Posts

Showing posts from February, 2022

જીવન કૌશલ્ય કેળવવા શું કરી શકાય.

Image
આપનું બાળક મોટું થાય. અઢાર વર્ષનું થાય એટલે ઘરમાંથી બહાર જવા અને પોતાના પર રહેવા માટે તૈયાર છે એવું માની શકાય? જ્યાં સુધી તમે તેને વાસ્તવિક દુનિયામાં જીવવા માટે આવશ્યક જરૂરી કૌશલ્યો શીખવવા આપણે શું કર્યું એ પણ મહત્વનું છે. આજ કાલ સૌ જીવન શૈલી માટે વિવિધ વાતો આગળ ધરે છે. એ કદાચ અયોગ્ય હોઈ શકે. છતાં એમ કહી શકાય કે તેમને જીવનની કુશળતા અભાવ છે. તેઓ તેમના માતાપિતાના નાણાકીય, ભૌતિક અને ભાવનાત્મક સમર્થન વિના મેળવવામાં સંઘર્ષ કરે છે. અહીં મૂળભૂત જીવન કૌશલ્યના માબાપને તેમના માતાપિતા પાસેથી સ્વતંત્રતા મેળવવાની જરૂર છે. આપણે આપણા બાળકને કેવી રીતે તૈયાર કરવું જોઈએ એ અંગે વાત કરવા માટે આપણે કેટલાક મુદ્દાઓ અંગે સમજ કેળવીએ. જરૂરી કાર્ય કૌશલ્ય: તમારા બાળક ને સ્કૂલ દ્વારા બનાવવામાં આવે તે જ કારણથી તે એજ નોકરીને પકડી રાખશે. કર્મચારીઓના નિયમો હાઈસ્કૂલની મર્યાદાથી અલગ છે. નોકરીની અરજી કેવી રીતે પૂર્ણ કરવી, ઇન્ટરવ્યુમાં હાજરી આપવા અને સુપરવાઇઝરની સૂચનાઓનું પાલન કરવું તે જાણવાની જરૂર છે. ઉચ્ચ શાળા અથવા ઉનાળામાં નોકરી દરમિયાન ભાગ-સમયની નોકરી ભવિષ્યમાં કારકિર્દી માટે તમારા યુવાને તૈયાર કરી શકે છે વધુમાં, કામ

જીવતી વારતા:અજિતસિંહ સોલંકી

Image
અજીતસિંહ સોલંકી. સમગ્ર રાજ્યમાં એક આદર પાત્ર નામ. વલ્લભીપુર ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે. એમની વાત થોડા શબ્દો કે સમયમાં કરી શકાય એમ નથી. એ એક કથા છે જે જીવતી છે. જીવતી વારતા દ્વારા એમને યાદ કરવા જરૂરી છે. એમના વગર આ જીવતી વારતા શક્ય ન બને. કારણ એ તો એક કથા જેવું જીવન જીવી ગયા છે.  નમસ્કાર મિત્રો... અમદાવાદ ભાવનગર વચ્ચે નાનું ગામ.ગામનું નામ વલભીપુર. હાઇ વે ઉપર આવેલું ગામ. ચોવીસ કલાકનો માર્ગ વાહન વ્યવહાર. બધું જ આ ગામમા મળી રહે. ગામ નાનું છતાં રોડની બે તરફ આવેલું ગામ. એક તરફ ઓછા લોકો રહે અને બીજી તરફ વલ્લભીપુર મૂળ ગામ. ગામમાં એક શાળા. શાળાનું નામ વલ્લભીપુર. અહીં એક પ્રાથમિક શાળા. સરકારી શાળા નામ હોઈ શકે.વલ્લભીપુર સરકારી શાળા. આ શાળામાં એક શિક્ષક.એમનું નામ અજીતસિંહ. અજીતસિંહ સોલંકી વિશે હું આજે વાત કરીશ. વાત જાણે એમ બની કે અજીતસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે. એ જમાનામાં દિકરીઓ ભણવા ન આવે. એમાંય ક્ષત્રિય દિકરીતો ન જ આવે. આ વાત છે વર્ષ 1974ની.પણ, અજીતસિંહ વલ્લભીપુરના જ વતની. અજીતસિંહ રાજપૂત સમાજના. આ કારણે બે - પાંચ દિકરીઓ શાળામાં આવતી થઈ. પણ, એક દિવસ એવુ બન્યું. એક દિકરી શનિવાર

વાર્તા સ્પર્ધા...

Image
ગિજુભાઈ બધેકાના જન્મ દિવસથી આખું વર્ષ વાર્તા વર્ષ તરીકે ઉજવવાનું ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. @radio પાલનપુર 90.4 fm. @rucharmi ઇનોવેશન Ltd. @આંગિકમ ફાઉન્ડેશન, પાલનપુર દ્વારા આયોજિત વાર્તા સ્પર્ધામાં ભાગ લેવા આપ રેડિયો પાલનપુરની એપ ડાઉનલોડ કરો. ગિજુભાઈ બાંધેકાના જન્મ દિવસ 15 નવેમ્બર છે. 15 નવેમ્બર 2021 થી 15 નવેમ્બર 2022 દરમિયાન આ સમયને વાર્તા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું છે. આ ઉજવણીમાં 90.4 fm રેડિયો પાલનપુરનું આયોજન.આંગિકમ ફાઉન્ડેશનની પ્રેરણા અને ઋચાર્મી ઇનોવેશના સહયોગ મળી રહ્યો છે. વાર્તા સ્પર્ધા માટે વિડીયો... વાર્તા સ્પર્ધામાં જોડાવા એપ્લિકેશન ડાઉનલોડ કરો. રેડિયો 90.4 fm માટે લિંક વધુ વિગત માટે... 02742299133 Rucharmi innovation, palnpur.

સંચાની શોધ...

Image
ચતુરસિંહ રાજા એમના નામે જ આ નગર નગર ને સૌથી ચતુર નગર કહે લોકોની સુવિધા માટે ચતુરસિંહ દેખરેખ રાખે હવે એક દિવસની વાત છે. ચતુરસિંહ દરબાર ભરીને બેઠા હતા. એમની આસપાસ પ્રધાનો અને સલાહકાર બેઠા હતા. બાજુના નગરનો એક વેપારી રાજા સાથે વાતચીત કરતો હતો. રાજાએ આ વાત નોંધવા જેવી લાગી. રાજાએ પ્રધાનજી ને આ વાત નોંધી લેવા સુચના આપી. રાજાનો પ્રધાન બાજુમાં જ બેઠો હતો. રાજા ના કહેવાથી પ્રધાન લખવા ગયો ત્યાં પેન્સિલની અણી તૂટી ગઈ. આ જોઈ પ્રધાન રાજાજીને ધીરેથી કહે.. તૂટી મારી અણી, ઉપયોગી હતી ઘણી. અણી કાઢતા લાગે વાર, ન ગમ્યું મને આ લગાર. પેન્સિલની અણી તૂટતા રાજાએ પેલા વેપારી ને થોડીવાર થોભવાની વાત કરી. પેન્સિલની છોલવા રાજાએ ચાકરો ને બોલાવ્યા. રાજા નો આદેશ થતાં ચાકર વિવિધ વસ્તુઓ સાથે આવી પહોંચ્યા. રાજાએ જોયું તો રાજા ના ચાકર હાથમાં તલવાર, ચપ્પુ, છરી અને ફરસી જેવા ઓજાર લાવ્યા હતા. રાજાનો એક સેવક ભાલો લઈને આવ્યો હતો. આ જોઈ રાજા કહે: સુનો સુનો પ્રધાનજી, આ તે શું શું લાવ્યા જી. કેમ કરતા આ કામ હવે થાય, પેન્સિલથી કેમ હવે લખી શકાય. રાજા ની મૂંઝવણ સાંભળી પ્રધાનજી રાજાને કહે સુનો સુનો રાજાજી આ સૌ ઑજાર લાવ્યા જી ગુજરાતી

ભગવાન ભૂલ ન કરે...

Image
એક નાનું ગામ.  ગામમાં એક જશો રહે. જશો ભારે આળસ રાખે. કોઈ કામ જાતે ન કરે,બધાં જ કામ માટે કોઈની મદદ મળે તેની રાહ જુએ. જશાને કોઈ મોઢામાં કોળિયો મૂકે તો એને ખાવાની મજા પડી જાય. જો કોઈ કોળિયો ખવડાવનાર ન હોય તો એ જમે તો ખરો પણ, એને જમવામાં મજા ન આવે.જશો આળસુ હતો પરંતુ એ ગીત સરસ ગાતો હતો. એક દિવસની વાત છે. જશાને કોઈ કામથી બીજે ગામ જવાનું થયું. જશો તો સવાર સવારમાં બીજે ગામ જવા નીકળી ગયો. જશો મનોમન વિચારતો હતો, ' જો આજે કોઈનું બળદગાડું મળી ગયું હોત તો ચાલવું ન પડત. આમ વિચાર કરતો કરતો જશો તો બીજા ગામ તરફ આગળ વધતો હતો. થોડું ચાલ્યો ત્યાં જંગલ આવી ગયું. જશો જંગલમાં પ્રવેશી ગયો.જશો ઘરેથી નીકળ્યો ત્યારે આસપાસ થોડા ઘણા વૃક્ષો હતા. લીમડો, આંબો, આસોપાલવ અને ગામ પૂરું થયું ત્યારે વડનું વૃક્ષ હતું. જશો ચાલતાં ચાલતાં ગાતો હતો... મારું નામ જશો છે, જશો ચાલતો જાય છે. ગામમાં મને ઝાડ દેખાય, જશો જોતો જાય છે. જશો ગાતો ગાતો આગળ વધતો હતો. જશો જેમ જેમ જંગલમાં આગળ વધતો ગયો એમ જાત જાતના વૃક્ષો દેખાવા લાગ્યા. કેટલાક વૃક્ષ ઊંચા હતા. કેટલાક વૃક્ષ ઘટાદાર તો કેટલાક નાના નાના વૃક્ષ હતા. જશો આગળ વધતો હતો. જશો આગળ પાછળ જ

હું ને પોપટલાલ ચાલતા ચાલતાં

Image
 હું ને પોપટલાલ હું ને પોપટલાલ ચાલતા ચાલતા, વન વગડામાં ગ્યા 'તા....(૨) કેરી પણ ખાધી, આંબલી ખાધી. કેરી પણ ખાધી...હંઅ.... આંબલી ખાધી...ટા...ટ્ટા... ખાધા મેં બોરા નાનાં. હું ને પોપટલાલ ચાલતા ચાલતા, વન વગડામાં ગ્યા 'તા....(૨) વાઘ પણ જોયા,હાથી પણ જોયા. વાઘ પણ જોયા....બ્રા.... હાથી પણ જોયા...હ્રીં... જોયા મેં નોળિયો નાના. હું ને પોપટલાલ ચાલતા ચાલતા, વન વગડામાં ગ્યા 'તા....(૨) ઝાડ પણ જોયા,તાડ પણ જોયા. ઝાડ પણ જોયા...સૂ... તાડ પણ જોયા...સૃ... જોયા મેં છોડવા નાના. હું ને પોપટલાલ ચાલતા ચાલતા, વનવગડામાં ગ્યા 'તા. હું ને પોપટલાલ ગીત સાંભળો. હું ને પોપટલાલ ચાલતા ચાલતા ડૉ. ભાવેશ પંડ્યા ગુજરાત

જંગલની વાત

Image
 જંગલની વાત કરું... જંગલની વાત કરું જંગલની વાત. ઝાડ,પાન, ફળની અનોખી જાત...(૨) એક વાર હું ફરવાને જંગલમાં ગઈ 'તી. નાની મોટી ઝાડવાની હરોળ જોઈ 'તી. મને ગમે ઝાડવાના નાનાં મોટા પાન. ઝાડ પાન ફળની અનોખી જાત. જંગલની વાત કરું જંગલની વાત. ઝાડ,પાન, ફળની અનોખી જાત...(૨) કેટલાંક ઝાડ ઉપર ફળ બહું લાગતાં. ખાટાં મીઠાં ફળ,મને બહુ ભાવતાં. કેટલાંક ફળ પાછાં વેલ ઉપર થાય. ઝાડ પાન ફળની અનોખી જાત. જંગલની વાત કરું જંગલની વાત. ઝાડ,પાન, ફળની અનોખી જાત...(૨) કેટલાંક ઝાડવાં તો ખૂબ ઊંચે જાતાં. પવન સાથે ઝાડવાં ખૂબ લહેરાતાં. પવન આવે ત્યારે મને મજા પડી જાય. ઝાડ પાન ફળની અનોખી જાત. જંગલની વાત કરું જંગલની વાત. ઝાડ,પાન, ફળની અનોખી જાત...(૨) ડૉ. ભાવેશ પંડ્યા ગુજરાત

શિવાજીની વાત #shivaji_maharaj

Image
 આ પણ ઇતિહાસ છે.... શિવાજી આપણું ગૌરવ.આપણું અનોખું ગૌરવ.એક વિચારક અને એક અનોખા આગેવાન.આપણું ઘડતર કરનાર શિવાજીનું ઘડતર તેમની માતાને અભારી હતું.ઇતિહાસમાં શિવાજીનું હાલરડું આજે પણ આપણે ગૌરવ સાથે ગાઈએ છીએ.આ શિવાજી ખૂબ સારા અવલોકન કરનાર હતા.તેમની આસપાસનું જોઈ ખૂબ જ ઝડપથી તેનાં વિશે સમજી જતા.આવો જ એક બનાવ ઇતિહાસમાં નોધાયો છે.ઇતિહાસમાં નોધાયું છે કે,શિવાજી અને સુલતાન આદીરશાહ એક બીજા સામે લડતા હતા.જે વિજેતા થાય તેના હાથમાં રાજ આવે.એક બીજાને હરાવવા તેઓ બધું જ કરતાં હતા.આ સુલતાને નુંરખાનને તૈયાર કરી દીધો.આ નુંર્ખાનની મોટી જવાબદારી હતી.નુંરખાનની જવાબદારી શિવાજીને મારવાની હતી. શિવાજી પણ કઈ નાના લડવૈયા ન હતા.તે પણ પોતાનું બધું જ જોર લગાવીને લડતા હતા.સુલતાનને ખબર હતી .શિવજીને મારવા કોઈ કાચોપોચો માણસ ના ચાલે.નુરખાન પસંદ થયો.સુલતાને શરત કરી.જો તુ તારા ભાઈને મારે તો જ હું તને આ કામ આપું.પોતાના બાદશાહને રાજી રાખવા નુંરખાને એવું કરી દીધું. તેના ભાઈને મારી પોતાની વફાદારીની સાબિતી આપી.હવે આ નુરખાન ગયો શિવાજીના ગઢમાં. અહીં તે મરાઠાનો વેશ લઈને ફરતો હતો.મરાઠા બની તે શિવજીની સેનામાં પણ જોડાઈ ગયો.આ અગાઉ પણ શિવા