Posts

Showing posts from May, 2022

જાદુગર નરેન્દ્ર પંડયા

Image
  જાદુગર નરેન્દ્ર પંડયા  નમસ્કાર શ્રોતા મિત્રો, હું ભાવેશ પંડ્યા.  ફરીથી એક જીવતી વાર્તા સાથે આપની સાથે આવ્યો છું. આજની વાર્તા એક એવી વાર્તા છે. કે ખરેખર જીવતી વાર્તા કહી શકાય.એક છોકરો એને નાના - મોટા  ચાર પાંચ ભાઈ - બહેન.પિતાજી જેલમાં. હવે તમને થશે, જેલ માં!? કોઈ ગુનો કર્યો હશે, પણ નહિ.આઝાદીની લડત વખતે જેલમાં. પાછું જેલમાં ક્રાંતિકારી હોવાને કારણે એમને એવું ખાવામાં આપવામાં આવ્યું કે જેના લીધે એમનું અવસાન થયું.આ ક્રાંતિવીરનું નામ પૂનમચંદ પંડ્યા. એમના પુત્ર વિશે વાત કરી રહ્યા છીએ. જન્મ જાત શિક્ષક અને જન્મ જાત બાળકોને કુતૂહલ થાય એવી પ્રવૃત્તિઓ કરનાર. નાનું ગામ.આ ગામમાં એ નોકરી કરે.બાળકોને શાળામાં ભણાવતા પેહલાં રોજ શાળામાં જઈ પ્રાર્થના કાર્યક્રમમાં જાદુ બતાવવાનો નિયમ કરેલો. શરૂઆતના તબક્કે આ નિર્ણય, એમનો શોખ નહિ પણ એક નિર્ણય જ કહી શકાય.પણ આ નિર્ણયને પૂરો કરવા માટે આપણે પેલી વાર્તા સાંભળી છે ને કોઈ એક નિયમ લે અને એ નિયમ ને કોઈ એક પરિણામ મળે જ એમ. બસ!  આ જ રીતે એમણે એવો નિર્ણય કરેલો કે રોજ એક જાદુ બતાવવો અને આ જાદુ બતાવવામાં ને બતાવવામાં એમનો જાદુ તરફનો લગાવ વધતો ગયો. તે પોતે પ્રોફેશનલ જાદુગ

પટેલની વાર્તા

Image
પટેલની વાર્તા  નમસ્તે મિત્રો,         એક નાનું ગામ.ગામમાં એક પટેલ.આ પટેલની વાર્તા છે.સમગ્ર ગુજરાત જ નહિ પણ દેશ અને દુનિયામાં શિક્ષણ માટે જેમના પ્રયોગો પ્રખ્યાત છે એવા ગિજુભાઈ બધેકાની આ ભાષા શિક્ષણ માટેની આ વાત છે.એક ને એક વાર્તાને જુદી જુદી રીતે પણ કહી શકાય.આ વાર્તામાં આવતા પાત્રોને વારંવાર રિપોર્ટ કરાવવાના છે બાળકો જોડે.સરસ મજાની એક વાર્તા. વાત જાણે એમ છે કે પટેલનું ગામ પટેલની વહુ એને બધા સૌ પટલાણી કહે. પટેલ - પટલાણીને એક ખેતર. એ ખેતરમાં પટેલ પટલાણી ખેતી કરે.ખેતી શું એમને એમનું જીવન પસાર કરેલું ત્યાં એમના ખેતરમાં.ખૂબ મોટી જમીન.પટેલ અને પટલાણી આખ્ખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ એક ખેતરનું પૂરું થાય. એમણે માણસો પણ રાખેલા એમના ખેતરમાં કે જે જુદા જુદા કામ માટે મદદ કરે.એક નું નામ અતો ,એકનું નામ પતો અને ત્રીજાનું નામ નતો.આ પટેલ પટલાણી આ અતો,પતો અને નાતો સિવાય આ ખેતરમાં એક કૂતરો અને બિલાડી ખરા.એક દિવસની વાત છે. આટ-આટલું હોવા છતાં પટેલને દુઃખ.પટેલને દુઃખએ વાતનો કે પટેલને કોઈ સંતાન નથી.પટેલને કોઈ સંતાન નથી એટલે પટેલ કહે ભગવાન મને દીકરો આપ કે દીકરી આપ પણ એક સંતાન આપ. શિયાળાના દિવસો હતા.પટેલે ખેતર

બે પહાડ અને નદી(ચીન)...

Image
  બે પહાડ અને નદી(ચીન) એક એવી વાત. આ વાત એવી કે એ આજેય સૌને કહેવામાં આવે છે.આજેય આ વાત સૌને ગમે છે. કહેવાય છે કે આ ચીન દેશની વાત છે. ચીનમાં એક મોટી નદીની આ વાત છે. નદીની આસપાસ આવેલ બે પહાડની વાત છે. ચીનમાં એક નદી આવેલી છે. આ નદીનું નામ દવાગહો. નદીને કિનારે એક વિશાળ મેદાનમાં  ડાયનાસોર રહે. આ ડાયનાસોર સફેદ અને ચમકતો હતો. આ જ મેદાન પાસે ગુફામાં એક ગધેડો રહે. ગધેડો સોનેરી રંગનો હતો.આ ગધેડો  અને ડાયનાસોર પાકા ભાઈબંધ હતા. તેઓ રોજ સાથે જ રહે. ફરવા સાથે જાય અને દરિયામાં તરવા પણ સાથે જ જાય. એક દિવસની વાત છે , તેઓએ આ વખતે થોડે દૂર અને બીજે ફરવા જવાનું ગોઠવી લીધું.  તેઓ જરૂરી સામાન લઈ ફરવા માટે નીકળી ગયાં. ફરતાં ફરતાં તેઓ આબલમના દેશમાં પહોંચી ગયા. તેઓએ આ અગાઉ કોઈ વખત આબલમનો દેશ જોયો ન હતો. અહીં બધું સુંદર અને તેઓએ જોયું હતું એ કરતાં અલગ હતું. તેઓને જોવામાં મજા પડી. તેઓ આમતેમ ફરતા હતા એટલામાં સોનેરી ગધેડાની નજર ચમકતા પથરા ઉપર પડી. ખૂબ જ મોટો જાણે તરબૂચ જેવડો મોટો ચમકતો પથરો. આ બંને ભાઈબંધ આ જોઈ ખુશ થઈ ગયા.ડાયનાસોર ગધેડા ને કહે: ' આ પથરા ને આપણે આકાર આપીએ અને વધારે ચમકતો બનાવીએ. ગધેડો કહે: '

ગપોડી ખેડૂત...

Image
  ગપોડી ખેડૂત          જાપાન દેશની આ વાત છે. અહી એક નાનકડું નગર હતું. આ નગરનું નામ સીનોહીતી હતું. આ નગરમાં અનેક લોકો રહેતા હતાં. આ સૌ પૈકી એક ખેડૂત પણ અહીં રહેતો હતો. આ ખેડૂત પોતાની જાત ને એક સેનાપતિ તરીકે ઓળખાવાતો હતો. એક વખત એવું થયું કે આ ગપોડી ખેડૂત કે કહેવાતા સેનાપતિને એક ગામથી બીજે ગામ જવાનું થયું. એ જમાનામાં વાહનો ન હતા, આ કારણે ચાલીને જ સૌએ જવું પડતું હતું.         આ ગપોડી અને કહેવાતા સેનાપતિને જે ગામ જવાનું હતું તે ગામ જતાં જંગલ આવતું હતું. ગપોડી ને જંગલમાં ખૂબ જ બીક લગતી હતી. આમ તો ગામમાં સૌની આગળ મોટી મોટી વાતો કરતો હતો એટલે હવે મુસાફરી કરવા એ ગામમાંથી કોઈ ને લઈ તો શકે નહિ.         ગામ જવાનો દિવસ આવી ગયો. કહેવાતો ગપોડી તેનો જરૂરી સામાન લઈ મુસાફરી કરવા નીકળી ગયો. સવારની મુસાફરી શરુ કરી હતી. સાંજ પડતા પડતામાં આ ગપોડી છેક જંગલની અંદર આવી ગયો હતો. સાંજ પડી એટલે જંગલના પશુ પંખી વિવિધ અવાજ કરતાં હતાં. આ અવાઝ સાંભળી ગપોડી ને ડર લાગતો હતો. થોડી માનસિક તાકાત એકઠી કરી આ ગપોડી એ આગળ ચાલવાનું બંધ કરવાને બદલે ચાલતા રહેવાનું મનમાં પાકું કરી દીધું. તે થોડો આગળ ગયો હશે એટલામાં એને એક બીજો મ

રાજાને મળી સજા ...

Image
  રાજાને મળી સજા      ભૂતાનની આ વાત છે.      એક ભૂલ અંગેની આ વાત છે.      જે કામ કરે એનાથી ભૂલ થાય.ભૂલ દરેકથી થાય.      ભૂલ થયાં પછી એને સુધારી લે એ માણસ દુઃખી ન થાય.      આવી જ એક ભૂલ એક  રાજા થી થઇ હતી.આ ભૂલ ને કારણે જ આપણે આ વાત વાંચવા મળી રહી છે.     વાત છે એક રાજાની. આલબાનીનો રાજા.રાજાનું નામ એલીનાસ. એલીનાસ ખૂબ જ સરસ રીતે એનું રાજકાજ ચલાવતો હતો. રાજા એની રાણી ને ખૂબ જ હેત અને લાડથી રાખતો હતો. કહેવાય છે ને કે સુખ વધારે લાંબો સમય રહેતું નથી. એક વખત એવું થયુ કે રાણી બીમાર થઇ ગયાં. આજ બીમારીમાં રાણીનું અવસાન થયું. રાણીના અવસાન ને લીધે રાજા ખૂબ જ દુઃખી રહેતો હતો. રાજા દરબારના કામમાં પણ ખાસ હાજર રહેતો ન હતો.પોતાનું દુ:ખ ભૂલવા   રાજાના સલાહકારે રાજાને શિકાર કરવા જવાની સલાહ આપી. રાજા આ વાતે સહમત થયાં.     એક બે દિવસ કઈ તરફ શિકાર જવું એમાં પસાર થયાં. છેવટે રાજાએ શિકાર જવા માટે ઉગમણી દિશા એ જવાનું વિચારી લીધું. સવારનો સમય હતો. રાજા અને તેના કેટલાક સાથીદારો શિકાર કરવા રવાના થયાં. ગરમીના દિવસો હતા. સવારથી શિકાર પાછળ દોડવાને લીધે રાજા થાકી ગયો હતો,એને તરસ લાગી હતી.રાજા પાણી પીવા માટે