માટીમાં હવા...

શાળામાં રજાઓ હતી.છોકરાંને આમતો રજા ગમે.પણ આ વેકેશનની રજાઓમાં સમય પસાર કઈ રીતે કરવો?છોકરાં ઘરે રહી ને કંટાળી ગયાં હતાં.બધાં છોકરાં ફરવા માટે દાદા ને વારંવાર કહેતા હતાં.આજે સવારે દાદા એ બધાં જ છોકરાં ને કહી દીધું કે આપણે સાંજે બગીચામાં ફરવા જઈશું.દાદાની વાત સાંભળી ને સૌ છોકરાં પણ રાજી  થઇ ગયાં.સાંજ પડે તે પહેલાં વેણું અને જાગુ એ લગભગ ચાર પાંચ વખત દાદા ને બગીચામાં જવાની વાત યાદ કરાવી.દાદા કહે:બેટા,સાંજે ફરવા જવાનું  છે,હમણાં નહિ.હું સાંજે જ ફરવા લઇ જઈશ.સાંજ પડી. યોગેશે  દાદા ને જઈ બગીચામાં જવાનો સમય થઇ  ગયો છે તે વાત કરી સૌને તૈયાર રહેવા જણાવી દીધું.દાદાની આસપાસ થોડી જ વારમાં છોકરાં ભેગાં થઇ ગયાં.

દાદા અને છોકરાં બગીચામાં ગયાં.ગામનો જ બગીચો હતો.બગીચો નજીક આવતા જ છોકરાં દોડતાં બગીચામાં પહોચી ગયાં.દાદાથી તો દોડાય તેમ હતું નહિ.છોકરાં તો બગીચામાં જઈ દોડમ દોડ કરતાં હતાં.ધીરે ધીરે દાદા પણ પહોંચી ગયા.તેમણે જોયું તો અહીં જૈના અને યોગેશ ગુલાબના છોડમાંથી ફૂલ તોડતાં હતાં.દાદાએ તેમને બુમ મારી:’જૈના...યોગેશ...અહીં આવો.ફૂલ છોડને નુંકશાન ન કરાય.તેમાં પણ જીવ હોય છે,તે પણ માણસની જેમ વધે છે.જેમ માણસને હવા અને પાણી જોઈએ તેમ આ ફૂલ છોડને પણ હવા અને પાણી જોઈએ છે.’

દાદા અને યોગેશની સાથે જૈના વાત કરતાં હતાં એટલામાં બીજાં છોકરાં પણ આવી ગયાં.વેણું દૂર હિંચકા ઉપર બેસી ગીત ગાતી હતી.યોગેશ દાદાની પાસે જ માટીની ઢગલી કરી રમતો  હતો.જાગું અને બીજાં છોકરાં પણ આ રમતમાં જોડાયાં.દાદા બાંકડા ઉપર બેસી આ રમત જોતાં હતા.યોગેશ ને વેણું કહે:’ભાઈ,આગો જા,હવા આવવા દે.’યોગેશ કહે;’તુ આગી જા,મારે આ માટીમાં ઘર બનાવવું છે.તારે પવન જોઈતો હોય તો તુ બાજુમાં જઈ ને રમ.અહીં હવા આવે તો મારું આ ઘર બગડી જાય છે.યોગેશ અને વેણું નો વિવાદ વધી ગયો.તેઓ ઝગડતા હતા.દાદા અને છોકરાં યોગેશ પાસે આવી ગયાં.દાદા કહે:’બોલ.શું થયું યોગેશ?શું વાત છે?’

યોગેશ કહે:’દાદા...આ છોકરી મને ઘર બનાવવા દેતી નથી.દાદા કહે:’કેમ તને તે કઈ રીતે હેરાન કરે છે?વેણું તુ શું કરે છે તે યોગેશ હેરાન થાય?’વેણું કહે:દાદા.હું કહું છું  કેતું અહીંથી જા.યોગેશ મને કહે છે,મારે માટીનું ઘર બનાવવું છે.તારે રમવું હોય તો બીજે રમ.અહીં મને ઘર બનાવવા દે.હવા કે પવનના આવવાથી મારું ઘર બગડી જાય છે.દાદાએ વાત સાંભળી.દાદા યોગેશને કહે:’યોગેશ,તને ખબર છે કે માટીમાં પણ હવા હોય?’જૈના કહે:દાદા માટીમાં હવા?આવું કઈ રીતે બને?’
દાદા કહે:’આ વાત જાણવી હોત તો એક પોલીથીનનું ઝભલું લઇ આવ.’યોગેશ કહે:દાદા આ ઝભલું અહીં કોણ આપે?દાદા કહે:જો બગીચાની બહાર કેળાની લારી વાળો છે તેની પાસે થી એક ડઝન કેળા લેતો આવ.દાદા પાસેથી  પૈસા લઇ યોગેશ કેળાની લારી પાસે ગયો. સફેદ પોલીથીનના ઝભલામાં આ કેળા નાખી  યોગેશ દાદા પાસે પહોંચી ગયો.દાદાએ બધાં જ છોકરાં ને બે-બે કેળાં આપી દીધા.ઝભલું ખાલી થતાં દાદા કહે:’યોગેશ,આ ઝભલામાં માટીનું ઢેફું મૂકી ને લઇ આવ.’દાદાની વાત સાંભળી યોગેશ ને નવાઈ લાગી.કેળું ખાતો ખાતો યોગેશ માટીનું ઢેફું લેવા ગયો.અને થોડી જ વારમાં પોલીથીનના ઝભલામાં માટીનું ઢેફું મૂકી તે પરત આવી ગયો.

દાદાએ આ ઝભલાને ગાંઠ મારી તડકામાં મૂકી દીધું.આ જોઈ વેણું કહે:દાદા,હવે શું થશે?દાદા કહે:આ ઝભલું આપણે થોડી વાર પછી  જોઈશું.હું તમને એક વારતા કહું છું.’વારતાનું નામ સાંભળી છોકરાં ખુશ થયાં.દાદાએ એક પરીની અને રાજાની વારતા કીધી.બધાં ને આ વાતમાં મજા પડી.આમ કરી દાદાએ દસ મીનીટ પસાર કરી.વારતા પતિ ગયા પછી દાદા કહે:’યોગેશ જા,તડકે મુકેલી પેલી માટીના ઢેફા વાળી થેલી લેતો આવ.’દાદાના કહેવાથી યોગેશ ઊભો થયો અને પાસે તડકામાં મુકેલી થેલી લઈને પરત આવી ગયો.

દાદાએ આ થેલી ધીરેથી હાથમાં લીધી.આ સફેદ બેગમાંથી  આરપાર જોઈ શકાતું હતું.દાદાએ આ થેલી હાથમાં પકડી અને છોકરાં ને કહે;જુઓ આમાં શું દેખાય છે?વેણું કહે:દાદા,આ થેલીમાં મને માટીનું ઢેફું અને પાણીના ટીપાં દેખાય છે.દાદા કહે:સાચી વાત.આ પાણીના ટીપાં માટીમાં રહેલી હવાનાં છે.આ માટીની હવા જ આ પાણી થઇ ને દેખાય છે.

જૈના કહે:’દાદા,આ થેલી ન હોત તો શું થાત?જૈના ને મથે હાથ રાખતા દાદા કહે:’ તો આ પાણીના ટીપાં આપણા ને દેખાતા ન હોત.આ ટીપાં આ થેલી ને લીધે જ અહીં દેખાયાં.આ થેલી ન હોત તો આ માટીમાં હવા છે તે આપણે જોઈ શકવાના ન હતા.માટીમાં રહેલી હવા આ થેલીમાં પાણી થઇ ને દેખાઈ છે.’

દાદાની આ નવી વાત સાંભળી સૌ રાજી થયા.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી