Posts

Showing posts from December, 2011

ઉ અને ઊ....

Image
બાળકોને ખૂબ પરેશાન કરે છે. આ માટે અહીં એક પ્રયત્નો કરે છે. ઉ ક્યારે લખાય? ઉનાળાની ઉષા ઉપર ઉતાર્યા ભાનુએ હાથ, ઉતાવળે ઉતારું  ઉતર્યા,ઉઘાડી મોટરનાં દ્વાર. ઉગર્યા લીમડાની છાંયે,ભારોભાર કર્યો ઉપકાર, ઉપાય કર્યો ઉદરનો સૌએ,ઉકળાટમાં ઉ નાનો થાય. ઊ ક્યારે વપરાય? ઊઠયો,ઊંટ,ઊભો થઇ ઊડવા, ઊંડી ખીણમાં ઊતરી જાય, ઊંચી ડોક કરી શું ઊંઘવું? ઊંગયામાં ઊ મોટો થાય.    

પચાસ વર્ષનું ગુજરાત.....

Image
સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદ - ૨૦૧૦             ગુજરાત વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક નજારો હતો.આ દિવસે સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદ યોજાઇ. જેમા ગુજરાતના વર્તમાન અને ભૂતપૂર્વ  જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિ હતી. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે અને સ્વરાજ પ્રાપ્તિ પછી સુરાજ્યના નિર્માણ માટે સમાજશક્તિને નેતૃત્વ પ્રેરિત કરવા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાકલ કરી હતી.જેને સૌ જનપ્રતિનિધિઓએ એક સૂરમાં વધાવી. સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદ એ રીતે વિકાસના એક સૂર , એક લય અને એક તાલનો ત્રિવેણી સંગમ બની રહી.ગુજરાતના સંસદીય ઇતિહાસમાં આ ઐતિહાસિક ક્ષણ સુવર્ણ અક્ષરે કંડારાઇ. સ્વર્ણિમ પ્રજાસત્તાક પર્વ             રાજ્ય સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ. ભારતના બંધારણના નિર્માણને ૬૦ વર્ષ.આ  શુભ અવસરે ૬૧માં સ્વાતંત્ર્ય પર્વની સુરેન્દ્રનગર ખાતે ભવ્ય ઊજવણી કરવામાં આવી. આ અવસરે ભારતના સંવિધાનના સન્માન અને વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.બંધારણને ઐરાવતની અંબાડી ઉપર મૂકીને સન્માનપૂર્વક યાત્રા યોજાઇ હતી. ૬૦ જેટલી મહિલા મસ્તક ઉપર બંધારણ ગ્રંથ ધારણ કરી યાત્રામાં જોડાઇ હતી. સ્વર્ણિમ સંકલ્પ જ્યોત ર

ગુજરાતી ગૌરવ...ગુજરાતની જ વાત....

Image
સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદ - ૨૦૧૦             ગુજરાત વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક નજરો હતો.આ દિવસે સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદ યોજાઇ. જેમા ગુજરાતના વર્તમાન અને ભૂતપૂર્વ  જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિ હતી. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે અને સ્વરાજ પ્રાપ્તિ પછી સુરાજ્યના નિર્માણ માટે સમાજશક્તિને નેતૃત્વ પ્રેરિત કરવા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાકલ કરી હતી.જેને સૌ જનપ્રતિનિધિઓએ એક સૂરમાં વધાવી. સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદ એ રીતે વિકાસના એક સૂર , એક લય અને એક તાલનો ત્રિવેણી સંગમ બની રહી.ગુજરાતના સંસદીય ઇતિહાસમાં આ ઐતિહાસિક ક્ષણ સુવર્ણ અક્ષરે કંડારાઇ. સ્વર્ણિમ પ્રજાસત્તાક પર્વ             રાજ્ય સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ. ભારતના બંધારણના નિર્માણને ૬૦ વર્ષ.આ  શુભ અવસરે ૬૧માં સ્વાતંત્ર્ય પર્વની સુરેન્દ્રનગર ખાતે ભવ્ય ઊજવણી કરવામાં આવી. આ અવસરે ભારતના સંવિધાનના સન્માન અને વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.બંધારણને ઐરાવતની અંબાડી ઉપર મૂકીને સન્માનપૂર્વક યાત્રા યોજાઇ હતી. ૬૦ જેટલી મહિલા મસ્તક ઉપર બંધારણ ગ્રંથ ધારણ કરી યાત્રામાં જોડાઇ હતી. સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત

ચાલો યાદ કરીએ....ગુજરાતની આ વાતો....

Image
ભારતમાં મોડેલ રાજ્ય. વિશ્વ શાંતિના કેન્દ્ર મહાત્મા મંદિરનું નિર્માણ. પંચ શક્તિ આધારિત ગુજરાતર્નું ઇનોવેશન. ચેસ સ્પર્ધા દ્વારા અનોખો રેકોર્ડ કરનાર રાજ્ય. આંતર રાષ્ટ્રીય સન્માન મેળવનાર  એક રાજ્ય.               પહેલી મે , ૧૯૬૦ના દિને બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું.સૌ ગુજરાતીઓએ આગવા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ લીધા.આજે ગુજરાત રાજ્યની સ્થાપનાના પચાસ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્ય તેની સ્થાપનાનું સ્વર્ણિમ જયંતી વર્ષ ઊજવી.રાજ્ય સ્થાપનાની સ્વર્ણિમ જયંતિની ઊજવણીનું સમાપન પણ ભવ્યાતિભવ્ય રીતે કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું હતું.તા. ૨૮ એપ્રિલથી સળંગ ચાર દિવસ સુધી સમાપન ઉત્સવ યોજાયો. જેમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતે છેલ્લા એક દશકમાં સાધેલા વિકાસને રજૂ કરતું ખાસ પ્રદર્શન , અનેકને ગુજરાતી ગૌરવ માણ્યું. બિન નિવાસી ભારતીય અને બિન નિવાસી ગુજરાતી સંમેલનનું આયોજન હતું. ‘‘ આગે કદમ ગુજરાત ’’ સાંસ્કૃતિ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની કલા , સંસ્કૃતિ અને વિકાસગાથાને રજૂ કરાઇ.સ્વર્ણિમ જયંતીની ઊજવણીમાં પણ ગુજરાતની આગવી વાતો આગવીરીતે રજુ થઇ.સમૃદ્ધ ગુજરાત આ પચાસ વર્ષમાં સક્

આપણા ૮,૦૦૦ રૂપિયા વધારે જાય....

Image
નાનાં છોકરાં શું કરી શકે.આ જોવું હોયતો ડીસાના બાળકોને મળવું પડે.સતત ગીત ગાવાનો રેકોર્ડ કરવાનો છે. રેકોર્ડ કરવા માટે જરૂરી છે ગીતો. ૧૮૫ કરતાં વધારે વર્ષનું થયું આ શહેર.નાનું શહેર હોવા છતાં તેનું સ્વપ્ન મોટું છે.છોકરાંને કહ્યું આપણે દરેક સ્લોટમાં ચાલીસ મીનીટ ચાલે તેવા ગીત લઈશું.આ માટે ગીત પસંદ કરવાની જવાબદારી છોકરાને આપી.માત્ર એક દિવસમાં અમને બસો ત્રીસ ગીતની યાદી મળી.આ યાદી બીજા દિવસે બપોર સુધીમાં ત્રણસો આઠની થઇ.આ પૈકી એક પણ ગીત એવું ના હતું જે જાહેરમાં ગવડાવતાં ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું  પડે. આ ગીત નેશનલ રેકોર્ડ માટેના હોઈ બાળકો ખૂબ મહેનત કરીને શોધતાં હતાં.ગીત તો ગણા છે પણ આખા ગીત મેળવવા ખૂબ કપરૂં કામ છે.અનેક પુસ્તકો,ગીત સંગ્રહો જોયા.આ બધું કામ છોકરાએ કર્યું.હવે વાત આવી આ ગીતનું ઓડિયો રેકોર્ડીગ કરી જેતે શાળા સુધી પહોચાડવાની.આ માટે બાળકોએ તેમનો શાળાનો સમય ઉપરાંતનો તેમનો અંગત સમય આપ્યો.સવારે શાળામાં જવાનું.સાંજે રેકોર્ડીગ કરવાનું.રાતે ઘરે જઈ ગૃહકાર્ય કરવાનું.આ પ્રવૃત્તીમાટે ઘરનો સહયોગ મળી રહે તે  માટે ઘરમાં ફરિયાદ ના આવે તેમ બધું જ કરી અમને સમય આપવાનો.રોજ સાંજે શાળામાં

BREP ફાઉન્ડેશન અને ડીસાની દિશા...

Image
સફળ થવા માટે જરૂરી છે આત્મા વિશ્વાસ.આપણી આસપાસ અનેક લોકો હોય છે.આ લોકો આત્મવિશ્વાસથી જ સફળતા પ્રાપ્ત કરે છે.અનેક માણસો આત્મવિશ્વાસને અભાવે અનેક વખત પાછા પડે છે.આવો આત્મવિશ્વાસ ક્યાય વેચાતો મળતો નથી.કોઈ દોરાધાગાથી આ શક્ય બનતું નથી.હા આ માટે જરૂરી છે યોગ્ય વાતાવરણ.આવું વાતાવરણ કઈ રીતે ઉભું થઇ શકે?આપણે અનેક શહેરને તેની આગવી ઓળખથી યાદ કરીએ છીએ.આણંદનું વિદ્યાનગર વિદ્યાનીનગરી તરીકે.બરોડાને સંસ્કારની નગરીને નામે અને પાલનપુરને અત્તરની નગરી તરીકે ઓળખીયે છીએ અને આવા અનેક શહેરો પણ આવી ઓળખ ધરાવે છે.આવી જ ઓળખ ડીસા શહેરને મળે તે માટે BREP ફાઉન્ડેશન અને અન્ય વિવિધ સંગઠનો આ અનોખા કામમાં જોડાયા છે.ભારત વિકાસ પરિષદ,ઇન્ડિયન મેડીકલ એશોસિએશન,રઘુવંશી એજ્યુકેશન ફાઉન્ડેશન અને અન્ય સંગઠનો આ કાર્યમાં જોડાશે. ડીસા શહેરમાં ચોવીસ કરતાં વધારે ખાનગી અને સરકારી શાળાઓ છે.આ શાળામાં ભણતા બાળકો પૈકી એક હાજર કરતાં વધારે બાળકો જોડાશે.આ બાળકો સતત ચૌદ કલાક કરતા વધારે સમય સુધી ગીતો ગાશે.આ પ્રકારે અનોખો રેકોર્ડ થશે. LIMCA BOOK OF RECORD માં નોધ કરવામાં આવશે.સંગીતના સાત સૂરને આધારે પસંદ થયેલા બાળકોને સાત જૂથમાં વહેચવા

૮ મી ઓગસ્ટ ૧૯૪૭...

Image
  હું હમણાં પૂના ગયો હતો.અહીં મારા એક મિત્ર છે. શાકાલ દૈનિકના તે ચીફ એડિટર.શિક્ષણ અને પત્રકારત્વ તેમનો વ્યવસાય. એક મારો વ્યવસાય અને એકમા મને રસ.આ કારણે અમારી મિત્રતા જામી છે.મારા મિત્ર પ્રશાંત કોટડીયા .અમે તેમની ઓફિસમાં બેઠા હતા. તેઓ કામ પતાવી અમારી સાથે જોડાયા.વાતમાંથી વાત ચાલી.ગુજરાતી ભાષામા છપાતું પહેલુ દૈનિક કયું.જવાબ હતો મુંબઈ સમાચાર.પૂનામાં રોકાતી વખતે એક વાત એ ધ્યાનમાં આવીકે અહીં લોકોને શાંતિ ખૂબ ગમે છે.દરેક શહેરની જેમ આ શહેરની પણ એક આગવી ઓળખ.મુંબઈની અસર સાથેનું શાંત શહેર. કોટડીયા પહેલા ગુજરાતમાં હતા.ગુજરાતમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ પ્રમુખ હતા.તેઓ પૂના ગયાં અને શકાલ પરિવાર સાથે જોડાયા.પૂનાના આ દૈનિકે આપુલાચી શાલા માં મારી ગમતી નિશાળનો અહેવાલ છાપ્યો હતો.આ કારણે પણ તેમને મળવાનું હતું.પૂનામાં મારું આ છેલ્લું રોકાણ હતું.અમે રાતે છુટા પડ્યા.મુંબઈથી પરત ટ્રેઇનમાં આવતાં મને એક જૂનું છાપું મળ્યું. છાપું હતું ગુજરાત સમાચાર.મેં જોયુંતો ૮મી ઓગસ્ટનું ૧૯૯૭નું આ છાપું હતું.તેની  પાછળ પચાસ વર્ષ પહેલાં નું ગુજરાત સમાચાર છપાયેલું હતું.આ વિગતો વાંચીને મને ખૂબ આનંદ થયો.

11.11.11.11.11...

Image
કુદરતની  સામે પડવા ટેવાયેલા લોકોએ ૧૧.૧૧.૧૧ની પસંદગી કરી..કોઈએ ગાયનેક ડૉકટરને એડવાન્સમાં તૈયાર કરી ડીલેવરી કરાવી.આ તારીખો આવતાં અનેક લોકોએ અનેક ગતકડાં કર્યાં હશે. આ દિવસ આવાં ગતકડાની નહીં બીજી પણ રીતે યાદ રાખવો રહ્યો.આવો દિવસ હવે બાવીસમી સદીમાં આવશે.એનો અર્થ એ કે આજે જેટલા પણ માણસો જીવે છે તે પૈકી કોઈ નાહી હોય.હા,૧૨.૧૨.૧૨ નો દિવસ આવતા વર્ષે આવશે.આ તારીખ પણ મહત્વની છે. હમણાં એક અનોખો દિવસ ગયો.આ અનોખો દિવસ હતો.આ અનોખો દિવસ પણ અનોખી રીતે ઉજવાયો.આખી દુનિયાના લોકોએ આ દિવસ ઉજવ્યો.આધુનિક જમાનામાં આવા દિવસોએ ટી.વી.,સમાચાર પત્રો અને પ્રસર માધ્યમોએ તેણી નોધ લીધી.હા...હો કરતા બધાએ એક બીજાને આ દિવસની શુભેચ્છા પાઠવી. કુદરતની  સામે પડવા ટેવાયેલા લોકોએ ૧૧.૧૧.૧૧ની પસંદગી કરી..કોઈએ ગાયનેક ડૉકટરને એડવાન્સમાં તૈયાર કરી ડીલેવરી કરાવી.આ તારીખો આવતાં અનેક લોકોએ અનેક ગતકડાં કર્યાં હશે.મને એ નથી સમજાતુંકે ૧૧.૧૧.૧૧ પછીની કોઈ એક તારીખમાં જન્મેલા શું તેમના જીવનમાં નિષ્ફળ જતા હશે? કાલે રાતે એક નેશનલ ચેનલ પર કોઈ મહારાજે કહ્યું હતું.ગરમા મીઠાના પાણીનું પોતું મારો તો આ દિવસે નેગે

વિજ્ઞાન ઉંમર જાણીના શકે???

Image
થોડા દિવસો પહેલાં એક સમાચાર હતા.સમાચાર ખૂબ આધારભૂત માધ્યમેં આપ્યા હતા.ટોરંટોથી હિન્દુસ્તાન સમાચાર સેવા એ સમાચાર આપ્યા હતા.વાત જાણે એમ હતી...ભારતીય મૂળણી વ્યક્તિ અને બ્રિતાનીના નાગરિકની વાત છે.તેમની ઉંમર સો વર્ષ છે.તેમનું નામ ફૌજાસિંહ.તેમણે રમતમાં ભાગ લીધો.રમતનું નામ મેરાથન.હા,ચમકવા જેવું છે.પણ આ ફૌજાસિંહ એ મેરાથનમાં ભાગ લીધો.સતત આઠ કલાક દોડીને તેમણે દુનિયામાં પોતાની નોધ લેવડાવી. આટલી મોટી ઉંમરણી વ્યક્તિ દોડી.બધાએ આ રેકોર્ડ નોધવા માટે ગિનીજ સત્તાવાળાઓ સાથે પત્ર વ્યવહાર કર્યો.ગિનીજ બુક તરફથી નિરાશાજનક જવાબ મળ્યો.વિશ્વપ્રસિદ્ધ આ સંગ્રહમાં ગૌરવ વણતું સ્થાન માટે અનેક લોકો અવનવું કરે છે.પણ જોવાનું એ કે ગિનીજ બુકના મુખ્ય સંપાદક તરીકે હાલ ક્રેગ ગ્લેડ જવાબદારી નિભાવે છે.તેમણે સમાચાર એજન્સીને જણાવ્યું કે આ ખરેખર રેકોર્ડ છે.પણ તેના જરૂરી પુરાવા નથી.આ જરૂરી પુરવામાં જન્મનું પ્રમાણપત્ર આપવાનું હતું. ઇ.સ.૧૯૧૧ માં જન્મેલા ફૌજાના પાસપોર્ટમાં તેમની જન્મ તારીખ પહેલી એપ્રિલ ૧૯૧૧ છે.બ્રિટનનાં મહારાણીએ તેમને પત્ર લખ્યો હતો.તારીખ પહેલી એપ્રિલ ૨૦૧૧ના દિવસે તેમને સો વર્ષ પુરા થવા બદલ લખ્યો હતો.

આપણા દેશ માટે...બીજા દેશ માટે...

Image
    ગાંધીબાપુએ પાકિસ્તાનમાં રહેવા જવાની વાત કરી હતી.(તારીખ:૮/૮/૧૯૪૭ એશોસીયેટેડ પ્રેસ) હું મારી બાકી જીંદગી પાકિસ્તાનમાં ગાળવાનો છું.કદાચ પૂર્વ બંગાળ કે પશ્ચિમ પંજાબ અથવા વાયવ્ય સરહદ પ્રાંતમાં.કેટલાક કોગ્રેસી કાર્યકરો તરફથી પૂછાતા તેમણે આ મુજબનું નિવેદન આપ્યું હતું.પાકિસ્તાનમાં ની લઘુમતીઓને હિજરત ન કરવા અને બહાદુર થવા બાપુએ હાકલ કરી હતી.  કેમ પણ આ બન્ને મને ખૂબ ગમે છે.માં ગાળવાની વાત કરી હતી. હિન્દમાંથી વિદાય વખતે જીણાએ શાંતિનો સંદેશ આપ્યો હતો.મી.જીનનો હિન્દમાંથી જવાનો સમય પણ ગુપ્ત રખાયો હતો.આ સમયે મી.જીનાએ તેમનું દિલ્હીનું મકાન વેચી દીધું હતું.૧૦ મી ઓગસ્ટે પાકિસ્તાનની લોકસભામાં પાકિસ્તાની ધ્વજ રજુ થયો હતો. બાપુ અને મી.જીણા.કેટલું બધું લખાયું છે.હું તેમાં પડવા માંગતો નથી.થોડા દિવસ પહેલાં એક પેપરમાં સમાચાર હતા.તેમાં લખ્યું હતું...અફઝલને ફાંસી.....મારી મોટી દીકરી ઋચાએ આ જોયું.તેણે નાની ગબુને કહ્યું. અફઝલને ફાંસી...ગબુ પહેલાં ધોરણમાં ભણે છે.ગબુએ કહે ફાંસી એટલે શું? ઋચા પાંચમા ધોરણમાં ભણે છે.તેણે કહ્યું જેમ ભગતસિંહને થઇ હતીને તેમ.....મેં પણ સાભળ્યું.હું તેમણે કઈ રી

મનોહરની દુનિયા....પાલીતાણા

Image
આખી દુનિયામાં સૂરની વાતમાં પાલીતાણાની અલગ ઓળખ છે.અહીં શ્રી મનુભાઈ ધરમશીભાઈ પરમાર.મનુભાઈના પિતાએ આ વ્યવસાયમાં શરૂઆત કરી હતી.હરામોનીયમના સૂર બનાવવામાં આખા ભારતમાં અને દુનિયામાં નામ કમાનાર મનોહર મ્યુઝીકના ધરમશીભાઈ પરમાર સ્થાપક. પ્રસિદ્ધ ગજલ ગાયક જગજીત સિંહ ભાવનગરમાં આવ્યા હતા.તેમણે પાલીતાણાની મુલાકાત લીધી.મનુભાઈ પરમાર(ગુરુજી)ને મળ્યા.વિવિધ હારમોનિયમ જોયા.પરત ફરી તેમણે બ્લોગમાં લખ્યું... ગુજરાત રાજ્યમાં ભાવનગર જીલ્લો.ભાવસિંહજીના નામે વસેલું શહેર.ગુજરાતના અનેક દિગ્ગજો આ શહેરે અને રાજ્યએ આપેલ છે.કેળવણી માં ગિજુભાઈ બધેકા.તેમના પછીનું એવું નામ દીપક મહેતા.ગીજુભાઈ માટે કોઈ પરિચયની જરૂર નથી.દીપક મહેતા ગુજરાતના કદાચ દેશના સૌથી મોટી ઉંમરે Ph.d. કરનાર.એક જ વખત વાંચીને યાદ રાખવાની ક્ષમતા ધરાવનાર દીપક મહેતા.સૌ એમને વ્હાલથી દીપકદાદા તરીકે બોલાવે.હું  પણ તેમની પાસેથી ગણું શીખ્યો છું.ડૉ.આઈ.કે.વીજળીવાલા.બાળકોના ડૉકટર અને સાહિત્યકાર...અરે...મોટાગજાના સાહિત્યકાર.વડીલ  શ્રી પ્રવીનબાપુ શાહ અને મારા વડીલ મિત્ર ચિંતન પંડ્યા.યુવરાજસિંહ ગોહિલ અને મિતુલ રાવલ.આ બધામાં આ વખતે મારા પરિચિત તરીકે એક નવ