અને હા....
મને વિશ્વાસ ન આવે. તારીખ:૨૯ સપ્ટેબર ૨૦૧૪.નવી દિલ્હી ખાતે એક સમારંભ થયો.અહીં આખી દુનિયાના અનેક લોકો હજાર હતા,બાળસાહિત્યના વિશેષ યોગદાન અને શૈક્ષણિક નાવાચાર માટે મને આ માનદ ડોક્ટરેટની પદવી મળી.છેલ્લા કેટલાંય વર્ષોથી જોડાક્ષર વગરની વાર્તાઓ લખી.ચાલીસ જેટલા પુસ્તકો લખ્યા.ઇનોવેશન માટે પસંદ થયો.અરે!પસંદગી સમિતિમાં કામ કર્યું.નેશનલ કરીક્યુંરમ ફ્રેમવર્ક માટે કામ કર્યું.રાજ્ય,રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કામ કર્યું.અનેક રેકોર્ડ કર્યા.આજે આ જ કામ ને લીધે ડોક્ટરેટની લાયકાત મળી.આ માટે મારા નામની આગળ ડોકટર લખાય તેવું બહુમાન મળ્યું. અહીં એશિયાના પ્રતિનિધિ હજાર હતા.મને અહીં સાંજે મહેમાનોની અને અનેક વ્યક્તિઓની પ્રેરક હાજરીમાં આ બહુમાન મળ્યું. ૩૦ કરતાં વધારે બાળ વાર્તાના પુસ્તક લખ્યા.... ૧૧૮૫ કરતાં વધારે જોડાક્ષર વગરની વાર્તાઓ લખી... એક થી આઠ ધોરણ માટે વિવિધ વિષયમાં લેખક તરીકે લખ્યું... અભ્યાસક્રમ માટે ચાલીસ પાઠ્યપુસ્તકો અને શિક્ષક આવૃતિઓ લખી.... આ બધું જ લખી શકાયું.અનુભવને આધારે.આ અનુભવ મળ્યો એક શિક્ષક તરીકે.સણથ પ્રાથમિક શાળાન શિક્ષક તરીકે જ હું આ બહુમાન સ્વીકારી શકું.આજે હ