Posts

Showing posts from July, 2015

બાપુજીનું જીવન...

Image
એક કાકા. રોજ સવારે ટી.વી.સામે બેસી જાય. એક દિવસની વાત છે. રોજની જેમ યોગ કરવા બેઠા.બસ તે મરી ગયા. કોઇ એ કહ્યું'શું થયું?' તેમનો દિકરો કહે: ટી.વી. માં અનુલોમ કરાવ્યુંને પાવર કટ....બાપુજીનું જીવન પણ કટ.

એક વિચાર....નેક વિચાર...બાળકો માટે...વિકાસ માટે...

Image
એક સારો શિક્ષક.એક સંશોધક અને પ્રેરક હોય છે.બાળકોમાં ભિન્નતા હોય છે.આ નોખા બાલદેવો માટે એક જ પ્રક્રિયા શક્ય નથી.આ માટે નવતર પ્રયોગો કરવાજ પડે.આવા નવતર પ્રયોગો થકી જ શિક્ષણ પ્રક્રિયા રસપ્રદ અને બાળભોગ્ય બને છે. શિક્ષણ દરમિયાન જ્યાં સમસ્યા છે , ત્યાં નાવાચાર માટે અવકાશ છે.સંભાવનાઓ છે.સગવડના અભાવે , પડકાર ધરાવતી સુવિધા વચ્ચે કામ કરી પરિણામ પ્રાપ્ત કરવું તે પ્રક્રિયા એટલે નાવાચાર.આઇઆઇએમ , અમદાવાદ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી) ધ્વારા નવતર   શિક્ષકોની શોધનું કામ ચાલુ છે.આ પ્રક્રિયાને બહોળો પ્રતિસાદ પણ મળ્યો છે. ગુજરાતના અને દેશના ખૂણે ખૂણે બેઠેલા અને ધૂણી ધખાવીને કામ કરતાં અનેક શિક્ષકોને અહીં સમાવવામાં આવ્યાં છે.કન્યા કેળવણી , ગણિત , વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપરાંત શાળા અને સમાજને સાથે જોડાવાના અને તેના માધ્યમથી ગુણવત્તાલક્ષી કામ કરનાર અનેક છે. અનેક પરિણામ લક્ષી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર શિક્ષકોની વિગતોનો અહીં સમાવેશ કરવામાં આવેલ છે.મહારાષ્ટ્રમાં ‘સ્ટેટ ઇનોવેશન અને રીસર્ચ ફાઉન્ડેશન પણ આ કાર્યમાં મહારાષ્ટ્રના શિક્ષકોને શોધવાનું કામ કરે છે.તેઓને આવા નવતર શિક્ષક

સમાવેશન શું અને કેમ?

Image
શાળાએ સમાજનું અંગ છે . આપણો સમાજ અનેક વિધતા ધરાવતો સમાજ છે . આવી જ વિવિધતા શિક્ષણ વ્યવસ્થામાં છે . પ્રદેશ , સુવિધા , ભાષા અને એવી અનેક વિવિધતા સાથે શિક્ષણમાં કામ થઇ રહ્યું છે . દરેક બાળક ખાસ છે . દરેક બાળકનું મહત્વ છે . દરેક બાળકની સમજ , સંવેદના અને શારીરિક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે . દરેક બાળકમાં ભિન્નતા હોવા છતાં એક વાત તો ચોક્કસ કે તે એક બાળક છે . છેલ્લા કેટલાંક સમયથી શિક્ષણમાં એક નવો શબ્દ વારંવાર સાંભળવા અને જોવા મળે છે . આ શબ્દ એટલે ‘ સમાવેશન . ’ વિદ્યાર્થીઓની   વિવિધતાને શિક્ષણના આદાન પ્રદાનમાં આવરી લેવું તે સરળ નથી . એક જ વર્ગમાં વિવિધતા ધરાવતા બાળકો સાથે કામ કરવું એટલે કપરી કામગીરી એવું માનવું યોગ્ય નથી . બાળકની વિશેષ શક્તિઓ   અને નબળાઈઓ કે ઓછી સમજને આધારે શિક્ષણ કાર્યને તે રીતે બાળકોને ઉપયોગી માળખામાં ગોઠવવું તે જ   મહત્વની બાબત છે . શિક્ષણમાં સમાવેશન ને અંગ્રેજીમાં (inclusion in education) કહેવામાં આવે છે . શિક્ષણમાં , શિક્ષણની પ્રક્રિયામાં જેમના સુધી પહોચવું છે તેમના સુધી પહોંચવા માટે સકારાત્મક વલણ એક મહત્વની ભૂમિકા ભજવે છે . શાળાના વૈવિધ્યને મળવાનો શિક્ષક