Posts

Showing posts from July, 2012

વિદ્યામંદિર...પૂનાનું અનોખું મંદિર...

Image
થોડા સમય પહેલાં પૂના જવાનું  થયું.નિયત કાર્યક્રમ મુજબ મારે એક સંસ્થાની મુલાકાતે જવાનું  હતું.સંસ્થા એટલે એક શાળા.હા તદ્દન અનોખી શાળા.આ શાળાની વિશેષતા એ કે તેમાં ખાસ પ્રકારની શિક્ષણ પ્રક્રિયા ચાલતી હતી.આ શાળામાં ચોવીસ વર્ષથી શિક્ષણ કાર્ય ચાલે છે.કોઈને એમ થાય કે શાળામાં તો શિક્ષણ કાર્ય ચાલે જ એમાં નવું શું છે.પણ આ  શાળામાં ખાસ કશુક છે.અહીં CWSN(CHILD WITH SPEICAL NEED) એટલેકે ખાસ જરૂરિયાત વાળા બાળકોની સાથે નોર્મલ બાળકો અભ્યાસ કરે છે.આવું  છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે.નવાઈની  વાત તો એ છે કે બન્ને પ્રકારના બાળકોને અહીં એક જ સાથે ભણાવવામાં આવે છે. ફર્ગ્યુસન કોલેજના કેમ્પસમાં કાર્યરત આ શાળા એટલા માટે ખાસ છે.કારણ  કે તે ખાસ અભિગમથી ચાલે છે.અહીં હું સવારે અગિયાર વાગ્યે પહોંચ્યો.શાળામાં પ્રિન્સીપાલ શ્રીમતી આકાંક્ષા  જોશી હજાર હતાં.મને આ શાળા સુધી પહોંચવામાં મારા વડીલ મિત્ર શ્રી પ્રશાંત કોટડીયાએ મદદ કરી.મને જાણકારી આપવા સ્થાનિક સ્ટાફ પણ તૈયાર હતો.આ શાળાની શરૂઆત વિશે જણાવ્યું.પ્રિન્સીપાલ મેડમ કહે:આ સંસ્થાના સ્થાપક અને એમ.ડી. શ્રીમતી માધુરીબેન ગોડબોલેએ બે બાળકો સાથે  શરૂઆત કરી  હતી.આ બે બાળક

જીંદગી જોઈ...જાણી...અને માણી....

Image
અમે દક્ષિણ ગુજરાતમાં હતા.અંધારું થવામાં હતું.ગાડી બગડી.રાત ગાડીમાં જ પસાર કરવી એવું વિચાર્યું.અંધારું વધતું હતું.એક યુવાન અમને બોલાવવા આવ્યો.અમે તેની સાથે ગયા.થોડે દૂર તેનું ઝુંપડું હતું.અમારાં ચાર માણસના જવાથી આખું ઘર ભરાઈ ગયું. અમે બેઠા.થોડી વારમાં પાંદડામા ભાત આવ્યા.ભાત અમને જમવા આપ્યા.અમે જમ્યા.ભાત પણ મીઠા હતા. અમારાં જમ્યા પછી કહે:સાહેબ,મેં તમને બધાને જોયા.ગાડી બગડી હતી.થયું ઘરે બોલવું.તમે ઘરે આવ્યા વાત પરથી તરત ભાત બફાવા મુક્યા.તમે મહેમાન હતા એટલે જ મીઠામાં બાફ્યા.અમને આવા સરસ મહેમાન બનવાનું ગમ્યું. ઓછી જરૂરિયાત સાથે જીવવાની એક મજા છે.જે અમે જોઈ...જાણી...અને માણી....
Image
આ વર્ષે ત્રણ પુસ્તકો લખાયા.દાદાનો ડંગોરો.....(બાળગીત)વારતા રે વારતા....(જોડાક્ષર વગરની વાર્તા )અને સમજણની વારતા.(જોડાક્ષર વગરની વાર્તા ) ગૂર્જર પ્રકાશન ધ્વારા આ પુસ્તકોનું પ્રકાશન થયું છે.ગૂર્જર પરિવારના વડીલ શ્રી મનુભાઈ શાહે પણ મારા આ પુસ્તકો માટે સીધો રસ લોધો છે.આ ઉપરાંત ચાલો રમકડાં બનાવીએ પુસ્તકનું પુન: પ્રકાશન થયું. દાદાનો ડંગોરો: અહીં સરસ મજાના બાળગીતો છે.ચાલીસ કરતાં વધારે આ ગીતો સરળ શૈલીમાં લખાયાં છે.’હું ને પોપટલાલ’જેવું આખા રાજ્યમાં ગવાતું ગીત પણ છે.આ ઉપરાંત પણ અનેક ગીતો છે. વારતા રે વારતા: અહીં આપેલી બધી જ વારતાઓ જોડાક્ષર વગરની છે.બાળકોને વિચારવાની પ્રેરણા આપની અને વિચારવા મજબુર કરતી આ વારતાઓ છે.આ પુસ્તક ગુજરાત રાજ્યની શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન મિશન  ધ્વારા પહોંચાડવામાં આવ્યું છે.અહીં આપેલી વારતાઓ બાળકો વાંચી શકે અને સમજી શકે તેવી સરળ છે.આઈ.આઈ.એમ.માં પસંદ થયેલી વારતાઓ પૈકી કેટલીક વારતાઓ અહીં છે.જે સૌને ગમશે. સમજણની વારતા: વિજ્ઞાનના અભિગમને ધ્યાનમાં રાખી આ વારતા લખી છે.વિજ્ઞાનની વાત શીખવતી આ વારતા પણ  જો

ગુજરાતી ગૌરવ...

Image
  ગુજરાત કાયમ અનોખી ભાત પડે છે.આવી નવી ભાત પાડનાર  શ્રી સતીશભાઈ મોરી.ગુજરાતની પ્રથમ HD ચેનલ શરુ કરવાનું ગૌરવ ધરાવતા શ્રી મોરીને થોડા દિવસો પહેલા રૂબરૂ મળવાનું થયું.હું અમદાવાદ હતો.અમે તેમણે મળ્યા.માત્ર દસ ધોરણ પાસ આ માણસની કુનેહ અને આવડતને લીધે તે આજે ગુજરાતી ગૌરવના સ્લોગન સાથે વી ટી.વી.નું સંચાલન કરી રહ્યા છે. શિક્ષ ણ અને સંસ્કાર માટે બધુ જ કરી છુટવાની વાત કરનાર સતીશભાઈ એ મને શિક્ષણમાં અનોખું કામ કરતા માણસોની એક સીરીજ બનાવવાની વાત કરી.મેં તેમણે આ માટે મારી સહમતી આપી.થોડા સમય પછી આ નવી ગુજરાતી સમાચાર ચેનલમાં મારા અને તમારા મિત્રો દેખાશે.આવું થાય તે માટે આપનો સહયોગ જરૂરી છે. innovation is most in education ગુજરાત સરકારે ઇનોવેશન કમિશન બનાવ્યું છે.આઈ.આઈ.એમ.ધ્વારા પણ ભારતમાંથી innovative teachers પસંદ કરી ચુકેલ છે.આ યાદીમાં મારી સાથે ગુજરાતના અનેક મિત્રો પણ હતા.આવા ગુજરાતમાં હાલ વીસથી બાવીસ મિત્રોને હું ઓળખું છું.મારે વી ટી.વી.મા ગુજરાતના અંતરીયળ શિક્ષકોને જોવા છે..જો આપ આવા મિત્રોને ઓળખતા હોવ અથવા આપનું શિક્ષણમાં અનોખું કામ હોય તો સંપર્ક કરશો. જે રાહ પર બધાં ચાલતા હોય તેવી રાહ પ

એક રસના ત્રીસ રૂપિયા....પોલીસને મફત....

Image
અમદાવાદ અને ગાંધીનગર.મારે જવાનું  થાય.અનેક વખત જવાનું થાય.ઉનાળાના દિવસો હતા.હું અમદાવાદ શહેરમાં પ્રવેશતો જ હતો ત્યાં મારી નજર પડી.શેરડીના રસનું અહીં વેચાણ  કેન્દ્ર હતું.મારાંએક મિત્ર પણ મારી સાથે હતાં.અમારે જી.આઈ.ઇ.ટી.ખાતે પહોચવાનું હતું.અમે રસ માટે ઓર્ડર આપ્યો.આપને  ફોટામાં દેખાય છે તેવું આ માનવ સંચાલિત યંત્ર હતું.આ માણસ વજન ખેંચતો હતો.મેં કહ્યું કેટલા રૂપિયા...મને કહે:’સાહેબ એક ગ્લાસના ત્રીસ રૂપિયા.મેં કહ્યું કેમ ભાઈ આટલા બધાં??? મને કહે સાહેબ:’આ બળદનું,ચુચવાનું અને આસપાસ ફરતાં પોલીસનું પણ મારેતો ખેચવાનું ને...? અમારી વાત ચાલતી હતી ત્યાં ગાડી ભરીને સાત આઠ પોલીસના કર્મચારી ઉતર્યા.તેમણે તો ઓર્ડર આપવાનો જ ન હોય.ઈશારાથી આદેશ આપ્યો.અમે પણ ઊભા હતા.અમે પોતાના પૈસાથી રસ પીનાર ચાર જણ હતા અને  સરકારી સાત હતા. મશીન વગર નીકળતો રસ મીઠો જ લાગે.આ રસ ખૂબ મીઠો હતો.સરકારી ખાખી કપડાં વાળાને પૈસા આપ્યા વગરનો રસ પણ મીઠો જ લાગે.અમે રસ પીધો.અરે!એક ગાડા જેટલા એક ચુચવાથી રસ નીકળતો હતો.મને આ રસ મીઠો લાગ્યો.કારણ મારા આ ત્રીસ રૂપિયામાં કદાચ પોલીસ ધ્વારા મફત પીવાતા રસના પૈસા હતા. 

પી.એ.સંગમા.

Image
પી.એ.સંગમા.ભારતના ઇતિહાસમાં ઉત્તમ લોકસભાના સ્પીકર પૈકી એક.એક નેતા.વિચારક અને એન.સી.પી.ના ભૂતપૂર્વ નેતા.અભૂતપૂર્વ સ્પીકર.થોડા સમય પહેલાં તેમની શક્તિએ કામ કરવાનું બંધ કર્યું.તે રાષ્ટ્રપતિ પદની ચુંટણી લડવા ઊભા  થયા.હજુ પણ ઊભા જ છે.ખુદ શરદ પવાર અને તેમના પક્ષ એન.સી.પી.એ પણ સમર્થન ન આપ્યું.આ એન.સી.પી.એટલે કોંગ્રેસથી જુદો  પડી બનેલો પક્ષ.આ પક્ષમાં જોડાયા ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ સોનિયા ગાંધીના હાથમાં હતું.વિદેશી મહિલા દેશના સૌથી જુના પક્ષનું નેતૃત્વ કરે તે શરદ પવાર અને પી.એ.સંગમાને પસંદ ન હતું.તેઓ કોંગ્રેસમાંથી જુદા થયા અને એ.સી.પી.ની સ્થાપના કરી. ભારતના રાષ્ટ્રપતિની ચુંટણીનું પરિણામ નક્કી થઇ જ જાય છે.અબુલ પકીર જૈનુંલાબ્દીન અબ્દુલ  કલામ,હા...એ.પી.જે.અબ્દુલ કલામ એટલે જ આ વિવાદમાંથી નીકળી ગયા.સંગમા તેવું ન કરી શક્યા.સંગમા આજે એન.ડી.એ.ના ઉમેદવાર તરીકે ચુંટણી લડે છે.જે એન.ડી.એ.ના અનેક સાથી સંગમાના હરીફને મત આપવાના છે.હા એમ તો કોંગ્રેસ માં પણ મમતા દીદી વિફર્યા છે.કેન્દ્રમાં તેમના મંત્રી છે.સરકારમાં સાથી ખરા પણ રાષ્ટ્રપતિ પદ માટે ફેવર નહિ.પ્રણવ દાદા મારા જન્મ પહેલાથી સક્રિય છે.કદાચ સંગમા

કૃષ્ણ કહે તે અને રામ કરે તે થાય...

Image
છૂટાછેડાના ચુકાદામાં રામ સીતાની વાત... એક કેસ ચાલતો.છૂટા છેડાનો કેસ હતો.મુંબઈ હાઇકોર્ટમાં કેસ હતો.જસ્ટીસ પી.બી.મજમુદાર અને અનુપ મોહનની ડિવિઝન બેન્ચે આ કેસમાં પતિ પત્નીને ટકોર કરી હતી.તેમણે સમજાવવા ભલામણ કરી.છેવટે ચુકાદો  આપતાં કહ્યું કે:’મહિલાએ સતત સીતાજી જોડેથી પ્રેરણા લેવી  જોઈએ.ચૌદ વર્ષ સુધી વનમાં જવા તૈયાર થનાર સીતાજીની સામે આ કેસ એવો હતો કે... .એક ભાઈ...શિપિંગ કોર્પારેશન ઓફ ઇન્ડિયા માં જોબ કરતો હતો.પહેલાં તેની જોબ મુંબઈ હતી.પણ થોડા સમય પહેલાં ...એટલેકે સાત વર્ષ પહેલાં આ ભાઈની બદલી પોર્ટબ્લેર જેવા અંતરિયાળ વિસ્તારમાં થઇ.૨૦૦૦ થી ૨૦૦૫ સુધી મુંબઈ સાથે રહેનાર આ સીતાજી....પોર્ટબ્લેર જવા રાજી નથી.છૂટા છેડાના કેસ માં સીતાજીનું નામ ટાંકીને છુટા છેડા તો થઇ ગયા પણ પેલા ભાઈનું શું? (સ્ત્રોત:ભાવેન કચ્છી.ગુજરાત સમાચાર)

ભાગાકાર....

Image
શાળામાં ભણતાં છોકરાં.સમજ્યા વગર વાતો અમલ કરતાં હોય છે.તેમના ગુરૂજી જે કહે તે ખરું.આવો જ એક મુદ્દો હમણાં નજરે પડ્યો.એક શિક્ષિકા મિત્રએ સવાલ કર્યો.આ સવાલને એક સમસ્યા તરીકે વિચારવું જરૂરી છે.આ સવાલ સમજવા માટે બે વાત સમજાવી ખૂબ જરૂરી છે. (૧) ભાગકાર બાદબાકીનું ટૂકું સ્વરૂપ છે. (૨)ગુણાકાર સરવાળાનું ટૂકું સ્વરૂપ છે. આ બે વાત સમજી લીધા પછી   આપણે નવી પ્રક્રિયા વિશે સમાજ કેળવવા પ્રયત્ન કરીએ . ·          જો ૩૬૫ / ૫ નો દાખલો મેળવવો હોય તો આપણે નીચેની પ્રક્રિયા કરીએ છીએ. સો દશક એકમ ૩ ૬ ૫ અહીં ૩ ની સ્થાન કિંમત =૩૦૦. ૬ ની સ્થાન કિંમત =૬૦ . ૫   ની સ્થાન કિંમત =૫ છે. આ રકમને ૫(પાંચ) વડે ભાગતા આપણે બળકોને નીચેની રીતે શીખવીએ છીએ. ૭ ૩ ૩ ૬ ૫ ૫ ૩ ૫ ૧ ૫ ૧ ૫ ૦ ૦ ·          આ રીત સાવ જ ખોટી છે. ·          ૩૬૫ માં ૫ કરતાં ૩ નાનાં છે. ·          ૩૬૫ માં ૩ ની સ્થાન કિંમત ૩૦૦ છે. ·   

my innovation in IIM...

Image
આઈ.આઈ.એમ.અમદાવાદ.ભારતનું અને દુનિયાનું એક આગવું નામ.સર રતન ટાટા ટ્રસ્ટના સહયોગથી ભારતના બસો  શિક્ષકોની પસંદગી થઇ.આ ગૌરવ મને પણ પ્રાપ્ત થયું.સણથ પ્રાથમિક શાળાની એક ઓળખ બની.ગમતી નિશાળના મારા પ્રયોગને ઇનોવેશન તરીકે આઈ.આઈ.એમ.માં પસંદ કરવામાં આવ્યું. આ પ્રક્રિયાના ત્રીજા સમારોહમાં મને પસંદગી સમિતિમાં કામ કરવાની તક મળી.આટલું મોટું કામ.આટલી મોટી સંસ્થા.પણ આ સંસ્થામાં ચીવટ ખૂબ.નાની વાતને પણ ખૂબ જ મહત્વ આપે.સૌને સરખું મહત્વ  સ્વીકારે.આ કામ કરવામાં મને ખૂબ જ શીખવાનું મળ્યું.દરેક વાતને વિવિધ રીતે જોવાનું અને સમજવાનું  ખીખાવા મળ્યું. આવા ગૌરવ ધરાવતી સંસ્થા સાથે કામ કરવું મને ગમ્યું.મને માટે ગૌરવ સાથે આ કામ કરવાનું ગમ્યું.આવુંઆજે પણ આઈ.આઈ.એમ સાથે કામ કરું  છું.સરકારી  કામના ભારણ વચ્ચે આઈ.આઈ.એમ.માં  જવાનું થાય તો ગમે.ગમે છે. આવું ગૌરવ આપવા બદલ શ્રી વિજય શેરીચંદ,ગીતા ચૌધરી અમીન,સમીર જોશી અને ઉમેશભાઈ પટેલની ટીમનો હુ આભાર માનું છું. 

અને રેકોર્ડ થયો......

Image
જોડાક્ષર.બાળકોને વાંચવા ખૂબ જ કપરા છે.સમજવું તો એથી પણ  કપરું.આ વાત મને નોકરીના પહેલાં મહિને સમજાઇ  ગઈ.મેં છોકરાંને વાંચતા કરવા જોડાક્ષર વગરનું કશુંક લખવાની શરૂઆત કરી.ધીરે ધીરે વાર્તા લખવાની શરૂ કરી.થોડી થોડી કરતાં સો જેટલી વાર્તાઓ થઇ.મારી શાળાની નોંધ મીડિયામાં લેવાઈ.ઉત્તર ગુજરાતનું પ્રથમ એવું દૈનિક પેપર રખેવાળ ડીસાથી પ્રકાશિત થાય.હું તેમાં કાર્ટૂનીસ્ટ તરીકે જોડાયો હતો.આ પેપરમાં 'જોડાક્ષર વગરની વારતા'લખી.સતત લખી.દશ વર્ષ સુધી લખ્યું.બીજે પણ  લખ્યું.છેવટે ૮૭૦ વાર્તા અને ૨૦૦ ગીત જોડાક્ષર વગર લખવા લિમ્કા બુકમાં મારૂં નામ નોધાયું.હાલ ગૂર્જર પ્રકાશન ધ્વારા આ વાર્તાઓના પુસ્તકો તૈયાર થયા છે.મારી શાળાના બાળકોને શીખવતા મને મળેલી આ સિદ્ધી માટે હું આ બાળકોને વંદન કરૂ છું.તેમને  અર્પણ કરૂ છું.

બેન મારી મારે છે...

Image
મા મને  નવી નિશાળ દે ગોતી,બેન મારી મારે છે ચમ ચમતી સોટી. પાલનપુરની વાત છે.અહીં એક શાળામાં અમે બેઠા હતા.બેન પર્યાવરણનો તાસ લેતાં હતાં.વનસ્પતિના અંગો વિશે તેમણે સરસ વાત કરી.ખૂબ જ જીવનપયોગી ઉદાહરણો તેમણે આપ્યા.મને કેટલાક ઉદાહરણમાં સમજ ન પડી.છોકરાંનું છોકરાં જાણે.મૂળ માટે બેન કહેતાં હતાં કે,આપણે માથે વાળ ઉગે...ઝાડને પગમાં ઉગે તે મૂળ.બેન બોલી ગયાં.અને હવે છોકરાએ યાદ રાખવાનું. બેન ભણાવતાં હતાં.બારીમાંથી લીમડાનું ઝાડ દેખાતું હતું.બસ,બેનને એક ટી.એલ.એમ.મળી ગયું.બેને તેનું પાન તોડીને છોકરાંને પૂછ્યું:'આ સજીવ કે...???છોકરાં એક બીજાની સામે  જોતાં હતાં.લીમડો સજીવ....તેનું  તોડેલું પાન ???