Posts

Showing posts from November, 2014

પર્યાવરણ શિક્ષણ...

Image
પર્યાવરણ શિક્ષણ એક મહત્વનો મુદ્દો છે.આ માટે દરેક રાજ્યો ને સર્વોચ્ચ અદાલતે માર્ગદર્શન આપ્યું છે. આ શિક્ષણ એક અનોખી પ્રક્રિયા છે.ગુજરાતમાં આપણે ધોરણ એક થી પાંચમાં પર્યાવરણ વિષય તરીકે શીખવીએ છીએ.આ વિષય શીખવવા માટેની કેટલીક  બાબતો અહીં આપી છે. પર્યાવરણ - હેતુઓ (૧)    કૌશલ્યોનો વિકાસ         અવલોકન , તારણ , વિશ્લેષણ , જિજ્ઞાસા , વર્ગીકરણ , ચિંતન-મનન , પ્રત્યાયન , ચોક્સાઇ , સમસ્યા ઉકેલ (ર)    અનુકૂલન (૩)    કાર્યકારણ સંબંધ (૪)    સહ અસ્તિત્વનો સ્વીકાર (૫)    જીવતા જીવન સાથેનો સબંધ (૬)    પર્યાવરણનું જાતન અને સંવર્ધન (૭)    પર્યાવરણ પ્રેમી સમાજની રચના આટલું જાણીએ : ગુજરાતરાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના માર્ગદર્શન હેઠળ સપ્ટેમ્બર , ર૦૧૦ થી અભ્યાસક્રમ પુનઃગઠન માટે અનેકવિધ કાર્યશાળાઓનું આયોજન થતું રહ્યું. આ કાર્યશાળાઓ દરમિયાન અનુસંધાનનો આધાર લઇ બાળક , શીખવવાની પ્રક્રિયા , ભવિષ્યનો અપેક્ષિત સમાજ અને આદર્શસમાજની રચના માટેની શિક્ષણ-પ્રક્રિયા વગેરે જેવા મુદ્દાઓ પર સામૂહિક રીતે વિશદ ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ કાર્યશાળાઓમાં એ બાબત સર્વસ્વીકૃત રહી છે.જેમાં બા