કહોતો વીસ પાછા આપું....


અમે અમદાવાદ હતા.ગૂજરાત વિદ્યાપીઠ ખાતે એક બેઠક હતી.આખો દિવસ કામ પતાવી અમે સાંજે બહાર ચક્કર મારતા હતા.વિદ્યાપીઠની સામે જ હતા.અહીં એક હોટલમાં અમે બેઠા હતા.અમે ચા નો  ઓર્ડર આપ્યો.ચા આવે ત્યાં  સુધી અમે બેઠા હતા.એક નાનો છોકરો અમારી પાસે આવ્યો.અમને કહે સાહેબ આ નકશો લો.મેં નકશો  જોયો.ભારતનો  રાજકીય નકશો હતો.મેં કહ્યું શું ભાવ છે.છોકરો  કહે વીસ રૂપિયા.છોકરાનો  જવાબ સાંભળી મારા  એક મિત્ર કહે:વીસ રૂપિયા વધારે કહેવાય.વ્યાજબી કર.આ વાત  સાંભળી છોકરો  કહે:’સાહેબ,તમે કેટલા આપશો?’આ જવાબ જોઈ મારા મિત્ર કહે:તને આ એક નકશો વેચીને કેટલા રૂપિયા નફો મળશે?

છોકરો અમારી સામે હતો.તેણે જવાબ આપ્યો.છોકરાનો જવાબ પણ ખૂબ જ સરસ હતો.છોકરો કહે:’સાહેબ તમે નકશો ખરીદો તે પછી મારો નફો નક્કી થાય.આવું બોલી છોકરો ઊભો રહી ગયો.મેં કહ્યું:આ છોકરાનો જવાબ જ તેના કૌશલ્યનો પરિચય કરાવે છે.અમે બધાં સાથે હતા.અમે કહ્યું લાવ તારા બધા જ નકશા અમે ખરીદી લઈએ.કિંમત પણ વીસ રૂપિયા.અમે બધાં જ નકશા ખરીધ્યા.લગભગ અઢાર નકશા હતા.મેં કહ્યું:લે તારા પૈસા અને હવે બોલ કેટલો નફો થયો????
મને કહે:સાહેબ નેવું રૂપિયા.મારા એક  અર્થશાસ્ત્રી મિત્ર કહે તારો પચ્ચીસ ટકા નફો છે.છોકરો કહે સાહેબ આજે મારે સિત્તેર રૂપિયાની જ જરૂર છે.કહોતો વીસ પાછા આપું.

Comments

Superb
Kaaash...our system understand it...

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી