Posts

Showing posts from July, 2011

એક જ દફતર ....

Image
પ્રજ્ઞા અભિગમ.આ અભિગમ ગુજરાતમાં કાર્યરત છે.હાલ ધોરણ એક થી ચારમાં આ અભિગમ ગુજરાતમાં ચાલે છે.ભારત દેશમાં ગુજરાત આ અભિગમને ખૂબ આગવી રીતે ચલાવે છે.ધોરણ એક અને બે માં પ્રજ્ઞા અભિગમથી હાલ ગુજરાતમાં ૨૫૦૦ શાળાઓ છે. આ શાળાઓની ગણી વાતો જાણવા જેવી છે. શિક્ષણના વ્યક્તિનેતો મજા પડે તેવું છે. છોકરોં પોતાની ઝડપથી શીખે તેવું અહી જોવા મળે... અરે ટેણીયાંનું આ જોવા માટે આપણે ગણું D... LEARN કરવું પડે.        અભી કુચ્છ નહિ બીઘડા, અભી યહ સચ બોલતે હૈ. દો ચાર કિતાબે પઢકર વો ભી હમજેસે હો જાયેંગે. દરેક બાળક માટે પોતાના વિકાસનું યોગ્ય રીતે વિકસિત માળખું એટલે પ્રજ્ઞા અભિગમ. મારે એક અનુભવ શેર કરવો છે... અંબિકાનગર મારી શાળા.અહી એક છોકરી બીજા ધોરણમાંથી ગઈ.તેના બાપા આવીને દાખલો લઇ ગયા.તેના બાપુજીને મળવા અમે ગયાં.આ છોકરી કહે: મારે ભણવું છે.મેં કહ્યું નોતું ભણવું ને?મેં કહ્યું તારા બાપા શું કરે છે?તે કહે બકરાં ચારે છે.તે એક જ દફતર હતું...મારો ભાઈલો પેલામાં આયો....મારા બાપાએ મારું દફતર તેને આપ્યું.હું દફતર વગર કેમ નિહારે આવ

ચાલભાઈ ભણવા ચાલને...

Image
ચાલભાઈ ભણવા ચાલને દીકરા,ભણવાની વાત છે મોટી. તું ભણવાની ચોપડીને અડતો નથી,પાછો વાતો કરતો મોટી. બેનને મેં કીધું છે હાથમાં રાખશે એક લાંબી નેતરની સોટી. ચાલભાઈ ભણવા ચાલને.. ભણવામાં રાખ ધ્યાન,લેસનની યાદી તો તારી આવે છે મોટી. આડું ના જોજે,પાછળ ના રે’જે નકર તારા બાપા તાણશે ચોટી. ચાલભાઈ ભણવા ચાલને.. તારા પપ્પા કે’તા કે ભણાવીને  ડોકટર બનવાની લોન મોટી. ભૂલતો જરીના,શીખીલેજે ભણવાનું બધુ મારે ભલે ચાર સોટી. ચાલભાઈ ભણવા ચાલને.. ભાવેશ પંડ્યા 

પંકજભાઈ કે ડૉ.રાહ....કોની સફળતા....???

Image
એક મેઈલ હતો.મારા એક પરિચિત ભાઈ એ આ મોકલ્યો હતો.તેમનું નામ પંકજભાઈ.તે બંને માણસ શિક્ષક્ના વ્યવસાયમાં.તેમ નો એક છોકરો.અરે એક નહિ,એક નો એક છોકરો.મા અને બાપ બન્ને નોકરી કરે એટલે તેમને છોકરાના ભણતર માટે બધુજ કરવા તૈયાર. પંકજભાઈ નાના હતા ત્યારે ભણવામાં ખૂબ હોશિયાર.તે ડોકટર બને તેમ હતા.તેમના પિતાજી ખેડૂત હોઈ તે વધારે ભણી શકે તેમ ન હતા.આજે તે શિક્ષક છે.તે તેમના એકના એક દીકરાને ડોકટર બનાવવા માગે . તેમના ધર્મપત્નીને પણ આ વાતની ચિંતા મા રહે. છોકરાની તો જાણે દશા થઇ ગઈ.ઘર અને બહાર બધું જ બદલાયું.નાની ઉંમર થી ડોકટર બનવાની અને તેરીતે વર્તન કરવાની જાણે ફરજ પડી. તેને માટે મને પૂછવામાં આવ્યું હતું કે આ છોકરાને કયા માધ્યમમાં ભણવું?અંગ્રેજીમાં કે ગુજરાતીમાં?મેં કહ્યું તમે જે માધ્યમમાં ભણ્યા તે માધ્યમમાં તમારા દીકરાને ભણાવો.હા,તમે ટકાવારીને લીધે નહિ આર્થિક સવાલોને કારણે ડોકટર નથી બન્યા.તમારા દીકરાને હવે તેવી તકલીફ નહિ પડે.તમે લોન લઈને પણ ભણાવી શકશો.મારી વાત માની.બે દિવસ પછી આ મિત્રએ મને સમાચાર આપ્યા.પંકજભાઈનો છોકરો તેમનીજ સરકારી શાળામાં ભણે તેવી સગવડ થઇ. મેં કહ્યું અમિતાબેન તેમના દીકરાને ભણ

આવું પણ બને...

Image
એક વખત શ્રી પ્રવીણ મહેતા જે ભારત સરકારના આરોગ્ય સલાહકાર અને world record ધરાવતા હતા.તે દુનિયાના પ્રસિદ્ધ ગાયનેક મનાતા.તેમેણે દુનિયામાં સૌથીવાધારે નસબંધીના ઓપરેશન કરેલા.મેં તેમના એન.જી.ઓ.સાથે કામ કર્યું છે.વલસાડ અને નવસારી ના દુરના વિસ્તારમાં અમે આશ્રમ શાળાના બાળકો જોડે કામ કરવા આ ડોકટર લઇ જતા.તેમની સાથે શ્રી મધુ કોટક(કોટક ગ્રુપ.)પણ આવા વિસ્તારમાં રહેતા અને કામ કરતા.ડોકટર પ્રવીણભાઈના ધર્મપત્ની કુમુદબહેન મહેતા દુનિયાના પ્રસિદ્ધ અને ખ્યાતી પ્રાપ્ત બાળકોની કિડનીના સ્પેશિયલ ડૉકટર હતા.પણ તે બંનેનું કોઈ સંતાન ના હતું. આવું પણ બને: જીવનમાં માતા પિતાની સેવાના કરનાર ની લાયકાત સરકારે પરત લેવી જોઈએ.એક ભાઈ.હાઇસ્કૂલમાં વ્યવસાય કરે છે.તે ગુરૂજી(શિક્ષક) છે. આ ભાઈ તેમના પિતાજીને આ જમાનામાં,માંગવારીમાં અલગ રાખે છે.ડોશીને આજથી ચાર વર્ષ પહેલા જ આ બાપ દીકરો અગ્નિ સંસ્કાર કરી આવ્યા હતા.બાપા ભાડાના મકાનમાં અને દીકરો બાપની કાળી મજુરી થી તૈયાર કરેલા મકાનમા રહે છે.કારણકે ચાર રૂમના મોટા મકાનમાં આ વડીલ દાદા છોકરાના ભણતરમાં નડતર કરે છે.બોલો આ દાદા કોને નડતા હશે? આવું પણ બને:

સમય બદલાયો...રાણપુર બદલાયું...

Image
સરકારે ગુરૂજીઓં ની પવિત્ર ફરજ નિભાવવાનો સમય વધારી દીધો.આખા રાજ્યમાં જાણે ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧(???????) ના જેવો માહોલ થયો.આ સમાજના નેતાઓ આગળ આવ્યા.જે નેતા બનવાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ ચાન્સ મળ્યો.બધા જાણે એક સાથે ભેગા થયા.પ્રત્યેકને પોતાની વાત,માગણી સાચી લાગતી હતી.એક વાત ખરી કે હું અને મારું માણસ શિક્ષક હોઈ આ સમય માટે અવઢવમાં હતાં. ગુજરાત રાજ્યના તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોના પ્રતિનિધિ અને પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ચંદુભાઈ જોશી(૦૯૯૨૫૯૫૩૦૭૨) અને સરકાર વચ્ચે ચર્ચા થઇ.સમય બદલાયો ૧૦:૫૦ થી ૫:૧૦ સુધીનો સમય થયો.મનેતો ખૂબ રાજીપો છે.મને ગમે છે.આ સમય કરનાર અને કરાવનાર બધાનો આભાર,અભિનંદન અને હાશ સાથે થોડાક સવાલો... · શું હવે શાળાઓમાં પ્રાર્થનાસભા ૧૧:૦૦ વાગે ભરાશે? · ૯:૩૦ ને બદલે નવા સમયે,હવે સમયસર પહોચાશે? · આ રાહત હવે ગુણવત્તા લાવશે? (આઠ કલાકમાં પણ તેની ગેરેંટી ન હતી.) છતાં એક ગીત યાદ આવે છે. દુનિયામે કિતના ગામ હૈ...મેરા ગમ કિતના કમ હૈ... ઔરોકી નોકરી દેખીતો મેં અપની.... હશે,જે થયું તે સારું થયું.પણ અહી વા

ચકલી બેને ફેટો બાંધ્યો...

Image
     ચકલીબેનાતો એક દિવસ ફરવા ગયા બજાર. દૂકાનોતો એટલી બધી,દુકાનોની લારોલાર. કપડા ની પણ એવી દૂકાનો,લાગે માણસ ઉભા, દુકાન બહાર લાગે આ પૂતળાની રૂડી શોભા. ચકલીબેન તો આવી ગયા,કાપડની દૂકાન પાસે. ચકલીબેન ને આવતી જોઈને કૂતરાભાઈ ભસે. શેઠ બેઠાંતા ગાદી ઉપર,આ ચકલી જોઈને હસે. ચકલી કહેતી શેઠજી તમે કહીદો આ કૂતરાને, હું આવુંતો ભસે નહી ને વાત મારી રોજ માને. કહે શેઠ રે ચકાલીબ્વેન તમે તો ખૂબ ખીજાણા, ભાગ કૂતરા કહેતા તો કૂતારાભાઈ તુરંત સંતાણા. કહે શેઠ,બોલો ચકલીબેન હવે શું જોઈએ છે તમારે? ચકલી કહે હવે શેઠજી પાગડી બંધાવવી માથે મારે. શેઠે લાલ કાપડ મંગાવી,ચકલીને સરસ પાગડી બાંધી. પાગડી પહેરી આ ચકલી લાગે ,જાણે ઉડતા હોય ગાંધી. પાગડી પહેરી ચકલીએ તો,મોટી રાડ કૂતરાને એણે પાડી. જભ્ભો મોટો તૈયાર કાર્યોને એણે ફેકી દીધી બધી સાડી.

સહિયારી વારતા...

Image
એક હતો રાજા.તેને વા જા વગાડવાનું ખૂબ ગમે.તેને વા જુ વગાડવાનું ફાવે નહિ.રાજાને ચેન ના પડે.રાજાને તો હવે કશું જ ના ગમે.રાજા ના ખાય કે ના આરામ કરે.બસ , વાજા વગાડનાર ને શોધવામાં જ પોતાનો સમય પસાર કરે.આ રાજાને વાજા વગાડવાના જ વિચાર આવે.નગરના લોકો પણ વિચારે.રાજાને આ વાજા વગાડનું શીખવાની જરૂર કેમ પડી હશે ? રાજાને વાળી વાજા વગાડવાનું શીખીને શું કામ છે ? પણ આતો રાજા , વાજા અને વાંદરા.તેમને તો કોણ સતાવે ? આ તરફ બે મહિનાની મહેનત પછી એક વાજા વગાડનાર માનસ મળી ગયો.આ માણસ સંગીતના બધા જ સાધન વગાડતા આવડે.આ કલાકાર તો ધોળકા વગાડે,તબલા વાઘદે,વજુ પણ વાગડે અને સંતુર પણ વગાડી જાણે.રાજા આ માણસને મળીને ખુશ થયો હતો. આ કલાકાર રાજ સભામાં રાજાની બાજુમાં જ બેસે.રાજાએ આ કલાકાર પાસેથી જુદા જુદા વાજા વગાડવાનું શીખવાની તૈયારી ચાલુ કરી દીધી હતી.ર રાજા એ વાજા વગાડવાની શરૂઆત કરી.રાજા બધું કામ છોડી આ કલાકારની પાસે બેસી જાય. રાજા રાગડા તાણીને ગાય.થાપોટ મારી સાજ પણ ખખડાવે.ફૂંક મારી વાંસળી અને પીપૂડી પણ વગાડે.આડો , અવળો અવાજ આવે..આવાજ આવે અને રાજા હરખાય.રાજાને પણ મજા આવતી હતી. એક દિવસની વાત છે.રાજા અને કલાકાર

બાપુજી...અનોખા શાળા સંચાલક...

Image
ધોરણ ૩ થી ૫ના લેખક તરીકેની જવાબદારીને લીધે મારે તારીખ:૧૮ અને ૧૯ જુલાઈ ૨૦૧૧ સુધી પર્યાવરણ શિક્ષણ (center for envayrment education) કેન્દ્રમાં રોકાવાનું થયું.અમદાવાદ સાબરમતી સ્થિત ગુરૂકૂલમાંથી અનેકવાર ફોન પર આમત્રણ મળેલ.આજે ત્યાં જવાનું ગોઠવી દીધું.મારી જોડાક્ષર વગરની વારતા ને કારણે મારા વિશેનો લેખ વાંચી આ ગુરૂકૂળ મારો સંપર્ક કર્યો હતો.આમ પણ આવી શાળાઓમાં જવાનું થાય છે.મને હતું કે હશે કોઈ શાળા.જી આવું.જોતો આવું.આ ગુરૂકૂળમાંથી એક વડીલ અમને લેવા આવ્યા હતા.આમે ત્યાં પહોચ્યા.ડીસાથી પ્રકાશિત થતા સમાચાર પત્રના તંત્રી શ્રી તરૂણ શેઠે પણ મને આ ગુરૂકૂળ ની વાત કરી હતી. આ સંથાના વડીલ શ્રી બાપુજી સાથે વાત કરી.તેમના વિચારો જાણ્યા.શિક્ષણ તેમના નવતર અભિગમ જેવા વિચારથી હું પ્રભાવિત થયો.ડીગ્રી ધરી લોકો જે ખોટું કરી જીવન પસાર કરે ચી તેના બદલે ભણેલા નહિ પણ કેળવાયેલા લોકો ણ સમાજની રચના થાય તેવા વિચાર સાથે શરૂ કરેલ આ ગુરૂકૂળના અને હવેથી મારા માટે પણ બાપુજી એવા વડીલને મળવાનો આનંદ થયો. છોકારોને શા માટે ભણાવવા? ભ્રષ્ટાચાર કરવા? ખોટું કરવા? સમાજમાં ખોટા વિચારોને પ્રોત્સાહિત કરવા...

RIGHT TO EDUCATIONE FOR SKILL

Image
Bhanatarano Adhikar...Aape chhe Saune Sarakar. ભારતમાં બાળકોને ભણવાનો અધિકાર આપતો કાયદો તો અમલમાં આવી ગયો છે.સ્કૂલ મેનેજમેન્ટ સમિતિ ને તૈયાર કરવા માટે,તમના અધિકારો અને ફરજોની જાગૃતિ માટે આજથી ગુજરાતમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું.આ કામમાં ગુજરાતના તમામ લોકોએ સહકાર આપવો જ રહ્યો.આ વાત એટલા માટે જરૂરી છે કે હમણા એક દૈનિક પત્રમાં ગુજરાત તેરમા નંબરમાંથી સત્તરમાં સ્થાને ધકેલાયું. અરે,આ અહેવાલ લખનાર પત્રકારે કદાચ કોઈ એક રીપોર્ટ ને આધારે આવું લખ્યું પણ હોય.મારો કહેવાનો મતલબ છે કે આવા અહેવાલો ને ગણી રીતે,અનેક એન્ગલે થી રજૂ કરી શકાય છે.હા એ વાત સાચી કે આવા અનેક રીપોર્ટ ક્યારેક ખાનગી એન.જી.ઓં.પોતાના સ્વાર્થ માટે કરતા હોય છે.બાકી છેલા દાયકામાં ગુજરાતે કરેલો વિકાસ અને તે પણ સાચી દિશા તરફ આગળ ધપતો વિકાસ આવા આડા અવળા નંબરોને બદલે સતત આગળ વધતા રહેવા સક્ષમ છે. મારી ચિંતા છે કે બનીબેઠેલા કેળવણીકારો આવા રીપોર્ટની ચર્ચા કરવા પોતાની કોઈ જૂની વાતનો બદલો લેવા સરકાર કે કોઈ પક્ષને લાઈનમાં લેવાનું કે રાજકીય દલીલો કરી વિક

sunday school...

Image
MAY BE POSSIBLE EDUCATION WITH OUT SCHOOL? મારા મિત્ર.વ્યવસાયે તબીબ.ભણતરમાં તેમને રસ.છોકરાં કઈ રીતે શીખે છે તે જાણવાની તેમને ખૂબ ધગશ.આ માટે તે અનેક વખત મને સવાલ કરે.બાળકો કઈ રીતે શીખે છે તે જાણવા માટે અમે sunday school તે પણ નામ પ્રમાણે જ.દર રવિવારે અમારી આ sunday school આ ચાલે.લગભગ એક મહિના સુધી અમે આ માટેનું પ્લાનીગ કર્યું.અમારા મનમાં પાકું હતું કે આ sunday school લગભગ ભણતરની કોઈ પણ વાત વગર ચાલે.બાળકો આવે એટલે તેમને મજા જ આવે.આ માટે અમે ૧૦૦૦ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પણ તૈયાર કરી. આ માટે અમે બાળકોના ઘડતરના વિવિધ ૧૦ વિભાગ તૈયાર કાર્ય. બાળકો જે જાતે કરી શકે. બાળકોનું ડેવલોપમેન્ટ થાય. બાળકોમાં વાતચિતની કળા કેળવાય. બાળકોમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું વલણ કેળવાય. બાળકોમાં અવલોકન શક્તિનો વિકાસ થાય. બાળકોમાં વિવિધ કલાનો વિકાસ થાય. બાળકો અવનવું વિચારતા થાય. બાળકો સમસ્યા નિવારણ કરતા થાય. બાળકોમાં સમૂહ્ભાવના કેળવાય. બાળકોમાં રાષ્ટ્ર ભાવનાનો વિકાસ થાય. આ માટેનું

IN ENGLISH EDUCATION ...

Image
a...b...c ...d...e...f...g... h...i...j...k...l...m...n...o...p.. .q...r... s....t....u....v....w....x....y....z.... s...t...u...v...w...x...y...z... IN  ENGLISH  EDUCATION  બે દિવસ પહેલાં એક બલાકના વળી કોઈની પાસેથી મારો સંપર્ક કરાવી મને મળવા આવ્યા. તેમનું બાળક ENGLISH મીડીયમ માં ભણે છે.ધોરણ એકમાં ભણતી આ છોકરીનું નામ નેહા. તે અંગ્રેજી માધ્યમમાં ભણે.તેના પિતાજી કરતા તેની માતા આ છોકરી માટે વધારે ચિંતા કરતી હતી.મને કહે મારી છોકરી ભણવામાં હોશિયાર છે.શું તેને અંગ્રેજીમાં ભણવું કે ગુજરાતી? મેં કહ્યું તમારું છોકરું અંગ્રેજી માધ્યમમાં સાવ જ ખોટું ભણે છે.મારી વાત સાંભળી આવનાર મહેમાનને નવાઇ લાગી.મને છોકરીના પિતાજી કહે,તમે આવું કેમ બોલો છો?મારી છોકરી તો.....................શહેરની જૂની અને ફેમસ શાળામાં ભણે છે.આ પણ વૈશ્વિક પદ્ધતિથી ચાલે છે.મેં કહ્યું જુઓં હું અહી એક ફકરો લખું છું.આમ કહી મેં નીચે મુજબના શબ્દો અને ફકરો લખ્યો Boy... Girl... India... Love.. India Is My Country .I Love My Country .In India All Love Each other. મેં તેમને વા

ગાય તેનું ગીત ચાલો છોકરાં...

Image
ચાલો છોકરાં રમવા જઈએ,બગીચામાં રમવા જઈએ. રમાંવામાંતો ખૂબ મજા છે,મજા કરવાને રમવા જઈએ. ચાલો છોકરાં... રમત રમે આ ધોળું કૂતરું,રમત રમે નાનું છોકરું. અબલક દબલાક ડબ્બા,ધન ધના ધન ધન ધબ્બા. ચાલો છોકરાં... ગરબા રમીએ,દાવ પકડીતે,વાતો કરીએ સારી સારી, સૌથી પહેલા દાવ તારોને પછી જ દાવની મારી વારી. ચાલો છોકરાં... સાંજ પડે પરત ફરીશું, બધા જઈશું ભૈલાના ઘરમાં. ભઈલો થયો છે આજે પાસ થયો છે આજે ધોરણ બારમાં. ચાલો છોકરાં.. ભાવેશ પંડ્યા... (ધોરણ-૧૨ન પરિણામના દિવસે લખેલું ગીત.)

Teachers of INDIA.

Image
અઝીમ પ્રેમજી એ માત્ર ભારતનું જ નહિ,દુનિયામાં કોમ્પ્યુટર ક્ષેત્રે એક ઓળખ ધરાવે છે.ભારત દેશમાં આ નામ આદર સાથે એટલા માટે લેવાય કે તે ભારતીય છે. Teachers of INDIA. ના નામથી www ચલાવે છે.અનેકોના સવાલના જવાબ પણ આપે. ગુજરાતમાં આ એન.જી.ઓં.સાથે કામ કરવાનો અવસર મને મળ્યો છે.સાબરકાંઠા અને બનાસકાઠાની શાળાઓમાં આ foundation નજીકથી જોયું છે.તત્કાલીન સ્ટેટ હેડ શ્રી પ્રશાંત કોટડીયા (પૂના),શ્રી પ્રશાંત ત્રિવેદી(ગુજરાત)શ્રીમતી કિન્નરી પંડ્યા(અત્યારે બેંગલોર) સાથે મારે આજે પણ ફેમીલી રેલેશન છે. ચાલો બધાજ ગુરૂજીઓ આ રીતે સાથે જોડીએ.Teachers of INDIA માં બધા જ શિક્ષકો જોડાઈ શકે છે. હું પણ જોડાઇશ.આજના આ જમાનામાં આ રીતે શિક્ષકોને જોડાવાનો અભિગમ અનોખો છે.આપ પણ મુલાકાત લો અને બીજા મિત્રોને જોડો. wipro એ શિક્ષકોને આ રીતે આપણને વૈશ્વિક માળખું આપેલ છે.આ માળખાનો ઉપયોગ કરીએ અને સૌની સાથે આગળ વધીએ.

રાજાનું રાજ ...

Image
   આ રીતે છોકરાંને  રમવા જ દેવાય.ભારત સરકારે write  to education ને આધારે  વાત કરી કે આ જમાનાના બાળકોને ભણાવવાની સાથે બધીરીતે કેળવવાના છે.આ કેળવણી કોણ આપશે?આ માટે શિક્ષકોની  સાથે વાલીઓએ  પણ જાગૃત થવાનું છે.છોકરાંને ગમે તેવું,તે સમયે અને તે રીતે શિક્ષન આપવાની વાત આમજ નથી કરી.આ માટે આપણે અહી બીજા ચિત્રોને આધારે વાત કરીશું.આ વાત કરતા પહેલા  એટલું જરૂર કે આપણે કઈ રીતે,કેવું શીખ્યા તે કરતો કઈ રીતે આપનું બાળક શીખે તે જરૂરી છે.આ માટે એક નમુનો આપું છું.અહી બાજુમાં એક છોકરાનું ચિત્ર આપેલ છે.શું આપણે આ ચિત્રને આધારે સવાલ ના કરી શકીએ? આ છોકરાના હાથમાં શું છે? છોકરાને આ જોવાનું મન કેમ થયું હશે? આ છોકરો કયા ધોરણમાં ભણતો હશે? ગાસ પર શું દેખાય છે? આ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓં સજીવ છે? આ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓંમાં જીવ નથી? આ ચિત્રમાં છોકરાની કેટલી આંગળી દેખાય છે? આ ઘાસનો રંગ કેવો હશે? આ ચિત્રમાં એવું શુછે જે તમે જોયું નથી? જોયુંઆ ચિત્રમાં એવું શું શું છે જે તમેં  જોયું છે?આ અને આવા અનેક સવાલોની મદદથી આપણે સરળ રીતે આ છોકારોન ને ભણાવી શકીએ.પ્રથમ સંસ્થાએ  ગરીબ છોકારોને વાંચતા,લખતા અન

સૂરજ ફરે કે ધરતી ? (જોડાક્ષર વગરની વાર્તા)

Image
એક હતી છોકરી..તેનું નામ ગબુ.તે ભણવામાં ખૂબ જ હોશિયાર.તે સાહેબ કે બેનને રોજ અજબ ગજબના સવાલ કરે.સાહેબ કે બેન પણ તેના આ સવાલ નો જવાબ આપવામાં ભરાઈ પડે. એક દિવસની વાત છે.ગબુ શાળામાંથી  આવીને તેની નાની બેનને કહે:"બોલ દીદી સૂરજ ફરે કે ધરતી."તેની નાની બેનને તો શું ખબર પડે?તેના કાકા હસતા હસતા કહે બેટા ફરે કશું નહિ,ફરે માણસનું મગજ.કાકાનો જવાબ સાંભળી ગબુ કહે:કાકા તમે મને જવાબ આપો.મને શાળામાં ખબર નથી પડી.ગબુના કાકા કહે:" જા તારે શીખવું હોય તો પહેલા અહીંથી દૂર જઈને ઉભો રહે."ગબુ તેના કાકાના કહેવાથી દૂર ગઈ.તેની નાની બહેન કાકાની પાસે ઉભી રહી. થોડી વાર પછી તેના કાકા કહે:"ગબુ હવે તું અહી આવ."ગબૂતો કાકાના કહેવાથી સીધી સીધી ચાલતી આવી ગઈ.ગબુ છેક તેની દીદી પાસે આવીને ઉભી રહી.તેના કાકા કહે:જ હવે તારી સાયકલ લઇ આવ.ગબુતો સાયકલ લાવી.કાકા કહે:"હવે તું સાયકલ ચલાવે તો ઝાડ તારી  પાસે આવે છે કે તું ઝાડ તરફ જાય છે."  ગબુ કહે:"કાકા હું સાયકલ ચલાવું છું એટલે ઝાડ મારી તરફ આવે છે." ગાબુ કહે તમે આમાં  મારો જવાબ તો ભૂલી જ ગયા.તેના કાકા કહે:"જો સૂરજ તો ફ

પાંચ રૂપીયા બાર આના ...ચાર આના બંધ થયા...

Image
કિશોરકુમારનું આ ગીત.પાંચ રૂપીયા બાર આના... મારેગા ભૈયા ના બાબા ના...આ ગીત ભલે બધાને બાર આના અને ના બાબા ના ને લીધે વધારે ગમતું હોય પણ જો આ ગીતની લેટેસ્ટ આવૃત્તિ બનેતો ગીત કેવું હોય? ભલે આ ગીત જે તે જમાનાનું પ્રસિદ્ધ હોય પણ હવે આ ગીત નું રિમિક થાય તો હું આ ગીત જરૂર લખું. રાગ( કિશોર કુમારના ગીત મુજબ) પાંચ રૂપીયા બાર આના...ના લેગા ભીખામે ના બાબા ના... પણ આવા ગીત ની જરૂર પડશે? કારણ કે હવે ભારત માં ચાર આના બંધ થઇ ગયા છે.  કોણ શું કહે છે તે જોઈએ.. ગુજરાતના સી.એમ.કહે છે..કેન્દ્ર સરકાર પાવલી બંધ કરી ભ્રષ્ટાચાર ભગવાશે. મનમોહન સિંહ કહે છે... આજે ચાર આના બંધ કર્યાં છે હવે બે ચારઆના ની કિંમત પણ બંધ કરીશું.   આજે ચાર આના બંધ કર્યાં હવે તો દેશનું કાળું નાળું પરત આવશેને? અરે...ખીસા ખાલી ને ભપકા ભારે...પરચુરણ હોય તો ખખડે પણ ખરું.ગાંધીજી ના ફોટા વળી નોટ તો છે પણ નહિ ને આવાજ પણ ના કરે.મારે મન પરચુરણ કે પાંચસોની નોટ નો ફેર નથી...ખીસામાં નાણાં હોય તે જરૂરી છે.(આપ ની વાત પણ જણાવજો.)