Posts

Showing posts from October, 2016

innovative pen...

Image
જય કૃષ્ણ પાટીલ.સુરત ખાતે વીર સાવરકર શાળા નંબર:૬૬ માં અભ્યાસ કરે છે.તેનું કહેવું છે કે અમારી શાળામાં મોટે ભાગે ગરીબ વિદ્યાર્થીઓ ભણે છે.તેમની પેન જયારે ખાલી થાય ત્યારે તેમને તેને ફેંકી દેવી પડે છે.આ બાળકનું કહેવું છે કે ઇન્જેકશનની જેમ તેમાં સહી ભરીએ તો માત્ર શાહીનો જ ખર્ચ કરવો પડે.આ રીતે શાહી ભરીને નવી પેન લાવવાનો ખર્ચ ઓછો કરી શકાય છે. જય ક્રિશ્ના પાટીલ (ધોરણ:7) વીર સાવરકર શાળા નંબર:૬૬.  ઈશ્વરપુરા,નવાગામ,ડીડોલી,સુરત (પેનમાં શાહી ભરવાનો વિચાર અને ડીઝાઇન) સંપર્ક નંબર:૦૯૪૨૭૧૨૭૦૩૪ (શરદ પાટીલ)

IN SHODH યુગ્વી...

Image
યુગ્વી કેતુલ સોની.અમદાવાદ સ્થિત દિલ્હી પબ્લિક સ્કુલમાં અભ્યાસ કરે છે.તેને જોયું કે કપાસના ફીન્દ્લાને છોડ ઉપરથી ઉતારવામાં ખુબ જ મુશ્કેલી પડે છે.આ માટે તેને ખાસ પ્રકારના મશીન બનાવવા માટે નિર્માણ માટે ઉપયોગી આકૃતિ અને તેની સમજ પણ આપી છે. આ ઉપરાંત પણ અન્ય ત્રણ વિચાર ખૂબ જ ઉપયોગી થઇ શકે તેવા આપ્યા છે.પાણી પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે.પણ આટલા બધામાં બધી જ પૂરી ફૂલે તો જ કામનું.ખૂબ જ ચીવટ,ધીરજ અને સમય માગી લે તેવી આ કામ છે.અહી યુંગ્વીએ પાણી પૂરી બનાવવાની મશીનરી બનાવવાનો વિચાર આપ્યો છે.આ વિચાર માટે in શોધ આઈડિયા કોમ્પીટીશન અંતર્ગત આ વિચારો પસંદ કરવામાં આવેલ છે. તારીખ ૧૫ ઓક્ટોબર.અબ્દુલ કલામ સાહેબનો જન્મ દિવસ.આ દિવસે આવા નવતર વિચાર કરનાર અને અમલી કરનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું. આઇઆઇએમના પ્રોફેસર અને સૃષ્ટી ઓર્ગેનાઈજેશનના સ્થાપક પદ્મશ્રી અનીલ ગુપ્તા ધ્વારા આવા  બાળ વિચારકોનું સન્માન કરવામાં આવ્યું. યુગ્વી કેતુલ સોની(ધોરણ:5)૧૮/૧૨/૨૦૦૬ ડી.પી.એસ સ્કુલ.અમદાવાદ (કપાસના ફીન્ડલા માટે મશીન અને અન્ય) સંપર્ક નંબર:૦૯૪૨૯૦૨૯૭૧૮ (વૈદેહી સોની)

IN SHODH કિંજલ કટારા

Image
નવરાત્રી દરમિયાન ખૂબ જ મોટા સ્પીકર લાગેલા હોય છે.અહી એવા સેન્સર બનાવવાનો વિચાર છે કે કાં તો અવાજ વધી ન શકે અથવા તે અવાજ દૂર સુધી ન જાય.આ ઉપરાંત બૂફર ણા સ્પીકરમાં તે સતત હાલે છે તેની ધ્રુજારીને ઊર્જા માં રૂપાંતરિત કરવાનો એક વિચાર અહી રજુ કર્યો છે.આ માટે તેની એક વિગત અને બનાવવા માટેની ડીઝાઇન પણ છે. સરકારી શાળામાં અભ્યાસ કરતી આ દીકરીનો વિચાર ખરેખર અમલમાં આવે તો ચોક્કસ વીજળીનું ઉત્પાદન થાય સાથોસાથ તે અંગેની જાગૃતિ પણ ફેલાય છે.કિંજલ કટારા ધ્વારા આપવામાં આવેલ વિચાર અમલી બનાવવા માટેનો નમુનો અને તે અંગેની વિગતો ઉપર વિચાર કરતાં એ વાત ચોક્કસ છે કે ખૂબ જ મોટા પાયાના વપરાશમાં આંશિક ઉત્પાદન પણ ખૂબ જ મોટી સિદ્ધિ કહી શકાય છે. ઇન શોધ આઇડીયા પુરસ્કાર:૨૦૧૬ માં કિંજલ કટારાનો આ વિચાર પસંદ થયેલ છે.આ વિચાર માટે આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર,સૃષ્ટી ના સ્થાપક અને NIF ના વાઈસ ચેરમેન પદ્મશ્રી અનીલ ગુપ્તા ધ્વારા આ બાળ વિચારકનું સન્માન કરવામાં આવ્યું હતું. કટારા કિંજલ (ધોરણ:૮) મહેતાપુરા પ્રાથમિક શાળા.હિંમતનગર.સાબરકાંઠા (નવરાત્રીમાં અવાજ ધ્વારા ઊર્જાનું ઉત્પાદન) સંપર્ક નંબર:૦૯૭૨૫

IN SHODH નિષ્ક

Image
જાહેર શૌચાલયમાં પેશાબ કર્યા પછી પાણી વડે સાફ ન કરવાને કારણે સ્વાસ્થ્યને નુકશાન જાય છે.ગંદકી થાય છે.પેશાબ કરી લીધા પછી પાણી ઢોળાય અને સફાઈ થાય તે માટે સેન્સર વડે ચાલતાં અને સફાઈ થતાં હોય તેવા શૌચાલયો જોવા મળે છે.આ વ્યવસ્થા ખૂબ જ મોઘી અને મશીન પેટન માં છે.પેશાબ ન કર્યો હોય છતાં સેન્સરને લીધે ત્યાં પાણી છોડી જ જાય છે. સ્વચ્છતા માટે એક નવતર વિચાર સાથે સેન્સર કે ઊર્જાના ઉપયોગ વગર નિયમિત સફાઈ થાય તે અંગે મોડલ રજુ કર્યું છે.આંશિક રીતે પ્લમ્બીંગમાં સામાન્ય ફેરફાર થવાથી આ વ્યવસ્થા ઊભી કરી શકાય છે.આ માટેનું મોડલ પણ તૈયાર કરવામાં આવેલ છે. એક નાનો વિચાર જો યોગ્ય રીતે અમલી બને તો લાંબા સમયે એનું પરિણામ મળી જ શકે છે.ખૂબ જ ઉત્તમ અને આધુનિક સમય મુજબ યોગ્ય ખી શકાય તેવો વિચાર આપનાર નિષ્ક ભટ્ટનું સન્માન અબ્દુલ કલામ સરના જન્મ ૧૫ ઓક્ટોબરના રોજ આઈ.આઈ.એમ ખાતે વર્ષ ૨૦૧૬ ઇન શોધ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું.આઈ.આઈ.એમના પ્રોફેસર અને કેલીફોર્નીયા યુનીવર્સીટી ના ફેલો પદ્મશ્રી અનીલ ગુપ્તાના શુભ હસ્તે કરવામાં આવ્યું.વર્ષ ૨૦૧૬ in શોધ પુરસ્કાર અંતર્ગત સૌથી નાની ઉંમરના આ વિચારકને શુભેચ્છા. નિષ્ક અર

બાળકોના વિચાર રાષ્ટ્રીય કક્ષાએ પસંદ...

Image
સમગ્ર દેશમાં આજે આધુનિક વિચારો માટેની વાત સાંભળવા મળે છે.સૌને નવો વિચાર ગમે જ છે પણ આ નવો વિચાર આપે કોણ એ હજુ સ્પષ્ટ થતું નથી. જ્યાં સુધી નવો વિચાર ન આવે ત્યાં સુધી આ બાબતે આપણે કશું જ સુધાર કે નવું કરી શકતા નથી. દર વર્ષે સમગ્ર ભારતમાંથી નવા વિચાર આપનાર બાળકોનું સન્માન રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવે છે.આ બાળકોના નામની જાહેરાત ભારત રત્ન અબ્દુલ કલામના જન્મ દિવસે જાહેર કરવામાં આવે છે.આ બાળકોની પસંદગી માટે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં કાર્યશાળાનું આયોજન થાય છે.આ કાર્યશાળામાં આઈડીયા કોમ્પીટીશન યોજાય છે.અહી પસંદ થયેલ આઈડીયાને ‘અબ્દુલ કલામ ઇગ્નાઇત પુરસ્કાર આપવામાં આવે છે.આ માટેની એક કોમ્પીટીશન ૧૫ ઓક્ટોબરના રોજ આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે યોજાઈ ગઈ.અહી ગર્વની એક વાત એ છે કે ૩૦૦ કરતાં વધારે નવતર વિચારોમાં બનાસકાંઠા જીલ્લાના ચાર બાળકોએ સાત નવતર વિચાર આપ્યા. નિષ્ક અર્પિત ભટ્ટ.હજુતો બાલમંદિરમાં ભણે છે. જાહેર શૌચાલયમાં પેશાબ કર્યા પછી પાણી ન ઢોળવાને  કારણે સ્વાસ્થ્યને નુકશાન જાય છે.ગંદકી થાય છે.પેશાબ કરી લીધા પછી પાણી ઢોળાય અને સફાઈ થાય તે માટે સેન્સર વડે ચાલતાં અને સફાઈ થતાં હોય તે

in shodh હાર્દિક ઝાલા

Image
શાળામાં ગુણોત્સવ અને અન્ય જાહેર પરીક્ષામાં ઓએમઆર શીટ માં દર્શાવેલ  નાના વર્તુળમાં પેનથી કોરા કુંડાળામાં લીટા કરવાના હોય છે.આ પ્રક્રિયામાં ખૂબ જ સમય જાય છે.જાહેર પરીક્ષામાં કેટલીક વખત સમય ઓછો પડવાનું મુખ્ય કારણ આ ટપકામાં રંગ ભરવાનો થાય છે એને પણ માનવામાં આવે  છે.આ માટે ખાસ પ્રકારની સ્કેચપેન પેત્નમાં ઓએમાર પેન બનાવવાનો વિચાર આપ્યો છે.અહી એવી પેન બનાવવાનો ટેકનીકલી વ્યવસ્થા પણ દર્શાવેલ છે. કોઈ પણ પ્રકારની જાહેર પરીક્ષા માટે હવે આ જ પદ્ધતિ ઉપયોગમાં આવે છે.તેની ચકાસણી અને અન્ય બાબતે પરીક્ષાની પ્રક્રિયા ચુસ્તરીતે થાય છે.આ કારને જો આવી જાહેર પરીક્ષા આપતાં વ્યક્તિઓને આ ખૂબ જ ઉપયોગી સામગ્રી થઇ શકે છે.ચોક્કસ ધરી જ જગ્યાએ કી રીતે નાના ટપકામાં ટીક કરી શકાય તે માટે પણ આ પેનમાં યોગ્ય વ્યવસ્થા કરવાનું વિચારેલ છે. ઇન શોધ આઇડીયા પુરસ્કાર:૨૦૧૬ માં હાર્દિક પ્રવીણસિંહ ઝાલાનો આ વિચાર પસંદ થયેલ છે.આ વિચાર માટે આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર,સૃષ્ટી ના સ્થાપક અને NIF ના વાઈસ ચેરમેન પદ્મશ્રી અનીલ ગુપ્તા ધ્વારા આ બાળ વિચારકનું સન્માન કરવામાં આવ્યું હતું. હાર્દિક પ્રવીણસિંહ ઝાલા(ધોરણ:૬)૨૯/૦૯/૨૦૦૬ ક્લેસ

અનોખા બાળક...નોખા વિચાર...

Image
આપણી આસપાસ અનેક બાળકો જોવા મળે છે.કેટલાંક બાળકો આપણને ગમી જાય છે.કેટલાંક બાળકોને આપણે દૂર હડસેલી દઈએ છીએ.અહી આજે વાત કરવી છે ખાસ પ્રકારના બાળકોની.આવા બાળકો ને શોધવાનું કામ અનોખી રીતે થઇ રહ્યું છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ અબ્દુલ કલામજો જન્મ દિવસ ઉજવવામાં આવશે.ઇગ્નાઈટ અંતર્ગત બાળકોને પસંદ કરવામાં આવનાર છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેં તરીકે જાણીતા ભારત રત્ન એ.પી.જે અબ્દુલ કલામની જન્મ તારીખ એટલે ૧૫મી ઓક્ટોબર.દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક સંસ્થાઓ ઉજવણી કરશે.આવી જ ઉજવણી આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે થનાર છે.અહીં નવતર વિચારઆપનાર બાળકોના નામની જાહેરાત થવાની છે.સમગ્ર ભારતના પચાસ હજાર કરતાં વધારે બાળકો આ કાર્યમાં જોડાય છે.જીવાતા જીવનની આસપાસ જોવા મળતી સમસ્યાઓ.ભોગવવી પડતી હાલાકી.આવી અનેક સમસ્યાઓ સામેના નવતર આઈડીયા આ બાળકો આપે છે. અહી મજાની વાત એ છે કે આ બાળકોએ આપેલ વિચાર કે મોડેલને આધાર રાખી સૃષ્ટી અને એન .આઈ.એફના સંશોધકો પ્રોટોટાઈપ તૈયાર કરે છે.આ નમુના ને આધારે તેના ઉત્પાદકો સાથે સીધો સંવાદ કે સંકલન કરી આ નમૂનાને બજારમાં મોકલવા અને તે માટેના પેટન્ટ અપાવવાનું કામ પણ કરી આપવા

મારો નિર્ણય સાચો છે કે ખોટો....?

Image
એક વિચારકે સરસ વાત કરી છે.તેમને કહ્યું છે કે એક સાચો નિર્ણય લેવામાં લાંબો સમય પસાર કરવા કરતાં એ નિર્ણય એક જ કલાકમાં લઇ લો.સાચું કે ખોટું એક જ દિવસમાં સમજાશે.હિન્ધીના શાયર જહેરીલા એ કહ્યું હતું કે ‘ સોચ ગહરી હો જાયે તો ફેંસલે કમજોર હો જાતે હૈ.’આપણે કેટલીય વખત એવું સાંભળ્યું હોય છે કે ‘આ નિર્ણય ખોટો હતો.મને કહ્યું હોત તો હું આ નિર્ણય ન લેવાની જ સલાહ આપું. વાત જાણે એમ છે કે કયો નિર્ણય લેવા કોને પૂછવું તે જ નિર્ણય લઇ શકતો નથી.નિર્ણય લેવા માટે મુખ્યત્વે બે પ્રકારની વિગત સામે આવે છે.એક તુરંત નિર્ણય અને બીજો સમય પસાર કરીને લેવાયેલ નિર્ણય.આ બંને પ્રકારના નિર્ણય જ છે.પણ કેવી પરિસ્થિતિમાં કેવો નિર્ણય લેવાય તે બાબત તો નિર્ણય લેનારે જ નક્કી કરવી પડે. અહી એ કહી શકાય નિર્ણય લેવામાં ક્યારેય મોડું થતું હોતું નથી.હા,એને માટે એમ કહી શકાય કે નિર્ણય લેવાનો હજુ ચોક્કસ સમય આવ્યો નથી.આ ચોક્કસ સમય એ માનસિક વ્યવસ્થા છે.માનસિક રીતે ક્યારેક આપણે કશું સ્પષ્ટ કહી કે કરી શકતા નથી.એ માટે એવું કહી શકાય કે પિતાજીને પપ્પા,બાપુ કે બાપા કહી શકાય પણ માનસિક અને સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે આપણે બા...મમ્મી ક