ગપોડી ખેડૂત...



 
ગપોડી ખેડૂત

         જાપાન દેશની આ વાત છે. અહી એક નાનકડું નગર હતું. આ નગરનું નામ સીનોહીતી હતું. આ નગરમાં અનેક લોકો રહેતા હતાં. આ સૌ પૈકી એક ખેડૂત પણ અહીં રહેતો હતો. આ ખેડૂત પોતાની જાત ને એક સેનાપતિ તરીકે ઓળખાવાતો હતો. એક વખત એવું થયું કે આ ગપોડી ખેડૂત કે કહેવાતા સેનાપતિને એક ગામથી બીજે ગામ જવાનું થયું. એ જમાનામાં વાહનો ન હતા, આ કારણે ચાલીને જ સૌએ જવું પડતું હતું.

        આ ગપોડી અને કહેવાતા સેનાપતિને જે ગામ જવાનું હતું તે ગામ જતાં જંગલ આવતું હતું. ગપોડી ને જંગલમાં ખૂબ જ બીક લગતી હતી. આમ તો ગામમાં સૌની આગળ મોટી મોટી વાતો કરતો હતો એટલે હવે મુસાફરી કરવા એ ગામમાંથી કોઈ ને લઈ તો શકે નહિ.

        ગામ જવાનો દિવસ આવી ગયો. કહેવાતો ગપોડી તેનો જરૂરી સામાન લઈ મુસાફરી કરવા નીકળી ગયો. સવારની મુસાફરી શરુ કરી હતી. સાંજ પડતા પડતામાં આ ગપોડી છેક જંગલની અંદર આવી ગયો હતો. સાંજ પડી એટલે જંગલના પશુ પંખી વિવિધ અવાજ કરતાં હતાં. આ અવાઝ સાંભળી ગપોડી ને ડર લાગતો હતો. થોડી માનસિક તાકાત એકઠી કરી આ ગપોડી એ આગળ ચાલવાનું બંધ કરવાને બદલે ચાલતા રહેવાનું મનમાં પાકું કરી દીધું. તે થોડો આગળ ગયો હશે એટલામાં એને એક બીજો મુસાફર મુસાફરી કરતો દેખાયો. આ બીજા મુસાફર જોડે ખાસો સમાન હતો.આ મુસાફર પણ,મોટી મોટી વાતો કરવામાં હોંશિયાર છતાં એય જાતે તો ડરપોક હતો.


        આ બેઉ જણા એક બીજાની નજીક આવી ગયા. આખા દિવસની મુસાફરી કરી સાથે વજન ઉપાડી તેઓ થાકી ગયા હતાં. થાકને કારણે એમનાથી ચાલી શકાતું ન હતું. તેઓ આ સામાન કોઈ ઉપાડે તે માટે વિચાર કરતાં હતા. તેઓ વિચાર કરતાં હતા એટલામાં દૂરથી તેમને એક મજબુત ખેડૂત આવતો દેખાયો. આ ખેડૂત શરીરે મજબુત હતો. આમ છતાં અંધારું વધવાને લીધે તેણે ચિંતા થતી હતી. એક સેનાપતિ અને બીજો સિપાહી જેવો દેખાતો માણસ જોતા જ આ ખડતલ ખેડૂતને રાહત થઇ. આ ખેડૂત પેલા સિપાહી અને બીજા મુસાફર ને કહે:’ આ જંગલમાં મણે ડર લાગે છે. મને કોઈ જંગલી પશુ કે જનાવર ખાઈ જશે તો મારા નાના છોકરાનું શું થશે?’ આ વાત સાંભળી પેલો ગપોડી અને તેની સાથેનો મુસાફર કહે: ‘અમે તને ઘર સુધી છોડી દિએ પરંતુ તારે અમારો સામાન ઊંચકી લેવો પડે.’ રાત દિવસ મજુરી કરનાર ખેડૂતને આ સામાનનું શું વજન લાગે? એણે તૈયારી બતાવી. આ ખડતલ ખેડૂતે સામાન ઉઠાવી લીધો. 

        તેઓ ધીરે ધીરે ચલતા હતા. આ ગપોડી અને તેનો સાથી આ ખેડૂતની જેવી તેવી વાતો કરતાં હતા. એક કહે: ‘આ ખેડૂત ને ખબર જ પડતી નથી,આપણા જેવા સેનાપતિ ને સૈનિક સાથે કેવી રીતે વાત કરાવી એ જ એને આવડતું નથી.’ એક તો આ ખડતલ ખેડૂત તેમની મદદ કરતો હતો. આમેય આ બંને ડરતા હતા. પોતાની જાતને મહાન દર્શાવતા હતાં. આ ખેડૂતની મદદ ને બદલે તેઓ ખેડૂત વિષે જેમ તેમ બોલતા અને તેની હસી મજાક કરતાં હતાં. આ અને આવી વાતો કરવાને લીધે આ ખડતલ ખેડૂત થોડો ચિડાયો હતો. તેઓ બોલતા હતા અને આ ખેડૂત સંભાળતો હતો. તેઓ ચાલતા ચાલતા આગળ વધતા હતા. ગામ નજીકમાં હતું. જેવું ગામ નજીક આવતું ગયું એમ આ ખડતલ ખેડૂત થોડું ધીમે ચાલતો હતો. ગપોડીના સામાનમાંથી તેણે તલવાર હાથમાં લીધી. આ તલવાર હાથમાં પકડી માથે મુકેલો બધો સમાન એણે નીચે ફેંકી દીધો. તલવાર આ ગપોડી અને તેના સાથી મુસાફર ને બતાવી ખેડૂત કહે: ‘તમારી જોડે જે ધન છે તે મને આપીદો. ડરપોક કહેવાતા સેનાપતિ અને સૈનિકે બધા જ પૈસા અને ધન આ ખડતલ ખેડૂતને આપી દીધું. આ ખેડૂતે બધો જ સમાન આ બે જોડે ઉપડાવી ગામ તરફ ચાલવા તેમને સૂચના આપી.

        દેખાવમાં સિપાહી અને સેનાપતિ લગતા આ માણસો એ સામાન માથે લીધો હતો.તેમની પાછળ ખેડૂત તલવાર લઈ ને ચાલતો હતો. ગામમાં સૌ એ આ જોયું. તેમને નવાઈ લાગી. કોઈ આ ખેડૂત ને કહે: ‘સેનાપતિ અને સિપાઈ જોડે આવું ન કરાય. એ સરકારી માંસ કહેવાય.’ આ વાત સાંભળી ખડતલ ખેડૂત કહે:’ આ અભિમાની અને ખોટા માણસો છે. મેં એમનો સામાન ઉપાડી ને ચાલવાનું શરુ કરી દીધું હતું. એ સમયે આ લોકો મણે મૂરખનો સરદાર અને પાગલ કહેતા અને મારી ખરાબ વાતો કરતાં હતાં, એમની જાત ને ઠેકાણે લાવવા માટે જ મેં એમના પૈસા લઈ એમની જોડે આ બધો સમાન ઊંચકાવવાનું પાકું કરી લીધું. આ ગપોડી સેનાપતિ અને સિપાહી ને તેમની ભૂલ સમજાઈ અને તેમણે ખેડૂતની માફી માગી. આ ખડતલ ખેડૂતે પણ, એમની જોડેથી લીધેલું બધું ધન એમણે પાછુ આપી દીધું. સૌની માફી માગી આ સેનાપતિ ખેડૂત અને તેની સાથેન મુસાફર આગળ મુસાફરી કરવા આ ગામમાંથી નીકળી ગયા.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર