મારા સરદાર... મારી સરકાર...
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતા. આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો. વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તે