Posts

Showing posts from October, 2020

શું સરખું...શું જુદું...શું ખાસ અને શું હાશ.

Image
શિક્ષણમાં હવે  ન્યુ એજ્યુકન પોલિસી. NEP:2020   એક જમાનો હતો. જેને ભણવું હોય તે ગુરુ આશ્રમમાં જાય. અહીં ગુરુ ભાઈઓ સાથે ભણે અને પોતાના કૌશલ મુજબ ભવિષ્યમાં જીવન સાર્થક કરે. જેને શિક્ષણ માટે ગુરુ પરંપરા કહેવામાં આવતી હતી. એ પછી બંધિયાર શાળા વ્યવસ્થા અમલી બની. શિક્ષણ સાથે જોડાયેલ અને અત્યારની શિક્ષણ વ્યવસ્થાનો વિરોધ કરનાર સૌ એને મેકોલે શિક્ષણ તરીકે ઓળખે છે. મેકોલે દ્વારા જે શિક્ષણ વ્યવસ્થા અમલી બની એ વ્યવસ્થા હજુ સુધી અકબંધ રહેવા પામી છે. વચ્ચેના સમયમાં પ્રોફેસર યશપાલ કમિટી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ બહાર વગરનું ભણતર અમલી બન્યું છે. નાના ધોરણમાં બહાર વગરનું ભણતર અને મોટા બધાં જ બાળકો માટે મેકોલે પેટન સ્વીકાર્ય છે. આ સંજોગોમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી અમલી બનવા જઈ રહી છે. આ સંજોગોમાં આપણે હવે આ નવી શિક્ષણ પોલિસીને NEP2020 તરીકે ઓળખીએ છીએ. તેને અમલમાં આવતાં અને આગળ જતાં યોગ્ય અમલવારી કરવાના કારણે ચોક્કસ પરિણામ મળશે એ નક્કી થયું છે. સૌને મનમાં થતું હશે કે  નવી શિક્ષણ પોલિસી 2020 આવવાથી આપણો દેશ વિશ્વ ગુરુ બની જશે. આવું વિચારવું એ અત્યારે તો વધારે પડતું છે. હાલ છોકરાં શાળામાં આવે. ગુરુજી

વિઝન 2020નું મહત્વ...

Image
આજે સમગ્ર દુનિયા એક સાથે આગળ વધી રહી છે. વિકાસ માટે સૌથી મહત્વનું કશું હોય તોનાએ છે આધુનિક ટેકનીક અને ટેકનોલોજી. આ કારણે વિશ્વ આજે નાનું બની ગયું છે. કહી શકાય કે વિશ્વ આજે મોબાઈલમાં સમાઈ ગયું છે. આ તો થઈ આધુનિક ટેક્નોલોજીની વાત. આજે આપણે વાત કરી રહ્યા છીએ અબ્દુલ કલામના વિઝન 2020ની .  ભારત દેશના એક એવા રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રપતિ તરીકે તો સફળ રહ્યા જ હતા. છતાં જો તે રાષ્ટ્રપતિ ન બન્યા હોત તો પણ તેઓ ભારત માટે તો ભારત રત્ન જેટલું જ મહત્વ ધરાવતા હોત. એક ગામડાના, ગરીબ મુસ્લિમ પરિવારના બાળકે એક વૈજ્ઞાનિક તરીકે એટલું બધું કામ કર્યું,દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવી મજબૂતી અપાવી કે તેઓને ભારત રત્ન દ્વારા બહુમાન કરવામાં આવ્યું. રાજકીય રીતે વડાપ્રધાન પદે બેઠેલ વ્યક્તિઓ એ પોતાની સરકાર હોય,પોતે વડા પ્રધાન હોય અને ભારત રત્ન બની બેઠા હોય. એક વડાપ્રધાને તો ભારતમાં આવા પદ્મ પુરસ્કારોનો વિરોધ કરી તેમના કાર્યકાળમાં આવા સન્માન જે અંગ્રેજોની ગુલામીનું સ્વરૂપ આપી બન્ધ કરાવી દીધા હતા. જો કે આ બંધ કરનાર સ્વ. મોરારજી દેસાઈને ભારત રત્ન અને પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત કરવાનું ગૌરવ મળ્યું હતું. આજે જ્યારે આ

બિહાર ચુનાવ:ગુજરાત પેટા ચુનાવ...

Image
यहाँ हर डाल पे उल्लू बैठे हैं, एक उल्लू दूसरे की डाल काटता हैं। કોરોના વાયરસ: અંતર અવાજ અને બિહાર ચુનાવ: હકીકત સામે કારણ વગરનું એક કારણ રાજ કારણ . અત્યારે ગુજરાતમાં ઉપ ચુનાવ અને બિહારના વિધાનસભા ચુનાવ ને કારણે ટીવી ચેનલો વાળા ને સુશાંતસિંહ રાજપૂત અને એ પછી પુલવામાં થી થોડી રાહત આ બિહારની ચૂંટણી  થકી મળી.  ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે નગરપાલિકા અને મહાનગરપાલિકા ની ચૂંટણી 3 મહિના પાછી ઠેલી. સરકારે આ માટે કોરોના કારણ આપ્યું. ગભરાવું નહીં, ચૂંટણી તો 3 મહિના પછી પણ થશે. ગુજરાતમાં ભાજપને પેટા ચૂંટણીમાં વકરો એટલો નફો છે. કારણ આ આઠેય સીટ કોંગ્રેસે જીતી હતી.  કોગ્રેસજીતી અને પછી આઠ નેતાઓએ રાજીનામુ આપ્યું. આ આઠ રાજીનામાં પડ્યા એટલે કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી રાજ્યસભામાં હારી ગયા. પછી એ તો કોરોનામાં સપડાયા.  આ કોંગ્રેસના જીતેલા આઠ ધારાસભ્યોએ રાજીનામુ આપ્યું. ભરતસિંહ સીધા કોરોનામાં ગયા. જ્યારે શક્તિસિંહ અને ભરતસિંહને હરાવવા આઠ ધરાસભ્યોના અંતરના અવાજને સાંભળી તેમની પાસે રાજીનામું અપાવી નરહરિ અમીન જીત્યા. આ અંતરનો આવાઝ આ આઠ સભ્યો સાંભ

કોરોનામાં ભૂલ શું થાય છે...

Image
કોરોના  અને કલ્પના... મહામારીમાં મૂર્ખતા ભરેલી માન્યતાઓ. માત્ર માસ્ક પહેરવાથી બચી શકાય એમ હોય તો સરકાર બધાંને મફત માસ્ક આપી આ મહામરીને હંફાવી શકે. પણ, માસ્કથી બચી જ શકાય એમ કહેવા કરતાં એમ માનવું કે માસ્કથી બચવાના ચાન્સ વધી જાય છે . અત્યારે દરેક વ્યક્તિ દિવસમાં ઓછામાં ઓછો પચાસ વખત એક શબ્દ બોલતો હશે. આજ શબ્દ આટલી જ વખત વાંચતો કે સંભળાતો હશે. આમ જોવા જઈએ તો ચીનમાં ડિસેમ્બર 2019 થી શરૂ થયાનું કહેવાતો આ વાયરસ આધારિત એકદમ નવો જ રોગ દેખાવાની શરૂઆત થઈ. આજે આ લખાય છે ત્યારે કોરોના શબ્દથી આપણને પરિચિત થયાને દસ મહિના જેટલો સમય થઈ ગયો છે. આપણા દેશમાં કોરોના આધારિત વ્યવસ્થા તંત્ર માર્ચ 2020 થી અમલી બન્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વૈચ્છીક ઘરેથી ન નીકળવાની અપીલ પછી ક્રમશઃ આપણે પાંચ વખત લોકડાઉનના વિવિધ તબક્કા આપણે જોઈ ચુક્યા છીએ. આટલી પ્રાથમિક જાણકારી પછી જે વાત છે એ તરફની કેટલીક બાબતો અંગે આજે જોઈએ. કોરોના વાયરસ ચામાચીડિયા થકી ફેલાયની વાત થતી હતી. આ સાથે ચીન દ્વારા વિશ્વ ઉપર પોતાની પકડ વધુ મજબૂત કરવા એક અમાનવીય પગલું ભર્યું.ચીન દ્વારા આ વાયરસ લેબોરેટરીમાં બનાવ્યો હોવાની વાત પણ ચાલે છે. આપણે એ વાત

બળાત્કાર એક સામાજિક વિકૃત્તિ...

Image
મુક બધીર દીકરી ઉપર બળાત્કાર: માથું ધડથી અલગ કરી દીકરીની વિકૃત હત્યા પછી હવે શું...! બળાત્કાર એક એવો શબ્દ. આ શબ્દનો અર્થ કરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરનાર વ્યક્તિ અને તેની માનસિકતા અંગે આજકાલ બધી બાજુ સાંભળવા અને જોવા મળે છે. અત્યારના સમયમાં મીડિયા કરતાં સોશિયલ મીડિયા એક અનોખી પકડ ધરાવે છે. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે એમ અનેક પ્રકારની સમસ્યાઓ અને વિકૃતિઓનો પણ વિકાસ થાય છે. બળાત્કાર એક એવો અપરાધ છે જે અનેકોને બરબાદ કરે છે. અત્યારે મીડિયા એ બળાત્કારનો ભોગ બનનાર સ્ત્રી કે મહિલા માટે 'નિર્ભયા' નામ પસંદ કર્યું છે. બળાત્કાર કરનાર એક અપરાધી નહીં સમાજનો દુશ્મન કે સમાજને  બરબાદ કરનાર વ્યક્તિ તરીકે આપણે એને જોઈએ છીએ. આ અંગેના એક નિયમ મુજબ બળાત્કારનો ભોગ બનાનરનું નામ કે ફોટો અજાહેર કરી શકતો નથી.તેની ઓળખ છતી ન થાય એ માટે મીડિયા કે વ્યક્તિઓને ચોક્કસ રીતે નિયમોને આધીન રહેવું પડે છે. આ સંજોગોમાં ડીસાની દીકરી પર થયેલ અમાનવીય ઘટના જેમાં વિકૃતિની તમામ હદ પર થઈ ગઈ. એક તરફ મુક બધીર દીકરી. તેને છેતરીને લઈ ગયા પછી બળાત્કાર ગુજારી કંપાવી નાખે તે રીતે તેની હત્યા કરી. આરોપી એ આ બાબત કબુલી અને

નવરાત્રીમાં આ કામનું...

Image
  ગરબો અને ગરબી આ બેઉ શબ્દ  કેવી રીતે અમલી થયાં. અત્યારે નવરાત્રીનું પર્વ ચાલે છે. કોરોના મહામરીને કારણે કેટલાક નિયમો ને આધીન નવરાત્રીમાં જોઈએ એવો ઉત્સાહ જોવા મળતો નથી. આ નાગે વાત કરતાં કલાજીવ અને સર્જક અનિકેત ઠાકર પાસેથી મળેલ વિગત મુજબ જેના ગર્ભમાં દીવો છે, એવો ઘડો એટલે સંસ્કૃતમાં ‘દીપગર્ભો ઘટ', તેમાંથી થયો ‘દીપગર્ભો', પછી ‘ગરભો' અને અંતે ‘ગરબો' શબ્દ અમલી બન્યો છે. આ ગરબાને માથે રાખી કે વચ્ચે રાખીને થતું વર્તુળાકાર નર્તન પણ કાળક્રમે ‘ગરબો' જ કહેવાયું. આ વિગત ને આગળ જણાવતાં તેઓએ જણાવ્યું કે સરળ અને સૌમ્ય નૃત્યલાલિત્યને ‘લાસ્ય' કહેવાય છે.જેનો ધબકાર સીધો ગરબામાં ઝિલાય છે. ગરબા સાથે જોડાયેલ વાતને સમજતા એ કહી શકાય કે   સદીઓ પૂર્વે રચાયેલા ગ્રંથ ‘હરિવંશ'માં કૃષ્ણને રાસેશ્વર કહેવામાં આવ્યા છે. સ્ત્રી-પુરુષ સાથે હાથમાં દાંડિયા પકડી રમે તે ‘રાસ', તાળી સાથે સ્ત્રીઓ રમે તે ‘ગરબો' અને  પુરુષો રમે તે ‘ગરબી'.આ અંગે વધુ વિગત જણાવતાં પાલનપુરના સંગીત કલાકાર અને ગરબા આયોજક શ્રી રાકેશ આચાર્યના જણાવ્યા મુજબ પુરુષો અને સ્ત્રીઓ હાથે તાળીઓ પાડી ગરબો લે તેને ‘હીંચ લેવી

ગરબા વગર क्या करबा....

Image
  એક તરફ વિશ્વ કોરોના સામે ઝઝુમી રહ્યું છે. લોકો કોરોનાથી બચી શકે એ માટે સરકારે અનેક બાબતોની માર્ગ દર્શિકા આપી છે. અત્યારે જ્યાં સુધી વેકસીન ન શોધાય ત્યાં સુધી બચવા માટે સોશિયલ ડિસ્ટન્સ જ એક માત્ર રસ્તો છે. આવા સમયે આ જ કારણે દર વર્ષ કરતાં આ વર્ષે નવરાત્રીનો માહોલ ફિક્કો દેખાઈ રહ્યો છે. નવરાત્રીના આયોજકો અને કલાકારો એક તરફ સરકાર પાસે આર્થિક પેકેજની વાત કરી રહ્યા છે,લગ્ન વખતે થતા રસ ગરબાના આયોજન પણ કોરોના સમયે સરકારે બંધ કરાવ્યા હતા. એમાં પડતામાં પાટું એવું લાગ્યું કે નવરાત્રીમાં પણ કલકરો અને મંડપ ડેકોરેશનના માલિકો નવરા થઈ ગયા છે. એક તરફ આર્થિક સમસ્યાનો સામનો અને સરકારના આદેશને પગલે નવરાત્રીમાં પણ ચોક્કસ કાયદા અને જોગવાઈઓ થકી ગરબા કરવાના હોઇ ખેલૈયાઓ ભારે નિરાશ થયા છે. દર વર્ષની જેમ આ વર્ષે ડાન્સ કલાસના આયોજકો પણ નવરાત્રી નીરસ હોઈ તેમનામાં પણ ઉત્સાહ દેખાતો નથી. ખેલૈયાઓ જ્યાં નવ નવ દિવસ સુધી માતાજીની આરધના કરી નવરાત્રી ઉજવતા હતા તે આ વખતે ગરબા નહીં રમાય એ વિચારે જ દુઃખી થતા રહે છે.

IGNITE aword:2020

Image
આધુનિક જગતમાં શિક્ષણ જેટલું જ મહત્વ નવ સર્જન કે નવ વિચારનું છે. ભારત રત્ન, દેશના પૂર્વ રાષ્ટ્પતિ અને મિસાઈલ મેન તરીકે ઓળખાતા એ.પી.જે. અબ્દુલ કલામ ઈજ્ઞાઈટ એવોર્ડ સમગ્ર દેશના બાળકો માટે એક અભિનવ સન્માન બને છે. બાળકોમાં રહેલી સર્જનશીલતા અને તેના દ્વારા વિવિધ સમસ્યાના સમાધાન માટે છેલ્લા એક દાયકાથી આ સન્માન આપવામાં આવે છે. સમગ્ર દેશના બાળકો પોતાના ઇનોવેશન કે નવ વિચાર મોકલતા હોય છે. હજારો વિચારોમાંથી દર વર્ષે 30 ઇનોવેશન કે બાળકોના વિચારો પસંદ કરવામાં આવે છે. પસંદ થયેલ નવ વિચારોની જાહેરાત 15 ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે. સમગ્ર દેશમાંથી આ વર્ષે કોરોના મહામરીને કારણે 9 હજાર નવ વિચારો રજૂ થયા હતા. આ પૈકી 15 વિચારોને નેશનલ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાને સમગ્ર દેશમાં આ અંગે સન્માન પ્રાપ્ત થયું છે. છેલ્લા વર્ષોમાં ,હની બી નેટવર્કના ફાઉન્ડર અને સૃષ્ટિના સંયોજક પદ્મશ્રી અનિલ ગુપ્તા દ્વાર બાળ નવસર્જકો સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ સંવાદ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ વર્ષે કોરોના  મહામારી વચ્ચે પણ સૃષ્ટિ સંસ્થાન દ્વારા ડૉ. અનિલ ગુપ્તા દ્વાર ચલાવવામાં આવેલ  'ચલો આ

इस साल नवरात्री....

Image
 हिंदू धर्म में नवरात्रि का विशेष महत्‍व है। नवरात्रि के नौ दिनों में मां दुर्गा के अलग-अलग स्‍वरूपों की पूजा-अर्चना की जाती है।       नवरात्र 17 अक्तूबर 2020  से  25 अक्तूबर तक होंगे।          इस बार शारदीय नवरात्र में तीन विशेष संयोग बन रहे हैं। पहला संयोग करीब 58 साल बाद बन रहा है। शनि और बृहस्पति अपनी-अपनी राशि मकर और धनु में संचार करेंगे। दूसरे संयोग में सत्रह अक्तूबर को सूर्य की संक्रांति पड़ रही है। इस दिन सूर्य तुला राशि में प्रवेश करेंगे।         सूर्य की संक्रांति पड़ने से इस दिन किए गए पूजन-दान का फल हजार गुना अधिक हो जाता है। तीसरा और प्रमुख संयोग पूरे नवरात्र में सात दिन विशेष संयोग पडेंगे। इन योगों में शुभ कार्य करने से कार्य सिद्धि होती है और विशेष लाभ मिलता है। बताया कि इस बार मां दुर्गा का आगमन घोड़े पर होगा।    ~ मां शैलपुत्री पूजा         घटस्थापना : 17        अक्टूबर, ग्रह : चंद्र ~  मां ब्रह्मचारिणी      पूजा : 18 अक्टूबर,      ग्रह : मंगल ~ मां चंद्रघंटा पूजा : 19     अक्टूबर, ग्रह : शुक्र ~ मां कुष्मांडा पूजा :    20 अक्टूबर, ग्रह : सूर्य ~ मां स्कंदमाता पूजा :    2

એડયૂટર એપ દ્વાર શિક્ષણમાં નવતર પહેલ.

Image
અત્યારે કોરોનને કારણે શાળાઓ બંધ છે. શાળાઓ તો ભલે  બંધ રહી હોય. શિક્ષણ કાર્ય સતત ચાલુ છે. એમાં વિવિધ રીતે શિક્ષણ

शिक्षा जिन्हें नहीं मिलती...

Image
आज कल on line शिक्षा की बात हो रही हैं। जिन के घर में टेलीविजन नही है, उन के पास शायद मोबाइल हो ऐसा संभव हैं।इस संभावना के बीच एक बात ये है जिसे नजर अंदाज नहीं करना चाहिए। आज अगर देखा जाए तो भारत मैं 20 करोड़ से अधिक टेलीविजन नही हैं। 2011 कि जन गणना को देखे तो एक टेलीविजन के पीछे 4 लोग होते हैं।20 करोड का मतलब है 80 करोड़ लोग इस से जुड़े हैं। 135 करोड़ से अधिक लोग हमारे देश में हैं। अब कोरोना के कारण विद्यालय बंध है,शिक्षा कार्य नहीं। इस का मतलब ये होता है कि शिक्षा का काम आजकल on line के माध्यम से होने लगा हैं। आज में क़ुछ पेरेंट्स के अनुभव आप से शेर कर रहा हूँ। जिस में ज़्यादातर दो बातें हैं। एक तो उन के सन्तान  मोबाइल में शिक्षा के बदले गेइम खेलते हैं।कुछ का कहना है कि नेट की कनेक्टिविटी की समस्या सामने आ रही हैं। अगर टेलीविजन या मोबाइल से पढ़ने की बात है तो एक बात सीधी दिखाई देती है कि, शहर में रहने वाले बच्चे टेलिविजन ओर नेट के माध्यम से आसानीसे जुड़ सकते हैं। वो पढ़ पाते है या पढ़ते है ऐसा कहना मुश्किल हैं। सरकार द्वारा सीधी व्यवस्था कटने का भरपुर प्रयास हो रहा हैं। इसे ओर असरकारक तरीक़े स