એડયૂટર એપ દ્વાર શિક્ષણમાં નવતર પહેલ.




અત્યારે કોરોનને કારણે શાળાઓ બંધ છે. શાળાઓ તો ભલે  બંધ રહી હોય. શિક્ષણ કાર્ય સતત ચાલુ છે. એમાં વિવિધ રીતે શિક્ષણ

કાર્ય થઈ રહ્યું છે. અત્યારના સમયમાં વર્ષોથી શિક્ષણમાં  જોડાયેલા વ્યક્તિઓ જેમની શિક્ષણની સમજ, સજ્જતા અને વિદ્યાર્થીના વિકાસ માટેના અથાક પ્રયત્નો થતા રહ્યા છે. આવા કેટલાક અદના શિક્ષકો આજે ઓન લાઈન રીતે શિક્ષણ કાર્ય કરાવી રહયા છે. પાલનપુર સ્થિત એન.આઈ.બી. સ્કૂલના સહયોગ અને મુંબઇ સ્થિત કંપની દ્વારા ' એડ્યુટર' નામની વિશેષ એપ્લિકેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોવિદ-19 ની મહામારીએ સમગ્ર દેશ/વિશ્વને તમામ ક્ષેત્રે મોટું નુકસાન પહોંચાડ્યું છે.  આ અચાનક આવી પડેલ આપદાના લીધે તમામ શિક્ષક તેમજ વિધાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ તરફ જવું પડ્યું. વૈશ્વિક કંપનીઓએ અત્યાર સુધી જુદા જુદા ઇ - કોમર્સ, સોશીયલ નેટવર્ક, વિડિયો શેરિંગ માટેના ઓપન પ્લેટફોર્મ બનાવ્યા પરંતુ શિક્ષણ જેવી પાયાની જરૂરિયાત માટે અત્યાર સુધી કોઈ પણ ઓપન ઓનલાઇન એજ્યુકેશન પ્લેટફોર્મ બનાવ્યું નથી.આ કપરા દિવસોમાં ONLINE શિક્ષણ દરેક વિધાર્થીઓને મળી રહે તેવા પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કેટલાક શિક્ષકો પ્રયત્ન કરી રહયા છે. એડયૂટર એપ દ્વારા આવા  કર્મઠ અને નિષ્ઠાવાન શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવે છે. વૈશ્વિક મહામારીના સમયમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચવું જરૂરી છે. આ એપ સાથે જોડાયેલ સૌએ ઓન લાઈન શિક્ષણ આપતાં વિશેષ શિક્ષકોને સન્માનિત કરવાની અનોખી પહેલ શરૂ થઈ રહી છે. આ એપના નિર્માણ સાથે જોડાયેલ શ્રી અંકિત ઠાકોરે જણાવ્યું કે, Edutor App દ્વારા અમે પણ વિશ્વના દરેક ખૂણે વિધાર્થીઓ સાથેનો શિક્ષકનો નાતો જળવાઈ રહે તેવા પ્રયત્નો કરી રહયા છીએ. જરૂર હોય તેને શૈક્ષણિક સંશાધનો મળી રહે તેવા આશયથી શરૂ કરેલ Edutor App નું Launching થવામાં છે. તેઓએ જણાવ્યું કે ઓન લાઈન શિક્ષણમાં અત્યારે જે શિક્ષકો કામ કરી રહયા છે તેઓનું સન્માન કરવા હજુ પણ તૈયારી દર્શાવી હતી.આમ, ડિઝીટલ માધ્યમથી, આ ખાસ App દ્વારા શિક્ષણકાર્ય વધારે ઉજળું બને તેવા આશયથી આ કામ થઈ રહ્યું છે.

આવા અનોખા શિક્ષકો અને તેના વિવિધ લાભાર્થીઓ માટે કરોડો વિદ્યાર્થીઓ માટે આ ઉપયોગી બની રહ્યું છે. ત્યારે ઓન લાઈન શિક્ષણ આપતાં સૌ શિક્ષકોને આ એપ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો.


લોક ડાઉન પછી વિદ્યાર્થીઓની. મૂંઝવણ સામે એક અભિનવ આયોજન.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી