my innovation in IIM...


આઈ.આઈ.એમ.અમદાવાદ.ભારતનું અને દુનિયાનું એક આગવું નામ.સર રતન ટાટા ટ્રસ્ટના સહયોગથી ભારતના બસો  શિક્ષકોની પસંદગી થઇ.આ ગૌરવ મને પણ પ્રાપ્ત થયું.સણથ પ્રાથમિક શાળાની એક ઓળખ બની.ગમતી નિશાળના મારા પ્રયોગને ઇનોવેશન તરીકે આઈ.આઈ.એમ.માં પસંદ કરવામાં આવ્યું.
આ પ્રક્રિયાના ત્રીજા સમારોહમાં મને પસંદગી સમિતિમાં કામ કરવાની તક મળી.આટલું મોટું કામ.આટલી મોટી સંસ્થા.પણ આ સંસ્થામાં ચીવટ ખૂબ.નાની વાતને પણ ખૂબ જ મહત્વ આપે.સૌને સરખું મહત્વ  સ્વીકારે.આ કામ કરવામાં મને ખૂબ જ શીખવાનું મળ્યું.દરેક વાતને વિવિધ રીતે જોવાનું અને સમજવાનું  ખીખાવા મળ્યું.
આવા ગૌરવ ધરાવતી સંસ્થા સાથે કામ કરવું મને ગમ્યું.મને માટે ગૌરવ સાથે આ કામ કરવાનું ગમ્યું.આવુંઆજે પણ આઈ.આઈ.એમ સાથે કામ કરું  છું.સરકારી  કામના ભારણ વચ્ચે આઈ.આઈ.એમ.માં  જવાનું થાય તો ગમે.ગમે છે. આવું ગૌરવ આપવા બદલ શ્રી વિજય શેરીચંદ,ગીતા ચૌધરી અમીન,સમીર જોશી અને ઉમેશભાઈ પટેલની ટીમનો હુ આભાર માનું છું. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર