મારો નિર્ણય સાચો છે કે ખોટો....?એક વિચારકે સરસ વાત કરી છે.તેમને કહ્યું છે કે એક સાચો નિર્ણય લેવામાં લાંબો સમય પસાર કરવા કરતાં એ નિર્ણય એક જ કલાકમાં લઇ લો.સાચું કે ખોટું એક જ દિવસમાં સમજાશે.હિન્ધીના શાયર જહેરીલા એ કહ્યું હતું કે ‘ સોચ ગહરી હો જાયે તો ફેંસલે કમજોર હો જાતે હૈ.’આપણે કેટલીય વખત એવું સાંભળ્યું હોય છે કે ‘આ નિર્ણય ખોટો હતો.મને કહ્યું હોત તો હું આ નિર્ણય ન લેવાની જ સલાહ આપું.

વાત જાણે એમ છે કે કયો નિર્ણય લેવા કોને પૂછવું તે જ નિર્ણય લઇ શકતો નથી.નિર્ણય લેવા માટે મુખ્યત્વે બે પ્રકારની વિગત સામે આવે છે.એક તુરંત નિર્ણય અને બીજો સમય પસાર કરીને લેવાયેલ નિર્ણય.આ બંને પ્રકારના નિર્ણય જ છે.પણ કેવી પરિસ્થિતિમાં કેવો નિર્ણય લેવાય તે બાબત તો નિર્ણય લેનારે જ નક્કી કરવી પડે.

અહી એ કહી શકાય નિર્ણય લેવામાં ક્યારેય મોડું થતું હોતું નથી.હા,એને માટે એમ કહી શકાય કે નિર્ણય લેવાનો હજુ ચોક્કસ સમય આવ્યો નથી.આ ચોક્કસ સમય એ માનસિક વ્યવસ્થા છે.માનસિક રીતે ક્યારેક આપણે કશું સ્પષ્ટ કહી કે કરી શકતા નથી.એ માટે એવું કહી શકાય કે પિતાજીને પપ્પા,બાપુ કે બાપા કહી શકાય પણ માનસિક અને સામાજિક વ્યવસ્થાના ભાગરૂપે આપણે બા...મમ્મી કે માના પતિ એવું કહેતા નથી.એ સંભાળવું પણ યોગ્ય ન લાગે.અને એટલાજ માટે આપણે કેટલીક બાબતોનો આમ જ સ્વીકાર કરીએ છીએ.એવું જ નિર્ણય લેવાની બાબતમાં છે.કેટલીક વખત બોલી શકાય તેવું ન હોવા છતાં આપણે બોલીએ છીએ અને ક્યારેક બોલવાનું બોલતા નથી.બોલનાર બોલતા પહેલાં વિચાર કરે છે.આ વિચાર એટલે નિર્ણય.આ નિર્ણય સાચો કે ખોટો એવું કહેવા માટે ક્યારેય આપણે અધિકૃત નથી.

નિર્ણય માટે નિર્ણય કરનાર જ જવાબદાર રહે છે.અહી એ કહ્હી શકાય કે નિર્ણય ખોટો હોય તો તે અંગે સાચો નિર્ણય લેવાય તે જ એક મહત્વનો નિર્ણય બને છે.નિર્ણય ખોટો હોય તે અલગ બાબત છે પરંતુ પછીથી પણ સાચો નિર્ણય લેવાય તો જ સાચાનો આનંદ પ્રાપ્ત થાય.

નિર્ણય હમેશા પવિત્ર હોય છે.સંગ્રહાયેલું પાણી પવિત્ર નથી.નદીનું વહેતું પાણી કાયમ માટે પવિત્ર હોય છે.વિચાર માટે એવું જ છે.વહેતો વિચાર એટલે સતત બદલાતો વિચાર નહિ.વહેતો વિચાર એટલે સતત આગળ ધપતો વિચાર.એક વખત નિર્ણય લીધા પછી તેમાં આગળ વધવાથી જ વિચાર અંગેની સફળતા પ્રાપ્ત થાય છે.Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી