કારણ ....સણથ પ્રાથમિક શાળા...

ડૉ.ભાવેશ પંડ્યા.આવું હવે લખી શકાય,બ્રિટિશ કાઉન્સિલ ઓફ યુનિવર્સીટી ધ્વારા આવું  બહુમાન મળ્યું.સરકારી શાળામાં મારી શિક્ષકની નોકરી.અહીં છોકરાં ને વાંચતાં ન આવડે.બસ ત્યાંથી  લઇ આજે માનદ ડૉકટરેડનું બહુમાન મળ્યું.એનોખા ગૌરવ સુધી પહોંચ્યો.
આ કામમાં મને મારા પરિવારે સહકાર આપ્યો.મારા અનેક મિત્રો અને માર્ગદર્શકો એ મને સહયોગ આપ્યો. આપ સૌ મારા સહયોગી છો.પરંતુ મારી આ સફળતા કે તેમાં સહયોગ આપનાર અનેક વચ્ચે કેટલાંકને અહીં આજે યાદ કરવાં જ રહયાં.
આ બધામાં સૌ પ્રથમ મારા મા બાપ.પછી શ્રીમતી રૂપલ ભટ્ટ.કોઈ પણ સમયે મારી દરેક વાતે તૈયાર.સહમત અને સહયોગ.આજે હું એક વાત કરું.તેનું નામ સગુણા મેં  પાડ્યું છે.સગુણા એટલે સારા ગુણ વાળી.હવે એવા વ્યક્તિઓ વિશે વાત કરીશ જેમના વગર આ શક્ય નથી.

મારી સૌથી મોટી નબળાઈ અંગ્રેજી લખવા અંગે છે.મારે લીમ્કા બુક થી ગ્રીનીસ બુક સુધી અને માનદ ડોક્ટરેડ સુધી જવા માટે અને વિગતો પહોંચતી કરવા અંગ્રેજી ની જરૂર હતી.
વાર્તાઓ,જોડાક્ષર વગરની વાર્તાઓ વિશે અંગ્રેજીમાં લખવું....બાપરે....!
મને જોડાક્ષર વિશે ગુજરાતીમાં સરળ સહજ રીતે રજુ કરવા માટે માર્ગદર્શન આપનાર શ્રી દિનેશ દેસાઈ(ક્યુ..સેલ,સર્વ શિક્ષા અભિયાન કચેરી,ગાંધીનગરશ્રી હરેશ ચૌધરી(ગુજરાત યુનિસેફ),ડૉ.સંજય ત્રિવેદી(જીસીઈઆરટી,ગાંધીનગર)શ્રી યોગેન્દ્ર વ્યાસ(ભાષા નિષ્ણાત),ડૉ.ટી.એસ.જોષી(જીસીઆરટી,ગાંધીનગર)શ્રી એ.ડી.ચૌહાણ(ડી.ડી.ઓ શ્રી ભૂજ).આ વ્યક્તિઓ એવા કે જેમણે મને લખવા માટે માર્ગદર્શન આપ્યું.મારું લખાણ જોયું.ચકાસ્યું અને સુધારી પણ આપ્યું.જ્યાં જરૂર પડી ત્યાં મારા માટે લખ્યું.

ગુજરાતી ભાષામાં જે વાત નથી સમજી શકાતી તે અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે કેવી તકલીફ.અહીં મને આ મિત્રોએ મદદ કરી.
હવે એવા મિત્રો જેમણે મારું બધું જ  લખાણ અંગ્રેજી કરી આપ્યું.અહીં એ વાત કરીશ કે ધોરણ દસમા મને અંગ્રેજી  વિષયમાં મદદ કરી પાસ કરનાર વિરલ પંડ્યા(અમદાવાદ)ને આ તબક્કે ન ભૂલાય.દસમું પાસ થયા એટલે માસ્તરથયા.માસ્તર થયા પછી આ વાલી ડોકટર થયા.કેતન ઠાકર(કડી),વૈદેહી સોની (અમદાવાદ),તુષાર જોષી(પાલનપુરઆ મિત્રોએ મારું અંગ્રેજીનું કામ કર્યું.
મને માનદ ડોકટરેડ  આપવા માટે મારા બધાં જ રેકોર્ડ્સ જોવામાં આવ્યાં.મારા લખેલ ચાલીસ જેટલાં પાઠ્યપુસ્તક પણ તેમાં જોવામાં આવ્યો.આ પ્રક્રિયા માટે મારી સાથે જોડાએલ મારા સૌ લેખકો.મારા સાથી એવા શ્રી કેતન વ્યાસ,રાકેશ પટેલ અને ધર્મેશ રામાનુજનો  હું  આભારી છું.

મારી  બે દીકરીઓ ઋચા અને ચાર્મી’ જેમણે વાર્તા સાંભળવાનું  મુલતવી  રાખ્યું અને મને લખવા માટેની સુવિધા કરી આપી.મારા લખાણમાં વિશ્વાસ રાખનાર ગૂર્જર પ્રકાશનના શ્રી મનુભાઈ શાહ,નવભારત પ્રકાશનના શ્રી જયેશભાઈ શાહ,અરુણોદય પ્રકાશનના દીવ્યમૌલી,ડૉ,રમેશભાઈ  ઓઝા અને યુનિસેફ સાથે સંકળાએલ શ્રી મીન્તુંભાઈ દવેનો આ તબક્કે આભાર માનું છું.વિવિધ મીડિયાના શ્રી તરુણ શેઠ(રખેવાળ),પંકજ સોનેજી(ભાસ્કર જૂથ),દીવેટ બારોટ (સંદેશ)ગુજરાત સમાચાર,સંદેશ,બાળસંદેશ,બાળ ભાસ્કર,ટાઈમ્સ ઓફ ઇન્ડિયા,ઇન્ડિયા ટૂડે,અભિયાન અને ચિત્રલેખા ઉપરાંત પાઠ્યપુસ્તક મંડળના મુખપત્ર બાળસૃષ્ટી,ચિલ્ડ્રન યુનિવર્સીટીનું મુખપત્ર બાળવિશ્વ એ આ વિગત સ્વીકારી.જ્યાં જરૂર પડી ત્યાં શ્રી સતીશ મોરી(કન્સલ્ટન,ઈલેમીડિયાશ્રી માનું ચાવડા(વી.ટીવી ગુજરાતી),ટીવી નાઈન.જીએસટીવી,દૂરદર્શન ગુજરાત,દૂરદર્શન ઇન્ડિયા,એન.ડી.ટીવી  અને અનેક સહયોગીઓ ને આ તબક્કે આભારની લાગણી  વ્યક્ત કરું છું.

આઇઆઇએમ ધ્વારા મારા નવતર પ્રયોગોની નોધ લેવાઈ.મને આવા ઇનોવેટિવશિક્ષકોની પસંદગી કરવાની સમિતિમાં સમભ તરીકે જોડવામાં આવ્યો.આ માટે પદ્મ શ્રી અનીલ ગુપ્તા અને પ્રો વિજય શેરીચંદ(આઇઆઇએમઅમદાવાદ)નો આભારી છુંશ્રી અવનીશ ભંડારી,ચેતન પટેલ,ચૈતન્ય ભટ્ટ અને મેઘા ગજ્જર જેવા મારા સાથીઓ ને યાદ  અને સહયોગ માટે અહીં વ્યક્ત થઇ મારી આ તમામ સિદ્ધિ હું સણથ પ્રાથમિક શાળાના બાળકો ને અર્પણ કરું છું.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી