાયકા કરતાં વધુ સમય વીતી ગયો છે. પરિવર્તનને ધ્યાનમાં રાખીને નવી શિક્ષણ નીતિ જરૂરી છે. શાળાકીય શિક્ષણમાં સુધારા  અર્લી ચાઈલ્ડહુડ કેર & એજ્યુકેશન માટે કૈરિકુલમ NCERT દ્વારા તૈયાર થશે. ગુજરાત પણ આ બાબતે કેટલુંય કામ કરી ચૂક્યું છે.આ નવો અભ્યાસક્રમ 3થી 6 વર્ષના બાળકો માટે તૈયાર કરવામાં આવશે. બુનિયાદી શિક્ષણ એટલે કે 6થી 9 વર્ષ માટે માટે ફાઉન્ડેશનલ લિટરેસી & ન્યૂમેરસી પર નેશનલ મિશન શરુ કરવામાં આવશે. અભ્યાસની રૂપરેખા 5+3+3+4ના આધારે તૈયાર કરવામાં આવનાર છે. જેમાં અંતિમ 4 વર્ષ ધો.9થી 12 સામેલ છે. વિશેષ પ્રવૃત્તિઓને મુખ્ય કારિક્યુલમમાં સમાવવામાં આવશે. હોશિયાર બાળકો અને બાળકી માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. વર્ગ 6 પછીથી જ વૉકેશનલને ઉમેરવામાં આવશે. એક નવું રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે જેમાં ઇસીઇ, શાળાઓ, શિક્ષકો અને એડલ્ટ એજ્યુકેશન ઉમેરવામાં આવશે. બાળકોના રિપોર્ટ કાર્ડમાં લાઈફ સ્કિલ્સને જોડવામાં આવશે. વર્ષ 2030 સુધી તમામ બાળકો માટે શિક્ષણ સુનિશ્ચિત કરવામાં આવશે. બીજી તરફ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે એક જ કોમન એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે.

આપ જોવા જઈએ તો ખરેખર આ નવી શિક્ષણ નીતિની જરૂર છે. નવું નવ દિવસ હોય. પછી તેને યોગ્ય રીતે અમલી ન કરવામાં આવે તો તે પણ જુના જેવી હાલતમાં જોવા મળશે. વાલીઓએ પણ આ શિક્ષણ સમિતિને સમજી એમના બાળકો માટે આગળ શું કરવું તે નક્કી કરવું જ પડશે.આપ આ લેખ પછી પણ આ અંગે વધુ જાણવા માંગતા હોવ તો અવશ્ય સંપર્ક કરી શકો છો. આપ મને મેલ કરી શકો છો.

આપણે આજેય એવું કહી શકતા નથી કે રાજીવ ગાંધીની શિક્ષણ નીતિ આપણે સંપૂર્ણ રીતે અમલી કરી શક્ય છીએ.આવા સમયે એક જુસસથી આવી રહેલી નવી શિક્ષણ નીતિ ને આપણે અપનાવીએ, પરંતુ એ માટે સરકાર પક્ષે આદેશ કરવા સિવાય બીજું ગણું આવે છે. જેમાં આજેય કચાશ દેખાઈ રહી છે ત્યારે આ નગે ચિંતન કરવું જરૂરી છે. આર.ટી.ઈ...આર.ટી.આઈ અને નરેગા જેવી યોજનાઓ એજ પેટનમાં ચાલે છે. આ સંજોગોમાં એવું ન થાય કે આ નવી શિક્ષણ નીતિ એજ રીતે ચાલે માત્ર નામ બદલાય એ પણ જોવું રહ્યું.  


 આ નાગે આપ કોઈ વિગત જાણવા માંગતા હોવ તો મને મેલ કરી શકો છો.

bhaveshpandya2008@gmail.com


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી