Posts

Showing posts from March, 2012

સવારના સમયને ગુજરાતીમાં શું કહેવાય?

Image
સમય.જીવનને આપણે પકડી શકતા નથી.ગયેલો સમય પરત ફરતો નથી.આવા અનેક વાક્યોનો અહેસાસ કરાવે છે.આ અહેસાસ કરાવતું હાથવગુ સાધન એટલે ઘડિયાળ.તેમાં એક થી બાર સુધીના અંકો હોય છે.આ ઘડિયાળને આધારે સમય જાણી શકાય છે.આખી દુનિયા હવે નાની થઇ છે.વિમાન,રેલ કે બોટ પકડી વિદેશ જવું હોય...એડવાન્સ બુકિંગ હોય અને તેની ટીકીટમાં પાંચ વાગ્યાનો સમય લખ્યો હોય તો કયો સમય ગણવો?એક દેશમાંથી બીજા દેશમાં જવા જો ત્રીજા દેશમાંથી ચોથું વિમાન પકડવું હોય તો...અનેક તકલીફોને લીધે બધાએ વિચાર કર્યો.દુનિયાએ તેની ઘડિયાળ સરખી કરાવી પડી.આ સરખી  ઘડિયાળ કઈ રીતે થાય?આ સમયને કોઈ પકડી શકતું નથી.બધાએ વિચારીને આ સમયને બે ભાગમાં વહેચી દીધો. આ સમય એટલે A.M. અને P.M. એ.એમ. એટલે બપોરના બાર પહેલાનો સમય.અને પી.એમ.એટલે બપોરના બાર પછીનો સમય. આવી ભૂલ સુધારવા ચોવીસ કલાકની ગણતરી અમલમાં આવી.રાત્રે મધરાત પછી એક મિનિટ થઇ હોય તો ૦૦.૦૧ કહેવાય છે.આમ ૦૦.૦૨ એમ સમય બદલાતો જાય છે.બપોરનો એકનો સમય હોય તો તેર વાગે.બાર પછીના સમયને ઉમેરી તેર...ચૌદ..પંદર...સોળ...અને સત્તરથી ચોવીસ સુધીનો સમય લખાય છે.ભારતના સમય મુજબ અત્યારે હું લખું છું ત્યારે મારી માતૃભાષામાં ૨:૫૫ ઉ

કાનજી વિરૂદ્ધ કાનજી...

Image
  કાનજી એટલે ભગવાન.આ ભગવાન ઉપર રહે.સ્વર્ગમાં.બીજો એક કાનજી અહીં રહે,હા પૃથ્વી ઉપર.પૃથ્વી ઉપરના કાનજીનો અભિનય કર્યો સ્ટેજના કલાકાર ટીકુ તલસાણીયાએ.ભૂકંપ થાય છે.તે વીમા કંપની   પાસે દાવો માગે છે.વીમા કંપની કહે છે:’આ ઘટના કુદરતી નથી,માનવ સર્જિત છે.આમાં તમારો વીમો પાસ ન થાય. બસ,આવી બન્યું.નાટક જાણે બદલાયું.કોર્ટમાં કેસ થયો.દલીલો ચાલી.આ વખતે બનેલી ઘટનાઓ પણ ખૂબ સરસ રીતે દર્શાવાઈ છે.કાનજી અદાલતમાં કહે છે કે ભગવાને માણસ  બનાવ્યો.તેણે ચોરી કરી.જો ચોર મારા નાણા ન આપેતો તેને બનાવનાર ભગવાન આપે.મારે મારો વીમો જોઈએ.માને મારૂં નુકશાન પરત આપવો.’અદાલત જે ભગવાનને નામે સોગંધ ખવડાવે છે તે ભગવાનને હાજર કેમ ના કરી શકે. પોતાની બુદ્ધી અને તાકાતમાં વિશ્વાસ રાખનાર આ ધરતીનો કાનાજી ભગવાનને અદાલતમાં હાજર કરવાનું અદાલતને સૂચન કરે છે.આવી દલીલ સાથે નાટકનો પહેલો ભાગ પુરો થાય છે. તર્ક...તાકાત અને તદ્દન મનોરંજન પીરસતું આ નાટક જોવા જેવું ખરું. ટીકુ સ્ટેજના કલાકાર.એક મોટું નામ.અહીં તેમનો અભિનય પણ એવોજ ધારદાર છે.આખું નાટક તેમના માથે ચાલે છે.બીજા કલાકારોનો અભિનય પણ અદભૂત છે જ.છતાં ટીકુ તલસાણીયાનું કહેવું

રવીન્દ્રનાથ ટાગોરને કોઈ વારસ નથી....

Image
ભરતરાજાના નામ થી ભારત.દુનિયામાં દરેક તબ્બકે મહત્વનું સ્થાન ધરાવતો દેશ ભારત.વિશ્વમાં અનેક લોકોએ આપણું ગૌરવ વધાર્યું.અનેક મહાનુભાવોમાં એક વિષે આજે આપણે વાત કરીશું.દેશ અને દુનિયામાં પોતાના નામની અનોખી ઓળખ આપનાર રવીન્દ્રનાથ ટાગોરની આપણે વાત કરીશું.વાત કૈક ખાસ એટલા માટે છે કે આ મહા માનવાની ૧૫૦ મી જન્મ જયંતી આપણે હમણા જ ઉજવાઈ ગઈ.આવી જ એક અનોખી ઓળખ એટલે સ્વામી વિવેકાનંદ.વિશ્વમાં   એક   અનોખી ભારતીય ઓળખ.તેમની આપણે આ વર્ષે ૧૫૦ મી જન્મ જયંતી ઉજવી રહ્યા છીએ.તેમનું બાળપણનું નામ નરેન્દ્ર.દુનિયા તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખે છે. આ બે મહાનુભાવો અને તેમનું વ્યક્તિત્વ એ અલગ ચર્ચાનો વિષય છે.હું તે ચર્ચા કરવા સમર્થ નથી. હા , ૧૮૬૧ મા ૭મી મેં ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો.આ ઉજવણી થઇ છે.ભારતમાં તેની ક્યાંક વિશેષ  ઉજવણી થઈ હતી અને થશે. આવા મહાનુભાવોને અભાવે જ આજ કાલ બધે જ નિરાશા જોવા મળે છે.રવીન્દ્રનાથ ટાગોર એક અનોખું ગૌરવ ધરાવે છે.તેમને બે દેશનું રાષ્ટ્રીય ગીત લખવાનું ગૌરવ મળ્યું છે.જન ગણ મન ને યુનોએ વિશ્વની ઉત્તમ સંગીત ધૂન તરીકે પસંદ કરી છે.બાંગલાદેશનું ‘આમાર સોનાર બાંગલા...આ બે ગ

એક પ્રેમ...એક જીવન....

Image
એક પ્રસંગ યાદ આવે છે.લગભગ પંચાવન વર્ષ પહેલાની વાત છે.એક યુવાન સ્ત્રી.દેખાવડી પણ ખરી.એક નોખા વિચાર સાથે જીવવાની તેની નેમ.આવો જ વિચાર ધરાવનાર એક યુવાન.બન્નેને જીવન સાથી કરતાં તેમના વિચારોને વધવામાં મદદ કરે તેવા સાથીની જરૂર હતી.બન્ને પ્રેમ કરતાં હતાં.પણ થયું એવું કે નાગેન્દ્રના પિતાજીનું અવસાન થયું.તે સ્વતંત્ર સેનાની હતા.જેલમાં તેમનું અવસાન થયું.ઘરની જવાબદારી નાગેન્દ્રને માથે આવી.નાની બહેનોને સારું ઘર મળે તે માટે તેણે તેના પ્રેમને છોડી દીધો.હા..તેઓ કામ કરતાં રહ્યા.બન્ને શીખવાનું અને શીખવવાનું કામ કરે.સમય પસાર થયો...યુવાનનું લગ્ન થયું.કદાચ કરવું પડ્યું.છતાં તેમના સાચા સબંધો રહ્યા. યુવાન પરણિત બન્યો.તેનાં છોકરાં અને સંસાર બધું જ ચાલે.તેનું કામ પણ ચાલે.પેલી યુવતીનું નામ કલ્યાણી.તે તેના પિતાની એક માત્ર પુત્રી હતી.એક અકસ્માતમાં તેના માતા પિતાનું મૃત્યું થયું હતું.કલ્યાણી અનાથ થઇ ત્યારે તેની ઉંમર માત્ર આઢાર વર્ષ હતી.નાગેન્દ્રના લગ્ન પછી બન્નેએ ક્યારેય તેમના સબંધની કે ભૂતકાળની વાત ન કરી.તેઓ કલાકો સુધી કામ કરતાં છતાં તે સાચું જીવતાં હતાં.બન્નેની એક જ ઈચ્છા.એક વૃદ્ધાશ્રમ હોય.જ્યાં દરેકનો આસરો

March and Roman...

Image
રોમનોનું આધુનિક કેલેન્ડરમાં પ્રભુત્વ છે.તે સમયે આ ઋતુ ખૂબ મહત્વની હતી.રોમના લોકોનું જીવન  યુદ્ધ અને ખેતી માટે જ હતું.આપણે પહેલાં જોયું.માર્ચ મહિનો પહેલો હતો.માર્ચ મહિનો વરસાદ અને વાવાઝોડાના દેવતા  સાથે જોડાયો.તે દેવતાના નામ પરથી જ આ મહિનાનું નામ પડ્યું.વાવાઝોડું એટલે વરસાદ અને યુદ્ધ...બન્ને એક રીતે તો વાવાઝોડું જ છે.આ દેવતાની મોટી દાઢી અને બખ્તર.માથાના રક્ષણ માટે ટોપો અને હાથમાં ભાલા સાથેનું ચિત્ર હોય છે. તે રોમન દેવતાનું ચિત્ર છે. વાવણી થતા પહેલાં આ દેવતાની પૂજા થતી હતી.આ મહિનો જીવન સામે જીતવા ખેતી અને જીવન જીતવા યુદ્ધ માટેના દેવતાનો મહિનો હોઈ ખૂબ મહત્વ ધરાવે છે.ફેબ્રુઆરી છેલ્લામાંથી બીજો મહિનો થયો.તેનું નામ તો ફેબ્રુઆરી જ રહ્યું.હા માર્ચ મહિનાનું નામ કે તેના ક્રમમાં ક્યારેય ફેર થયો નથી.