વિદેશમાં છતાં દેશના ક્રાંતિવીર.
શ્યામજી કૃષ્ણવર્મા:વિદેશમાં રહી ભારતની આઝાદી માટે વિશેષ કામ કરનાર ક્રાંતિકારી. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ , ભારતના ક્રાંતિવીર એવા શ્યામજી કૃષ્ણવર્મા વિશે. ભારતના મહાન શ્યામજી કૃષ્ણવર્માનો જન્મ ૪ ઓકટોબર , ૧૮૫૭ના રોજ કચ્છના માંડવી ખાતે ભાનુશાળી (ભણસાલી) કુટુંબમાં થયો હતો.તેમના પિતાનું નામ કરસનજી (કૃષ્ણદાસ ભણસાલી) અને માતાનું નામ ગોમતીબાઈ હતું. તેમના પિતા કરસનજી વેપારી પેઢીમાં નોકરી કરી જીવનનિર્વાહ ચલાવતા હતા.૧૧વર્ષની વયે જ બાળક શ્યામજીએ માતાપિતાનું છત્ર ગુમાવી દીધું હતું. તેમનો પ્રાથમિક અભ્યાસ માંડવીમાં અને માધ્યમિક શિક્ષણ ભુજમાં તથા મુંબઈની વિલ્સન હાઇસ્કુલમાં અંગ્રેજી અભ્યાસની સાથેસાથે તેમણે સંસ્કૃતમાં પણ અભ્યાસ કર્યો. ત્યારબાદ એલ્ફિસ્ટન હાઈસ્કુલમાં અભ્યાસ માટે જોડાયા.ઈ.સ.૧૮૭૪માં તેઓ દયાનંદ સરસ્વતીના શિષ્ય બન્યા.તેમની શિક્ષા દીક્ષાથી શ્યામજી કૃષ્ણવર્મામાં ક્રાંતિના બીજ રોપાયા.શ્યામજી કરસનજી ત્યારપછી શ્યામજી કૃષ્ણવર્મા તરીકે જાણીતા બન્યા.સ્વરાજની લડતમાં દયાનંદ સરસ્વતીની પ્રેરણા અને પ્રોત્સાહન મળતાં ક્રાંતિકારી બન્યા.આર્ય સમાજના પ્રચાર માટે તેમણે મુંબઈ ,