Posts

Showing posts from December, 2020

કોરોનાના ફેલાવ માટે જવાબદારી કોની.

Image
  આજે કોરોના દરેક તબક્કે આપણ સૌને હંફાવી રહેલ છે. ફરીથી એક વખત કોરોના જાણે માથું ઊંચકી રહ્યો છે. એક સમય હતો જ્યારે લોકો સ્વયં આ મહામારી સામે લડત આપતા હતા. સરકારના પ્રયત્નો અને લોકોના ડરને કારણે કોરોના સામે લડતમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું હતું. સફળતા મળી પણ હતી. લગભગ ત્રણ મહિના જેવા સખત આયોજન અને અમલીકરણ પછી ધીરે ધીરે આપણે છૂટછાટ લઈ શક્યા હતા. સૌને એવું હતું કે હાથ ધોવાથી અને માસ્ક પહેરવાથી આપણને ચોક્કસ રાહત મળી છે. આપણે આ જ બાબતે આગળ વધી કોરોનાને હરાવવામાં સફળ થઈશું. આટલું થયા પછી લોકો ધીરે ધીરે આ સમસ્યા ભૂલવા લાગ્યા. જે દેશમાં શૌચાલય અંગે જાગૃતિ ફેલાવવા માટે સરકારે કરોડો રૂપિયા જાહેર કરવા પડતા હોય છે. આ સંજોગોમાં માસ્ક અને હાથ ધોવા માટે લોકોને જાગૃત કરવા જ પડે. સરકારે એવું જ કર્યું. માસ્ક ન પહેરે તેને દંડ અને સજાની જોગવાઈ કરી. લગ્ન કે મરણ જેવા પ્રસંગોમાં નક્કી કરેલ સંખ્યા જ હાજર રહે અને તેય ચોક્કસ રીતે પોતાની અને અન્યની જાળવણી માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ શરત તો ખરી જ. અહીં વાત એ નથી કે આ રોગ હજુ કાબુમાં આવ્યો નથી. અહીં વાત એ છે કે આ માટે જવાબદાર કોણ? લગ્ન કે મરણ જેવી ઘટના

વાહનના ટાયર કાળા ન હોય તો?

Image
આપણી આસપાસ અનેક એવા મુદ્દાઓ છે જે અંગે આપણી પાસે જાણકરી હોતી નથી. આમ છતાં આપણે એવી બાબતો અંગે ક્યારેય વિચાર કરતા હોતા નથી. આપણી આદત એવી છે કે જે બાબતનો કોઈ અર્થ ન હોય કે કશું મહત્વ ન હોય તેવી બાબતોમાં આપણે વધારે પડતી ચકાસણી કરી આપણાં સમયને અને શક્તિને વેડફીએ છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોરોના સમયથી કેમ દાઢી વધારી છે એ અંગે ચર્ચા કરનાર અને તેમાં રસ ધરાવનાર અનેક લોકો  પ્રદુષણ કે કોરોના જેવા સીધા અસર કરતા મુદ્દાઓ માટે ચર્ચા લરવામાં જરાય રસ ધરાવતા નથી. હશે... આધુનિક સમયમાં  સૌ માહિતી માટે હવે ગૂગલ સાથે જોડાઈ રહયા છે. આમ છતાં કેટલીક બાબતો એવી હોય છે કે તે અંગે સીધું ગૂગલ જવાબ આપી શકતું નથી. આવી કેટલીક બાબતો પૈકી એક બાબત એવી છે જે આપણે વર્ષોથી જોઈએ છીએ પણ એવું કેમ છે એ અંગે ક્યારેય વિચારતા નથી. આ બાબતને સમજવા આજે એક એવીજ વિગત અંગે ચર્ચા કરીશું. આપણે અનેક વાહનો જોયા છે. કેટલાક વાહનોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આ બધા જ વાહનોમાં એક વાત સામાન્ય છે. મજાકમાં કહી શકાય કે દરેક વાહન ને ટાયર હોય છે. પણ બીજી વાત એ છે કે દરેક કારના અથવા વાહનો ના ટાયર કાળા જ હોય છે. આપણે કેટલાક એવા વાહન જોયા છે