Posts

Showing posts from July, 2023

એક ને એક અગિયાર

Image
    એક ને એક અગિયાર मेने इस तरह से मेरी जिंदगी को आसान कर दिया , किसी से मांगली माफ़ी , किसी को माफ कर दिया।     ભગવાન બધાને બધું ન આપે. ભગવાન બધાંથી   બધું ન છીનવી શકે.આ માટે બીજાનો સહકાર લેવો   અને આપવો જરૂરી છે. જરૂરિયાત મુજબ સહકાર કે સહયોગથી જાતે બચીને બીજાને બચાવી શકાય છે. નાનું એક ઘર. એમાં એક ઓરડો અહીં બે ભાઈ રહે. એક ભાઈ મોટો અને બીજો ભાઈ નાનો. દિવસનો ઘણોખરો સમય તેઓ એક બીજાની સાથે રહે. આ બે ભાઈ. તેઓની આગવી ખાસ વાત. મોટા ભાઈની ખાસિયત એ કે એમને આંખે દેખાય નહીં. નાના ભાઈની ખાસિયત એવી કે એમનાથી ચલાય નહીં. ભાઈઓ એક જ ઓરડામાં રહે. એક દિવસ એવું થયું. શિયાળાનો દિવસ અને અંધારું વહેલું થયું. સાત વાગે એટલામાં અંધારું થઈ ગયું.   ઓરડામાં બે ભાઈ બેઠા હતા.એકદમ શું થયું ને ઓરડામાં આગ લાગી. આગ એકદમથી ઓરડામાં ફેલાઈ ગઈ. બે ભાઈઓમાંથી કોઈને કશું સમજાય એ પહેલાં આગ આગળ વધતી હતી. મોટાભાઈને દેખાતું ન હતું. પણ , એ ચાલી શકતો હતો. આનાથી ઊલટું નાના ભાઈનું હતું. નાના ભાઈને દેખાતું હતું.નાના ભાઈને દેખાતું હોવા એ બહાર નીકળી શકતો  ન હતો. મોટા અને નાના ભાઈ બચવા માંગતા હતા. આગમાં બળવા કોણ તૈયાર