Posts

Showing posts from June, 2012

be the change...

Image
  બાળકને શાળા ગમે ? જવાબ ગમેતે હોય તો બીજો સવાલ છે. કેમ ? કારણ કે આપણે એક પણ તરફ આ કેમનો જવાબ મેળવવા પ્રયત્ન કરતાં નથી . છોકરાંને ઘરે શાળા જેવું વાતાવરણ આપવા આપણે સાચા ખોટા પ્રયત્ન કરીએ છીએ . આવા અડધા સાચા પ્રયોગો જ બાળકને શિક્ષણથી દૂર કરે છે . આપણને કેમ એ નથી સમજાતું કે ઘર એ ઘર છે . શાળા એ શાળા . આ બન્ને વચ્ચેનો તફાવત આપણે સમજી તેનો અસરકારક ઉપયોગ કરીએતો સારું પરિણામ મળે . આ પરિણામ કઈ ચા બનાવવા જેવું સરળ નથી . આ માટે અનેક વર્ષોની મહેનત અને એક વૈચારિક અમલીકરણને આધારે જ સફળતા પ્રાપ્ત થાય છે . દરેક નિષ્ફળતા સફળતા તરફ દોરી જતું એક પગથીયું બને . આવાં પગથીયા જ એક સફળ સમાજની રચના કરી શકશે . નાનાં છોકરાં . સૌને ગમે . તેમની એક અલગ દુનીયા હોય . કોઈ નાનું કે મોટું ના હોય . છોકરાં બધાં સરખાં જ હોય . મારી શાળા ખૂબજ નાની . આ શાળાને ગમતી નિશાળ નામ આપ્યું . ગમતી નિશાળ એટલે બાળકોના કાયદાથી ચાલતી નિશાળ . બધાં કરતાં જુદી જ શાળા જોઈ બધાને પણ આ ગમતી નિશાળ ગમે. . અ

બાપ રે બાપ....

Image
આપણો દેશ લોકશાહી ધરાવે છે.દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો આ દેશ.જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે ખૂબ પરશો હતા.આજે પણ તે જ પ્રશ્નો છે.કદાચ તેનું સ્વરૂપ બદલાયું છે.ગોરાઓની ગુલામીમાંથી આપણે સૌ છૂટ્યા.તે વખતે કહેવાતું  કે ભરત દેશ આજાદ થયો.આઝાદ દેશનું મહત્વ તે સમયે એટલા માટે હતું કે દુનિયાની તે સમયની કુલ વસ્તીનો છઠો ભાગ સંયુક્ત ભારતમાં હતો.સંયુક્ત ભારત વિષે આખો ગ્રંથ લખાયા છે.અહીં વાત કરવી છે.લોકશાહીના રાજાઓની. આયોજન પંચ.ભારતના વિકાસ માટેનું આ કેન્દ્ર.સરકારની નાની મોટી તમામ વ્યવસ્થા અને યોજનાઓ પાછળ આયોજન પંચ હોય છે.આ પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. અધ્યક્ષ તરીકે વડાપ્રધાન મનમોહનસિંહ છે.ઉપાધ્યક્ષ તરીકે મોન્ટેકસિંહ આહલુવાલિયા છે. બંધારણમાં તેની જોગવાઈ છે.અત્યારના આયોજન પંચના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને અર્થશાસ્ત્રી છે.બંને ભારતની અને દુનિયાની અર્થ વ્યવસ્થાના જાણકાર,અભ્યાસુ,ચિંતક અને વિચારક છે.બંને માથે પાઘડી ધરાવે છે. આયોજન પંચે ગરીબની વ્યાખ્યા નક્કી કરી હતી. માત્ર સત્તાવીસ રૂપિયામાં એક દિવસ જીવી શકાય.તે કરતાં વધારે દૈનિક આવક મેળવનાર ગરીબ ન કહેવાય. આ વાતે ખૂબ જ ચર્ચા ચાલી.બે દિવસ સ

કહોતો વીસ પાછા આપું....

Image
અમે અમદાવાદ હતા.ગૂજરાત વિદ્યાપીઠ ખાતે એક બેઠક હતી.આખો દિવસ કામ પતાવી અમે સાંજે બહાર ચક્કર મારતા હતા.વિદ્યાપીઠની સામે જ હતા.અહીં એક હોટલમાં અમે બેઠા હતા.અમે ચા નો   ઓર્ડર આપ્યો.ચા આવે ત્યાં   સુધી અમે બેઠા હતા.એક નાનો છોકરો અમારી પાસે આવ્યો.અમને કહે સાહેબ આ નકશો લો.મેં નકશો   જોયો.ભારતનો   રાજકીય નકશો હતો.મેં કહ્યું શું ભાવ છે.છોકરો   કહે વીસ રૂપિયા.છોકરાનો   જવાબ સાંભળી મારા   એક મિત્ર કહે:વીસ રૂપિયા વધારે કહેવાય.વ્યાજબી કર.આ વાત   સાંભળી છોકરો   કહે:’સાહેબ,તમે કેટલા આપશો?’આ જવાબ જોઈ મારા મિત્ર કહે:તને આ એક નકશો વેચીને કેટલા રૂપિયા નફો મળશે? છોકરો અમારી સામે હતો.તેણે જવાબ આપ્યો.છોકરાનો જવાબ પણ ખૂબ જ સરસ હતો.છોકરો કહે:’સાહેબ તમે નકશો ખરીદો તે પછી મારો નફો નક્કી થાય.આવું બોલી છોકરો ઊભો રહી ગયો.મેં કહ્યું:આ છોકરાનો જવાબ જ તેના કૌશલ્યનો પરિચય કરાવે છે.અમે બધાં સાથે હતા.અમે કહ્યું લાવ તારા બધા જ નકશા અમે ખરીદી લઈએ.કિંમત પણ વીસ રૂપિયા.અમે બધાં જ નકશા ખરીધ્યા.લગભગ અઢાર નકશા હતા.મેં કહ્યું:લે તારા પૈસા અને હવે બોલ કેટલો નફો થયો???? મને કહે:સાહેબ નેવું રૂપિયા.મારા એક  અર્થશાસ્ત્રી

ઈયળ મરતી નથી...

Image
ધારી ગામ.એક અનોખી ઓળખ.આ ગામની ઓળખ આપવા માટે આખો લેખ લખવો પડે.પણ અહીં બીજી જ વાત કરાવી છે.આજે એક ચેનલ પર અહેવાલ હતો.ધારી પાસેના એક ગામની વાત  હતી.અહીં ખેતીમાં ઇયળો થઇ ગઈ છે.ઇયળો પણ એટલી બધી કે ખેતરમાંથી ગામમાં આવી છે.ઘર અને ચોકમાં પણ ઇયળો જોવા મળે છે.સતત તેને સાવરણીથી વાળવી પડે છે.આખા ઘરમા અને ગામમાં સૌ પરેશાન છે.વહીવટી તંત્ર પણ પરેશાન છે.અનેક પ્રકારની દવાઓ છાંટી પણ આ ઇયળો મરતી  નથી. મારા એક મિત્ર અને કૃષિ સંશોધક શ્રી પ્રહલાદજી સાથે મારે વાત થઇ.મેં તેમને આવું  થવા જવાબદાર પરિબળો વિશે જણાવવા કહ્યું.તે કહે:’જે ખેતરોમાં સતત રસાયણિક ખાતર અને દવાઓ વધારે નાખી  હોય ત્યાં આવું થાય.’મને સમજાવતા કહે જેમ સતત દવા લેવાથી તેનો ડોઝ વધારવો  પડે છે તેમ જ આ ઇયળો માટે ડોઝ વધારવો  પડે. હવે કોઈ પણ ઋતુમાં બધાં જ  ફળ મળે તેનો રાજીપો ધરાવનાર આ પણ સમજે કે પર્યાવરણ એ સૌની મિલકત  છે.આજે ધારીની વાત છે કાલે ધોલેરા અને પછી ધોળાવીરા.આ અહેવાલની હાલ ચર્ચા નથી. હા, તે વિશે જાગૃતિ  કેળવાય તે પણ જરૂરી છે.

ઠેલણ ગાડી...આબુની ઓળખ...

Image
હવા ખાવાનું સ્થળ.અહીં ગુજરાતના અને તેની બહારથી પણ લોકો  આવે.જોવાજેવો પ્રદેશ.આ પ્રદેશમાં અનેક  ઐતિહાસિક સ્થળ છે.અહીં મારે આબુની   વાત કરવી નથી પણ ત્યાં જોયેલા એક ખાસ પ્રસંગની વાત કરવી  છે.આબુ જાવ  એટલે નખી તળાવની મુલાકાત લેવી જ. કહેવાય છે કે આ તળાવને નખથી ખોદવામાં આવ્યું હતું. આબુમાં ઠેલણ ગાડી જેવી નાની લોખંડની  ગાડીઓ ફરે છે.અહીં ઢળાવ વધારે હોઈ મોટી લારી કે તેવું ભારવાહક સાધન ચાલે તેમ નથી.નાની ફેરણી  કરવા માટે આ ઠેલણ ગાડી ચાલે છે.તેના ઉપર ચાચા ઇન હોટલની  જાહેરાત લખેલી હોય છે.હું  પણ આબુ ગયો  હતો.અમે અહીં ફરતાં હતા.આસપાસ ખરીદી કરી અમે ઊભાં હતા. એક મજબૂત બાંધાનો માણસ મને કહે:’સાહેબજી સેર કરોગે?’મેં કહ્યું:’કિસમે બેઠકે સેર કરવાઓગે?’મને કહે:’ઇસ ગાડીમે બેઠ જાઓ.’અમે બેઠા.તેણે અમારી પાસે ૧૩૦ રૂપિયા નક્કી કર્યા હતા.૩.૫ કિલોમીટર તળાવની આસપાસ ફરવાનું હતું. અમે બેઠા અને મેં વાત કરી. અમારી ગાડી દાનાભાઈ દેસાઈ ચલાવતા હતા.છેલ્લા નવ વર્ષથી તે આ વ્યવસાય કરે છે.મેં કહ્યું આ વ્યવસાયથી ઘર ચાલે તેટલું કમાઈ શકાય છે?મને કહે:’’હા,પણ તે કરતાં  અમે આબુને બચાવીએ છીએ તેનો સંતોષ હોય છે.’’મને થયું:’’આ કઈ

માધાપરમાં...

Image
વેકેશનનો માહોલ.માધાપર જવાના સમાચાર મળ્યા.ધોરણ એક થી આઠ ના બીજા સત્રના પુસ્તકોની બેઠક હતી.સ્થળ માધાપર.એક એવો વિસ્તાર જ્યાં લોકોની ખુમારી હજુ જીવે છે.ભૂકંપ પછી આખા કચ્છમાં મનોસમાંજીક માવજત માટે યુનિસેફ સાથે આવવાનું થતું હતું.આઈ.આઈ.એમ સાથે પણ આ વખતે રાપર આવવાનું થયું હતું.ત્યારે કચ્છ વિખેરાયું હોય તેમ હતું. અમે માધાપર અંધજન મંડળની સંસ્થામાં રોકાયા હતા.ખૂબ જ પવિત્ર વાતાવરણ.અમે જે કામ માટે આવ્યા હતા તે પણ એટલું જ મહત્વનું અને પવિત્ર કામ.અમે અહી પહોંચ્યા.કામ પણ હતું.બીજા દિવસે સવારથી કામ જાણે શરુ થયું.ગુજરાત સમાચારમાં અહેવાલ છપા યો હતો.પાઠ્યપુસ્તક સંદર્ભે અહેવાલ હતો.સમજણ વગરનો અહેવાલ.ક્યાં અને કઈ રીતે પાઠ્યપુસ્તક બદલાય છે તેની જાણકારીનો અભાવ જણાતો હતો.આ કરતાં સાચી  વિગતોથી અહેવાલ તૈયાર કર્યો હોત તો વધારે સારો રીપોર્ટ તૈયાર થયો  હોત.ગુજરાત સમાચાર જેવા મહત્વના દૈનિક પત્રનો અહેવાલ,એ પણ છેલ્લા પાને હોય અને તેનું હોમ વર્ક ના હોય તે કેમ ચાલે.આખો દિવસ ફોન ચાલતા હતા.સતત સૌ પૂછે,શું થયું તમારા ચોપડામાં????રોજ બદલવા નીકળી પડો છો???આવું જ લખો છો???છેવટે ફોન બંધ કર્યો.એક તરફ સામાજિક વિજ્ઞાન,ગણિત

ANNA HAJARE & RAMADEV

Image
આજે બાબા રામદેવ અને અન્ના હજારે દિલ્હીમા એકઠા થયા.કરોડો રૂપિયાના કાળાધનને ભારતમાં પરત લાવવા તેઓ પ્રયત્ન કરે છે.એ.ડી.આઈ.ના અહેવાલને ટાંકીને તેમણે વાતો કરો.ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો અહેવાલ આજે મીડિયામાં પણ ચર્ચામાં છે. અન્ના અને બાબા આજે છવાયેલા છે.ક્યાંક કોઈક વાતે ચવાયેલા છે.છતાં આજે ૧૫ લાખનો જમીનનો દસ્તાવેજ ૩ લાખમાં કરાવનાર અને કરનાર બન્ને અન્નાને જાહેરમાં ટેકો આપે છે.આજે અન્ના વિશે થોડી વિગતો આપી છે.એક શાળાના બાળકે બનાવેલો પ્રોજેક્ટ એવાજ  સ્વરૂપે અહીં રજૂ કર્યો છે. નામ: કિશન બાપટ બાબુરાવ હજારે(લોક્નામ:અન્ના) જન્મ ૧૫ જૂન ૧૯૩૭. સરનામું: રલેગન  સિદ્ધિ.(મહારાષ્ટ્ર)ભારત. વ્યવસાય: પૂર્વ સૈનિક અને સમાજસેવી. એક પરિચય: અન્ના હજારે.માત્ર ભરતા જ નહિ આખા વિશ્વમાં એક અનોખી ઓળખ ધરાવે છે.આ અન્ના હજારેને આજકાલના લોકો માત્ર કરપ્શનના વિરોધો  તરીકે ઓળખે છે.પણ તે કરતાં પણ તેમનું કામ ખાસ છે.૧૯૬૨ ના ભારત અને ચીનના યુદ્ધમાં તેઓએ ભારતના એક સૈનિક તરીકે જવાબદારી નોભાવી.તેમણે ભૂતાન,સિક્કિમ,લાદ્દાખ અને જમ્મુ કાશ્મીર જેવા અનેક વિસ્તારમાં ફરજ નિભાવી.તે