કોરોનાના ફેલાવ માટે જવાબદારી કોની.

 


આજે કોરોના દરેક તબક્કે આપણ સૌને હંફાવી રહેલ છે. ફરીથી એક વખત કોરોના જાણે માથું ઊંચકી રહ્યો છે. એક સમય હતો જ્યારે લોકો સ્વયં આ મહામારી સામે લડત આપતા હતા. સરકારના પ્રયત્નો અને લોકોના ડરને કારણે કોરોના સામે લડતમાં આપણને સફળતા મળશે એવું લાગી રહ્યું હતું. સફળતા મળી પણ હતી. લગભગ ત્રણ મહિના જેવા સખત આયોજન અને અમલીકરણ પછી ધીરે ધીરે આપણે છૂટછાટ લઈ શક્યા હતા. સૌને એવું હતું કે હાથ ધોવાથી અને માસ્ક પહેરવાથી આપણને ચોક્કસ રાહત મળી છે. આપણે આ જ બાબતે આગળ વધી કોરોનાને હરાવવામાં સફળ થઈશું.


આટલું થયા પછી લોકો ધીરે ધીરે આ સમસ્યા ભૂલવા લાગ્યા. જે દેશમાં શૌચાલય અંગે જાગૃતિ ફેલાવવા માટે સરકારે કરોડો રૂપિયા જાહેર કરવા પડતા હોય છે. આ સંજોગોમાં માસ્ક અને હાથ ધોવા માટે લોકોને જાગૃત કરવા જ પડે. સરકારે એવું જ કર્યું. માસ્ક ન પહેરે તેને દંડ અને સજાની જોગવાઈ કરી. લગ્ન કે મરણ જેવા પ્રસંગોમાં નક્કી કરેલ સંખ્યા જ હાજર રહે અને તેય ચોક્કસ રીતે પોતાની અને અન્યની જાળવણી માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું એ શરત તો ખરી જ. અહીં વાત એ નથી કે આ રોગ હજુ કાબુમાં આવ્યો નથી. અહીં વાત એ છે કે આ માટે જવાબદાર કોણ? લગ્ન કે મરણ જેવી ઘટના વખતે જ્યારે લોકોની સંખ્યા નક્કી કરી એનો અમલ કરાવનાર પોલીસ ખૂબ કડકાઇથી કામ કરે છે. કરવું જ જોઈએ. પરંતુ હવે વાત એ છે કે જ્યારે રાજ નેતાઓ જાહેર મેળાવડા કરે,રેલીઓ કરે કે સંમેલન કરે ત્યારે તેઓને આ પોલીસ કશું કરતી નથી. પહેલાંથી એવું જાહેર કરવામાં આવતું હતું કે દિવાળી પછી કોરોના કેસ વધશે. આ સંજોગોમાં સરકારે શું કર્યું. પેટા ચૂંટણીમાં 8 માંથી આઠ સીટ ઉપર વિજેતા થનાર ભાજપ ને પેટા ચૂંટણીમાં 100 માંથી સો માર્ક્સ મળી ગયા.પરંતુ કોરોના સામે લડવામાં સોમાંથી આઠ માર્ક પણ મળે એમ નથી. નવ નિયુક્ત પ્રમુખ જ્યારે પ્રમુખ તરીકે રાજ્યમાં વિવિધ વિસ્તારમાં ફરી શુભેચ્છા મેળવતા હતા ત્યારે લાખો કરોડો લોકો આ માટે તેમને રૂબરૂ મળ્યા. જે ગુજરાત સરકારે મરણ કે લગ્નમાં પચાસ કરતાં વધારે લોકો ભેગા ન થાય તે માટે આદેશ કર્યા. એ જ ભાજપના પ્રમુખ જ્યારે જાહેરમાં શુભેચ્છા મેળવતા હતા ત્યારે એક પણ કાર્યક્રમમાં તેમના સ્ટેજ ઉપર 50 કરતાં વધારે માણસો જ જોવા મળ્યા હતા. એ વખતે મીડિયા એ કોઈ જ વાત ન ઉઠાવી. આજે લોકો કોરોના ને કારણે ફરી કરફ્યુ કે એવી અન્ય વ્યવસ્થામાં જોડાઈ ને પોતની જિંદગી કે વ્યવસાય બચાવવા મથી રહ્યા છે. આ સંજોગોમાં સરકાર ને જાણે કોઈ ફેર પડતો નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા આવનાર સમયને વધુ ભયંકર માનવામાં આવે છે. આ સંજોગોમાં માત્ર રાજકીય રોટલા શેકવા માટે અત્યારે રાજકીય પક્ષો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જવાબદાર કહી શકાય. અહીં બીજેપી ઉપર આક્ષેપ નથી પરંતુ તેમની સરકાર છે.તો એ જ જવાબદાર માની શકાય.


અત્યારે આપણે જોઈએ કે અમેરિકા જેવી મહાસત્તા ભલે ભારત કરતાં ત્રીજા ભાગની વસ્તી ધરાવે છે, આમ છતાં ત્યાં વિશ્વમાં સૌથી વધુ કેસ સામે આવ્યા છે. અમેરિકા જેવા દેશની આરોગ્ય સુવિધાઓ જોઈએ તો એ નક્કી છે કે આપણા દેશ કરતાં અમેરિકાની આ સુવિધા અનેક હજાર ગણી મજબૂત છે. આપણી વસ્તી વધારે હોવા છતાં કોરોનાના કેસ હજુ વધારે નથી. આપણા દેશ કરતાં ચીનની સંખ્યા વધારે છે. ત્યાં તો સરકાર કશું જ બહાર આવવા દેતી નથી. ઉત્તર કોરિયા જેવા દેશમાંતો કોરોનાના દર્દીને સીધી ગોળી મારવાની વાત જ છે. આપણાં દેશમાં એવું નથી. પરંતુ સરકારની નબળાઈ ને કારણે સીધી નહિ તો આડકતરી રીતે નાગરીકોને મારવાની જ વાત છે. એક તરફ નાના મોટા નેતાઓ જે રેલીઓમાં........તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ...બોલતા હતા તે એકલા હોમ કોરોન્ટાઈ થઈ ને બેઠા છે. ભાજપ કે કોંગ્રેસ ઉપરાંત અનેક પાર્ટીના સર્જક અને અનુભવી એવા શંકરસિંહ બાપુ જેવા નેતાઓ કોરોના સામે લડી  ચુક્યા કે લડી રહયા છે. એમને ન હોય પૈસાની તકલીફ કે ન હોય કોઈ બીજી ચિંતા. સામાન્ય માનવીને તો કોરોન્ટાઇન થવું પડે તો એના ઘરનો રોટલો બન્ધ થાય છે. ભલે કોરોના ના ફેલાવ માટે કોઈ એક વ્યક્તિને જવાબદાર માનવામાં ન આવે પરંતુ સરકાર પોતાની વ્યક્તિગત બાબતો માટે,નેતાઓ તેમના સ્વાર્થ માટે લોકો અને એમની ભાવનાઓ સાથે રમત રમી રહયા છે. જ્યારે પેટા ચૂંટણીમાં કોરોના ન નડ્યો તો નગરપાલિકાની ચૂંટણીમાં કોરોના નડ્યો અને ચૂંટણી પાછી ઠેલવામાં આવી. આ બાબતે સરકાર બે બાજુ વિચાર્યું કે વ્યક્તિગત વિચાર્યું એ જ નક્કી થઈ શકતું નથી. અહીં વાચકો ને વિનંતી કે તેઓ સરકાર કે બીજા કોઈના ઉપર ભરોસો રાખવાને બદલે પોતાની જાત ઉપર જ ભરોસો રાખી આગળ માટે વિચારે. કારણ કે સરકાર ની અસરકારકતા બિન અસરકારી સંઘઠન જેવી થઈ જતી જોવા મળે છે.


એવું જ હોય...


કોરોના સામે લડવા માટે સરકાર કાચી પડી રમ કહેવા કરતાં નબળી પડી એવું કહેવું વધારે હિતાવહ છે. સરકાર માત્ર કરફ્યુ જાહેર કરે છે. લોકોમાં વિશ્વાસ ઉભો કરવામાં સરકાર નિષ્ફળ થઈ હોવાનું જણાય છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી