આઈઆઈએમ ખાતે બેઠક
આઇઆઇએમ અમદાવાદ.એક અનોખી અને નવતર કામ કરતી સંસ્થા.ભારતમાંથી નવતર શિક્ષકોની પસંદગીનું કામ આ સંસ્થા કરે છે.તારીખ:૨૮ અને ૨૯ નવેમ્બર ૨૦૧૩ ના રોજ અહીં એક બેઠકનું આયોજન થયું.ભારતના નવતર શિક્ષકોની પસંદગી કરવાનું આયોજન હતું. ગુજરાત સરકાર સાથે થયેલ એમઓયુ મુજબ છ હજાર જેટલા શિક્ષકોએ તેમના કામની અહીં નોધ કરવી.આઇઆઇએમ(અમદાવાદ),જીસીઈઆરટી ગાંધીનગર અને ગુજરાત ઇનોવેશન કમિશન સાથે થયેલ એમઓયુ મુજબ હવે આ શિક્ષકોમાંથી પસંદગી કરવામાં આવશે. આ બેઠક માટે સિલેકશન સમિતિના સભ્યો હાજર રહ્યા.એક એકથી ચડિયાતા નવતર પ્રયોગોમાંથી પ્રથમ તબક્કે એ.બી.સી અને ડી ગ્રેડમાં આ પ્રયોગોને મુલવવાની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ થઇ. આ પ્રક્રિયા ત્રણ વર્ષ સુધી ચાલશે.જે શિક્ષકો હજુ પણ પોતાના નવતર પ્રયોગો નોંધાવવા માંગતા હોત તેમણે www.teachersastransformers.org નોંધ કરાવવી.આ વેબસાઇટ ઉપર પોતાના જીલ્લાના નામ ઉપર ક્લિક કરી તેનું ફોર્મ ભરી નવતર પ્રયોગ નોધાવી શકાશે. શિક્ષણમાં અનેક સવાલો છે.આ સવાલો અને તેના જવાબો માટે 'ડીસ્કશન 'ફોરમ ઉપર જઈ ક્લિક કરવું.અહીં આપ સવાલ જોઈ તેના જવાબ આપી શકો છો.આપ આપના સવાલ પણ અહીં મૂકી શકો.