જીવતી વારતા:અજિતસિંહ સોલંકી

Ajitsinh solanki. vallabhipur. Bee the change



અજીતસિંહ સોલંકી.
સમગ્ર રાજ્યમાં એક આદર પાત્ર નામ.વલ્લભીપુર ખાતે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે. એમની વાત થોડા શબ્દો કે સમયમાં કરી શકાય એમ નથી. એ એક કથા છે જે જીવતી છે. જીવતી વારતા દ્વારા એમને યાદ કરવા જરૂરી છે. એમના વગર આ જીવતી વારતા શક્ય ન બને. કારણ એ તો એક કથા જેવું જીવન જીવી ગયા છે. 



નમસ્કાર મિત્રો...

અમદાવાદ ભાવનગર વચ્ચે નાનું ગામ.ગામનું નામ વલભીપુર. હાઇ વે ઉપર આવેલું ગામ. ચોવીસ કલાકનો માર્ગ વાહન વ્યવહાર. બધું જ આ ગામમા મળી રહે. ગામ નાનું છતાં રોડની બે તરફ આવેલું ગામ. એક તરફ ઓછા લોકો રહે અને બીજી તરફ વલ્લભીપુર મૂળ ગામ.
ગામમાં એક શાળા.


શાળાનું નામ વલ્લભીપુર.
અહીં એક પ્રાથમિક શાળા. સરકારી શાળા નામ હોઈ શકે.વલ્લભીપુર સરકારી શાળા. આ શાળામાં એક શિક્ષક.એમનું નામ અજીતસિંહ.

અજીતસિંહ સોલંકી વિશે હું આજે વાત કરીશ. વાત જાણે એમ બની કે અજીતસિંહ ક્ષત્રિય સમાજમાંથી આવે. એ જમાનામાં દિકરીઓ ભણવા ન આવે. એમાંય ક્ષત્રિય દિકરીતો ન જ આવે. આ વાત છે વર્ષ 1974ની.પણ, અજીતસિંહ વલ્લભીપુરના જ વતની. અજીતસિંહ રાજપૂત સમાજના. આ કારણે બે - પાંચ દિકરીઓ શાળામાં આવતી થઈ. પણ, એક દિવસ એવુ બન્યું.

એક દિકરી શનિવારના દિવસે રોડ ક્રોસ કરીને શાળામાં ભણવા આવતી હતી. કોઈ ખૂબ જ ઝડપથી આવતી.કોઈ ટ્રક નીચે તે આવી ગઈ. દિકરીનો અકસ્માત થયો અને વલભીપુરમાં એ દિવસે કાળો કેર વાર્તાયો. દિકરીઓ ભણવા આવતી ન હતી  એમાંથી એક આવતી દિકરી, ક્ષત્રિય સમાજની દિકરી અકસ્માતમાં મૃત્યુ પામી. શાળામાં શોક, ગામમાં શોક, ભાવનગરમાં શોક.

સૌથી વધારે દુઃખ જો કદાચ હોય તો એ દુઃખ હતું અજીતસિંહને.
શું મોઢું વતાવે વાલીને.
ફરીથી અજીતસિંહે પ્રયત્નો કર્યા. વલ્લભીપુર રોડની બીજી તરફ જે વસાહત થતી ત્યાં વાલીઓને પૂછ્યું કે આ વિસ્તારમાં શાળા બને તો તને તૈયાર છો? વાલીઓ તૈયાર થયા. તમને થશે ગામ છે. ગામમાં એક શાળા છે. શાળામાં એક માસ્તર છે.શાળા બનવવા માટે 
કેટલું કરે છે. એમાં શું નવી વાત.. ના જીવતી વાર્તા જુદી.

'અકબર ભલે હો મહાન એ થી મહાન હું છું.
 અકબર ભલે હો મહાન એથી મહાન હું છું.
એ હતો નવ નો ચાલીશ નો સરતાજ હું છું.
ઘર બાર છોડી  પ્રવેશું વર્ગ દરબારમાં. સો સો સલામો જીવતો હું તાજ છું સરતાજ છું.
કારણ હું 
હું શિક્ષક છું...
શિક્ષક છું...શિક્ષક છું.

આવા શિક્ષક અજીતસિંહ એ નક્કી કરી લીધું કે કોઈ પણ સંજોગોમાં દિકરીઓ ભણવા આવે.એ માટે રોડની આ તરફ શાળા બનાવીશું. 

જીલ્લા પંચાયતમાં જાણ કરી.
જીલ્લા પંચાયત કહે:' અમારી જોડે પૈસા નથી. તમે કહો તો મંજૂરી મળી જાય. અજીતસિંહને રોડની આ તરફ
પ્રાથમિક શાળા ચલાવવાની મંજુરી મળી. મકાન વગરની તો શાળા હોય નઈ.પણ આતો અજીતસિંહ.

હું ચીતરુ છું, ચીતરી ચઢશે તેવું ચીતરાવી  જાણું છું.

અવનવું ચિતરનારને સર્જનહાર બનાવી જાણું છું.
હું શિક્ષક છું .હું સર્જક છું ખૂદ ને મુંજાવર માનું છું.

આવા સર્જક શિક્ષકે સરસ મજાનો વિચાર કર્યો. આ એ જમાનાની વાત છે જયારે ટેપ રેકોર્ડરની અંદર ઓડીઓ કેસેટ ચાલતી હતી. મોરારિબાપુની કથાની ઓડીઓ કેસેટ તેમણે ભેગી કરી. આ અજીતસિંહ સાથે ભાઈએ જે જગ્યારે ગામના લોકો બેસતા હતા ત્યાં આખો શ્રાવણ મહિનો આ ટેપ વગાડ્યું. આવું કરવાનું કારણ હતું કે અમે મોરારીબાપુને કીધું કે મારે એક રૂમ 
બનાવવો છે. મારા માટે કથા કરો. બાપુન જોડે સમય ન હતો.તો બાપુની  ઓડીઓ કેસેટ વગાડી. લગભગ એ જમાનામાં ચોવીસ હાજર રૂપિયા ભેગા થયા. મોરારીબાપુની ઓડીઓ કેસેટ ગામ આગળ વગાડવાની. છેવટે  ચોવીસ હજાર રૂપિયા થયા. આ રકમ એવી હતી કે નથી મકાન બની શકતું કે નથી શાળા  બની શકતી. અજીતસિંહ  જોડે કોઈ વિકલ્પ નથી.એમણે ફરીથી મોરારીબાપુને કીધું કે બાપુ આ ચોવીસ હજાર રાખો.મારી જોડે પૈસા નથી. નથી રૂમ બાંધી શકાય એવું નથી શાળા માટે જમીન રખાય એવું. દીકરીઓ નઈ ભણે તો ચાલશે પણ હવે હું થાક્યો. એ દિવસે મોરારીબાપુએ કીધું કે આ ચોવીસ હજાર રાખો. બાકીની જે 
પણ રકમ ઘટતી હશે તે થઈ જશે તમારી શાળાનું બંધ કામ થશે.
    
 મિત્રો આજે વલ્લભીપુરથી અમદાવાદ જતાં એક યુનિવર્સીટી શોભે એવું મકાન છે. માનસ પ્રાથમિક શાળા.શાળાનું નામ માનસ પ્રાથમિક શાળા રાખવાનું એક માત્ર કારણ એ કે રામ ચરિત માનસની કથાના પૈસામાંથી  ચોવીસ હાજર રૂપિયાથી શરું થયેલી આ શાળા છે.આજે બાલમંદિરથી લઇ કોલેજ સુધીનું એક 
ઇન્સ્ટીટ્યુટ છે. માનસ પ્રાથમિક શાળા.
માનસ એજ્યુકેશન કેમ્પસ.

વાત કરીએ ફરીથી અજીતસિંહની. આજે પણ તેઓ શૈક્ષણિક રીતે સક્રિય છે. ગુજરાત સરકારમાં પણ તેઓ અનેક જગ્યાએ સહયોગી થાય છે. રાજ્યપારિતોષિક, રાષ્ટ્રિયપારિતોષિક ઉપરાંત  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, એટલે IIM અમદાવાદ દ્વારા અબ્દુલકલામના હસ્તે  તેઓને ઇન્ટરનેશનલ કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન એવોર્ડ પણ મળેલો છે.અને આ રીતે કથા કરી શાળાનું બાંધકામ કરનાર દુનિયાના એક માત્ર શિક્ષકને આપને આજે સૌ યાદ કરીશું.

આ અજીતસિંહ જેમની જીવતી વાર્તા જે કે એમને માત્રને માત્ર દિકરીઓ માટેનું જ શિક્ષણનું સંકુલ બનાવ્યું એમ નથી. આજે કોઈ પણ વ્યક્તિ એ સંકુલમાં જઈ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આ સંકુલ પાછળ સક્રિય રીતે કામ કરી રહ્યા છે. અને એટલા માટે જ અજીતસિંહને આજે આપણે જીવતી વાર્તામાં યાદ કર્યા કારણ કે 
ઘટતી બાકીની રકમ આપી એવું જ નહીં  પણ,એક - એક રૂપિયાનો હિસાબ આપી લોકોને અત્યારે પણ શિક્ષણ માટે જાગૃત કરવામાં આવે છે. 

તો અવા અનોખા પાત્ર.
આપણાં અનોખા વ્યક્તિ વિષે આપને આજે વાત કરી. અજીતસિંહ આજે પણ વલભીપુરમાં સક્રિય રીતે ,શૈક્ષણિક રીતે કાર્ય કરી 
રહ્યા છે. આખા ગામમાં જઈ તમે ગઈ એને પૂછો. 'અજીતસિહ સોલંકી' કોઈ પણ વ્યક્તિ આપને એમના સુધી પહોંચાડી શકે.
 
શ્રોતા મિત્રો...

ફરીથી કોઈ નવી વાર્તા સાથે મળીશું 90.4FM એટલે આપણો રેડીઓ, આપણો અવાજ, રેડીઓ પાલનપુર સાથે.

આ અંગે આખી વિગત સાંભળવા માટે નીચેની લિંક ક્લિક કરો.

અજીતસિંહ સોલંકીની વારતા સાંભળવા ક્લિક કરો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી